• કારેલીબાગમાં આવેલી શ્રી જ્ઞાન જીવન રેસીડેન્સીમાં CBIના દરોડા
  • કરોડોની બેન્ક છેતરપીંડી મામલે બિલ્ડર જોષી પરિવાર સાથે સંકડાયેલા તમામની તપાસ હાથ ધરવામાં આવી રહીં છે.
  • સીબીઆઇની ટીમ દ્વારા ફ્લેટમાં સર્ચ ઓપરેશન હાથ ધરી તમામ જરૂરી દસ્તાવેજો એકત્ર કરવામાં આવી રહ્યાં છે.
  • CBIની જુદી જુદી ટીમો દ્વારા શહેરમાં વિવિધ સ્થળે સર્ચ ઓપરેશન હાથ ધરાયુ
  • બિલ્ડર ધ્રુમિલ જોષી અને તેના પિતા સુકુમાર જોષી સહિત અન્ય લોકો સામે તાજેતરમાં જ રૂ. 5 કરોડની છેતરપીંડી મામલે પોલીસ ફરીયાદ નોંધાઇ હતી.

WatchGujarat શહેરના કારેલીબાગ વિસ્તારમાં આજે સીબીઆઇની ટીમે ધામા નાખી તપાસનો ઘમઘમાટ શરૂ કર્યો હતો. કરોડોની રકમના બેન્ક ફ્રોડ મામલો સીબીઆઇ દ્વારા બિલ્ડરના નિવાસ સ્થાને દરોડા પાડવામાં આવ્યાં હતા. બિલ્ડરના ઘરમાં હાજર સભ્યો અને તેની સાથે સંકળાયેલી તમામ વ્યક્તિઓની સીબીઆઇ દ્વારા તપાસ કરવામાં આવી છે. બિલ્ડરના નિવાસ સ્થાન સહિત ઓફીસમાં સીબીઆઇએ દરોડા પાડી જરૂરી દસ્તાવેજો એકત્ર કરવાની કામગીરી હા ચાલી રહીં છે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાંજ સયાજીગંજ પોલીસ સ્ટેશન ખાતે રૂ. 5 કરોડની છેતરપીંડી મામલે બિલ્ડર જોષી પરિવાર સામે ગુનો નોંધાયો હતો.

પ્રથામિક માહિતી અનુસાર, શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલી શ્રી જ્ઞાન જીવન રેસીડેન્સીમાં આજે બપોરના સમયે મુંબઇની CBI ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યાં હતા. શ્રી જ્ઞાન જીવન રેસીડેન્સીમાં બિલ્ડર ધ્રુમિલ જોષીનો ફ્લેટ આવેલો છે. જ્યાં સીબીઆઇની ટીમે દરોડા પાડી બેન્ક ફ્રોડ મામલે જરૂરી દસ્તાવેજો એકત્ર કરવાની કામગીરી હાથ ધરી છે. બપોરથી ચાલી રહેલી કામગીરી અંગે હજી સુધી કોઇ પણ અધિકારી દ્વારા સત્તાવાર માહિતી આ મામલે આપવામાં આવી નથી.

સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, બિલ્ડર જોષી પરિવારના નિવાસ સ્થાને સીબીઆઇએ દરોડા પાડ્યાં છે. તાજેતરમાંજ ધ્રુમિલ જોષી અને તેના પિતા સુમાર જોષી  સહિત અન્ય લોકો સામે રૂ. 5 કરોડની છેતરપીંડી મામલે સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. આ ગુનામાં પોલીસે ધ્રુમિલ જોષીની ધરપકડ કરી હતી અને હાલ તેનો જામીન પર છુટકારો થયો છે. તેવામાં સીબીઇના દરોડા પાડતા વડોદરાની બિલ્ડર લોબી દોડધામ મચી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud