• પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી  ગુજરાતમાં તાઉ-તે વાવાઝોડાથી પ્રભાવિત વિસ્તારોની  આવતીકાલે મુલાકાત લેશે
  • વડાપ્રધાન દિલ્હીથી હવાઈ માર્ગે ભાવનગર આવશે અને ત્યાંથી તેઓ અમરેલી ગીર સોમનાથ અને ભાવનગર જિલ્લાના તાઉ-તે અસરગ્રસ્ત વિસ્તારોનુ હવાઈ નિરીક્ષણ કરશે
  • વડાપ્રધાન ત્યાર બાદ અમદાવાદ આવશે અને મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમજ રાજ્યના વરિષ્ઠ સચિવો સાથે સમીક્ષા બેઠક યોજીને સ્થિતિનું આકલન કરશે

 WatchGujarat. તૌકતે વાવાઝોડાને લઈને ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં ભારે તારાજી સર્જાઈ છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પરિસ્થિતિનું જાત નિરીક્ષણ કરવા આવી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. વડાપ્રધાન ભાવનગર, ગીર-સોમનાથ તેમજ અમરેલીની સ્થિતિનું હવાઈ નિરીક્ષણ કરશે. જો કે રાજ્યનાં મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા ખેડૂતો સહિતના અસરગ્રસ્તોને સહાય આપવાનું જાહેર કરાયુ છે. પણ વડાપ્રધાનનાં નિરીક્ષણ બાદ મોટી મદદની આશા કિસાનોમાં જાગી છે.

સૌરાષ્ટ્ર ભાજપનાં પ્રવક્તા રાજુ ધ્રુવનાં જણાવ્યા મુજબ, દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ સૌપ્રથમ ભાવનગર અને ત્યારબાદ ગીર-સોમનાથ, અમરેલી સહિતનાં જિલ્લાઓ સહિત કેન્દ્રશાસિત પ્રદેશ દિવનું પણ હવાઈ નિરીક્ષણ કરે તેવી શક્યતા છે. વડાપ્રધાન મોદી અધિકારીઓ સાથે બેઠક કારીને વાવાઝોડાથી થયેલા નુક્સાનનું નિરીક્ષણ કરશે. જરૂર પડ્યે તેમના દ્વારા રાહત પેકેજ જાહેર કરે તેવી સંભાવનાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, ગતરાતથી ગુજરાત ઉપર ત્રાટકેલા તૌકતે વાવાઝોડાને લઈને સૌરાષ્ટ્રનાં ગીર-સોમનાથ, અમરેલી તેમજ ભાવનગર જિલ્લા ઉપરાંત કેન્દ્રશાસિત પરદેશ દિવમાં ભારે તારાજી સર્જાઈ છે. ઠેર-ઠેર વૃક્ષો ધરાશાયી થવાની સાથે-સાથે ખેતીને પણ મોટું નુકસાન થયું છે. અને કેરી સહિતનો મોટા ભાગનો પાક બરબાદ થઈ જતા ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે. ત્યારે PM મોદીની આ મુલાકાતને લઈને હિંમત હારેલા ખેડૂતોમાં નવી આશા જાગી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud