સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખો જાહેર થતાં ભાજપ નિરીક્ષકોએ સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરી હતી.
સોમવારે સવારે 9 વાગ્યાથી 19 પૈકીના 10 વોર્ડમાં નિરીક્ષકોએ દાવેદારોને સાંભળ્યા
વડોદરા શહેરના 19 વોર્ડના 76 ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
WatchGujarat આગામી 21મી ફેબ્રુઆરીના રોજ રાજ્ય ભરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાનાર છે. ત્યારે વડોદરા ભાજપના અધ્યક્ષ ડો. વિજય શાહ દ્વારા “મિશન 76” પાર પાડવાનુ મક્કમ મન બઠાવી બેઠા છે. શહેરના 19 વોર્ડ પૈકીના 10 વોર્ડમાં સોમવારે નિરીક્ષકોએ દાવેદારોના સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરી હતી. જેમાં નિરીક્ષકો સામે અનેક ટિકિટ વાંચ્છુકોએ મન કી બાત કરી હતી. જેમાં 10 વોર્ડમાંથી કુલ 789 લોકો ચૂંટણી લડવા માટે દાવેદારી નોંધાવી હતી.
વડોદરા મહાનગર સેવાસદન ચૂંટણીમાં ઉમેદવારોની પંસદગીની પ્રક્રિયા સોમવારે હાથ ધરવામાં આવી હતી. જેમાં પ્રદેશ કક્ષાએથી નિમણૂક કરાયેલા નિરીક્ષકોની હાજરીમાં શહેરના 19 પૈકીના વોર્ડ નં-1,2,5,6,9,10,13,14,17 અને 18માંથી ચૂંટણી લડવા ઇચ્છુકો દ્વારા દાવેદારી નોંધાવવામાં આવી હતી. સમગ્ર પ્રક્રિયા દરમિયાન સ્થાનિક અગ્રણીઓ અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિતિ રહ્યાં છે. તેવા સમયે શહેર ભાજપ અધ્યક્ષ ડો. વિજય શાહ, પૂર્વ મેયર અને મહામંત્રી સુનિલ સોલંકી, જશવંતસિંહ સોલંકી તેમજ રાકેશ સેવક અને ચૂંટણી સહઇન્ચાર્જ ઘનશ્યામ દલાલ દ્વારા તમામ દાવેદારો અને નિરીક્ષકોની શુભેચ્છા મુલાકાત લીધી હતી.
સોમવારે 19 પૈકીના 10 વોર્ડમાં દિવસભર ચાલેલી ઉમેદવારોની પંસદગી પ્રક્રિયામાં સૌથી વધુ વોર્ડ નં-6માં 115 લોકોએ દાવેદારી નોંધાવી હતી. જ્યારે અન્ય વોર્ડની સરખાણીમાં વોર્ડ નં-17માં 54 લોકોએ દાવેદારી નોંધાવી હતી.
વોર્ડ નં-1 (70)
વોર્ડ નં-2 (84)
વોર્ડ નં-5 (95)
વોર્ડ નં-6 (115)
વોર્ડ નં-9 (87)
વોર્ડ નં-10 (90)
વોર્ડ નં-13 (64)
વોર્ડ નં-14 (70)
વોર્ડ નં-17 (54)
વોર્ડ નં-18 (60)