• પોલીસ અધિકારીઓ અને નેતાઓના સોશિયલ મીડિયા એકાઉન્ટ હેક કરવાનો સીલસીલો યથવાત
  • થોડા સમય પહેલા જ શહેર પોલીસ કમિશ્નર શમશેર સિંહની ફેક પ્રોફાઇ બનાવી રૂપિયાની માગણી કરવામાં આવી હતી.
  • ફેસબુક બાદ હવે ભેજાબાજો ઇન્સ્ટાગ્રામ પર ફેક પ્રોફાઇલ બનાવી લોકોને ઠગી રહ્યાં છે.

WatchGujarat ટેકનોલોજીના યુગમાં સોશિયલ મીડિયાનો જેટલો સદઉપયોગ થઇ રહ્યો છે, ત્યારે બીજી તરફ તેનો દુરઉપયોગ થયાના અસંખ્ય કિસ્સાઓ સામે આવી રહ્યાં છે. અત્યાર સુધીમાં રાજ્યના અનેક IPS અને IAS અધિકારીઓ તથા નેતાઓના ફોટાનો ઉપયોગ કરી ફેક એકાઉન્ટ મારફતે લોકો પાસે રૂપિયા માગવામાં આવ્યાં હોય તેવુ આપણે જોયુ છે. જોકે આવા કિસ્સાઓમાં પોલીસે કેટલાક ભેજાબાજોની ધરપકડ પણ કરી છે. પરંતુ ફોટાનો ઉપયોગ કરી ફેક પ્રોફાઇલ બનાવી લોકોને ઠગવાના સીલસીલાનો કોઇ અંત આવતો દેખાતો નથી. ત્યારે શહેર ભાજપના મહામંત્રી સુનિલ સોલંકીનુ ફેક ઇન્ટાગ્રામ એકાઉન્ટ બનાવી રૂપિયાની માગણી કરવામાં આવી રહીં છે.

શહેર ભાજપના મહામંત્રી સુનિલ સોલંકી દ્વારા આજે તેમના ઓરીજનલ ફેસબુક એકાઉન્ટ પર એક પોસ્ટ લખવામાં આવી હતી. જેમાં તેઓએ જણાવ્યું છે કે, મારૂ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ હેક થયું છે, “કોઇએ પણ કોઇ પણ પ્રકારની લેવડ દેવડ અથવા બીજા અશોભનીય મેસેજ ને સાચા માનવા નહિ.”

સુનિલ સોલંકીના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર મુકવામાં આવેલી તસ્વીર ભેજાબાજો દ્વારા લઇ ઇન્સ્ટાગ્રામ પર ફેક એકાઉન્ટ બનાવવામાં આવ્યું છે. જે ફેક એકાઉન્ટ મારફતે ભેજાબાજ લોકોને મેસેજ કરી રૂપિયા 25,000ની માગણી કરી રહ્યો છે. રૂપિયા માગવાનુ પાછળનુ કારણ તે મેસેજમાં દર્શાવે છે કે, “મારા એક મિત્રનુ કોવિડ-19માં આજે સવારે અવસાન થયું છે. જેનો પરિવાર મુસીબતમાં છે, જેથી તેની મદદ માટે રૂ. 25,000ના ડોનેશનની જરૂર છે. આ રકમ તમે નેટ બેન્કિંગ અથવા ગુગલ પે મારફતે ઓનલાઇન ટ્રાન્સફર કરી શકો છો. અને આ રકમ શુક્રવાર સુધીમાં હું તમને પરત પણ કરી દઇશ.”

જોકે આ બાબત સુનિલ સોલંકીના ધ્યાને આવતા તેમણે તાત્કાલીક પોતાના ફેસબુક એકાઉન્ટ પર લોકોને ચેતવા માટે એક પોસ્ટ શેર કરી હતી. ઉલ્લેખનીય છે કે, અગાઉ શહેરના પોલીસ કમિશ્નર, ધારાસભ્યો સહિત અનેકો લોકોના આ પ્રકારની ફેક એકાઉન્ટ બનાવી રૂપિયાની માગણી કરવામાં આવી છે. શહેર પોલીસ કમિશ્નરનુ ફેક ફેસબુક એકાઉન્ટ બનાવનારની ભેજાબાજની પોલીસે દિલ્હીથી ધરપકડ પણ કરી હતી. છતાંય આ ફેક એકાઉન્ટનો ટ્રેન્ડ અટકવાનુ નામ નથી લઇ રહ્યો.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud