• અન્ય શહેરોની સરખામણીમાં વડોદરામાં સૌથી પહેલા ખાનગી જગ્યાઓમાં કોવિડ સેન્ટર શરૂ કરવામાં આવ્યાં
  • ઓક્સિજનની અછત ન સર્જાય તે માટે ઓક્સિજન પ્લાન્ટ ઉભા કરાયા
  • દર્દીઓને બેડની અછત ન સર્જાય તે માટે ખાનગી હોસ્પિટલોમાં બેડની સંખ્યામાં સતત વધારો કરાઇ રહ્યો છે.
  • હોસ્પિટલ ઉભી કરવા વપરાશમાં લેવાય તેવી જગ્યાઓની પંસદગી કરી કોવિડ સેન્ટર ઉભા કરાયા છે.
  • વેન્ટીલેટરની અછત ન સર્જાય તે માટે હૈદરાબાદથી 100 વેન્ટીલેટર મેળવ્યાં, તદ્દઉપરાંત ખાનગી કંપની પાસેથી 120 વેન્ટીલેટર ટોકન એમાઉન્ટ પર લીધા
  • ધાર્મીક અને સામાજીક સંસ્થાઓ તેમજ કંપનીઓની મદદથી 5 દિવસમાં અટલાદરા સ્થિત યજ્ઞપુરૂષ સભાગૃહમાં ઓક્સિજન સુવિધા સાથે 500 બેડનુ કોવિડ સેન્ટર શરૂ કર્યું
  • સમરસ ગર્લસ હોસ્ટેલમાં કોરોના દર્દીઓ માટે 500 બેડનુ સેન્ટર તૈયાર કરાયું છે.

ચિંતન શ્રીપાલી.  કોરોનાનો કપરો સમય ચાલી રહ્યો છે. તેવામાં સરકારની ટીકા કરવામાં આપણે કશુ બાકી રાખ્યું નથી, રહીં વાત મેડિકલ સુવિધાની તો કોરોના જે રીતે બેકાબૂ બન્યો છે. તેની પાછળ ઘણા કારણો છે તે આપણે જાણીયે છે. પરંતુ હવે જે થઇ ગયું તેની વાત કરવા કરતા આ ગંભીર પરિસ્થિતિ વચ્ચે સારૂ શું થઇ રહ્યું છે. તે પણ આપણે જાણવુ જરૂરી છે.

કોરોનાની આફત સામે લડવા સરકાર અને તંત્ર બને એટલા પ્રયાસો કરી રહીં છે. સફળતા વહેલી તકે મળે તેવુ આપણે સૌ ઇચ્છી રહ્યાં છે. પરંતુ પરિસ્થિતિ એટલી ગંભીર બની છે કે, તંત્ર પણ તેને પહોંચવા વળવા માટે પુરી મહેનત કરી રહ્યું છે. તેવામાં કોરોનાની મેડિકલ ફેસેલિટી બાબતે  અમદાવાદ, સુરત, રાજકોટ સહિત અનેક શહેરોની હોસ્પિટલમાં બેડની અછત, ઓકસ્જિનની અછત, ICU વેન્ટીલેટરની અછત જેવા અનેક પ્રશ્નો પર બુમો પડી રહીં છે. ત્યારે વડોદરા એક માત્ર શહેર એવુ છે જે આવી એક પણ મુશ્કેલીનો સામનો નથી કરી રહ્યું અને તેના જ કારણે આસપાસના ગામો તેમજ અન્ય શહેરોના દર્દીઓનો સારવાર માટે વડોદરામાં ધસારો વધી રહ્યો છે.

વડોદરામાં કોરોના ઉપર નિયંત્રણ મેળવવા સરકારે IAS ડો. વિનોદ રાવની OSD તરીકે ગત વર્ષે નિમણૂંક કરી હતી. છેલ્લા એક વર્ષ કરતા વધુ સમયથી ડો. વિનોદ રાવ કોરોનાની મેડિકલ ફેસેલિટી સુધારવા અને વધુ ઉપલબ્ધ કરવામાં લાગ્યાં છે. ગત વર્ષ કરતા હાલની કોરોનાની પરિસ્થિતિ વધુ ભયાનક છે. ત્યારે આ ભયાનક પરિસ્થિતિને પહોંચી વળવા માટે ડો. વિનોદ રાવ અને તેમની ટીમ દ્વારા એડવાન્સ પ્લાનીંગની સ્ટ્રેટર્જી અપનાવવામાં આવી છે.

રાજ્યના અન્ય શહેરની સરખામણીમાં વડોદરામાં કોરોનાની મેડિકલ ફેસેલ્ટી પુરતી ઉપલબ્ધ કંઇ રીતે કરવામાં આવી તે બાબતે watchgujarat.com સાથે ડો. વિનોદ રાવે વાત કરતા જણાવ્યું હતુ કે, એડવાન્સ પ્લાનીંગ સ્ટ્રેટર્જીથી કામ કરી રહ્યાં છે. વર્ષ 2020માં કોરોના અમારી માટે તદ્દન નવો હતો. જેથી શુ કરવુ શુ ના કરવુ તેની પુરતી સમજ નહોતી. છતાંય અમે પરિસ્થિતિને જોતા હોસ્પિટલમાં બેડની ક્ષમતા વધારી હતી.

કોરોના મેડિકલ ફેસેલેટી વડોદરા જેવી કોઇ શહેરમાં નથી – OSD ડો. વિનોદ રાવ

હોસ્પિટલમાં દાખલ થતાં દર્દીઓની 75 ટકા ઓક્યુપેન્સીથી વધારી થવાની દીધી નથી, હાલ વડોદરામાં 20 લાખની વસ્તીએ 12,000 બેડની સુવિધા છે. જેમાં 8000 જેટલી દર્દીઓ હાલ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યાં છે અને 4000 બેડ હજી પણ ખાલી છે. એવી જ રીતે 1000 વેન્ટીલેટર અને 2000 ICU બેડની સુવિધા. 8000 પૈકી 1600 જેટલા દર્દીઓ ICU હેઠળ છે. આ પ્રકારની કોરોના મેડિકલ ફેસેલેટી દુનિયાના કોઇ શહેરમાં નથી તેવુ હું ચોક્કસ પણે કહું છું.

દિલ્હી, મુંબઇ કરતા પણ વડોદરામાં બેડ વધારે છે.

ઉદાહરણ તરીકે દિલ્હી વસ્તી 3.20 કરોડ જેટલી છે. જ્યાં 17,000 બેડ છે અને 4 હજાર આઇસીયુની વ્યવસ્થા છે. મુંબઇની સરખામણીએ પણ વડોદરામાં ખુબ જ સારી સુવિધા તૈયાર કરાઇ છે. ગુજરાતમાં વડોદરા કરતા અમદાવામાં 4 ઘણી, અને સુરતમાં 3 ઘણા દર્દીઓ છે. તેમ છતાં વડોદરા સુવિધાઓની સરખામણીમાં પ્રથમ છે.

ઇન્જેલીજન્ટ રેફરલ સિસ્ટમ કારગર સાબીત થયુ છે.

વડોદરામાં ઇન્જેલીજન્ટ રેફરલ સિસ્ટમ (Intellegent Referral System) શરૂ કરવામાં આવી છે. આ  IRS પોર્ટલ મારફતે 108 અથવા તો ખાનગી એમ્બ્યૂલન્સ જાણી લે છે કે કયા હોસ્પિટલમાં દર્દી માટે જગ્યા ખાલી છે. જેથી સમયનો પણ બચાવ થઇ જાય છે. તેમજ સામાન્ય લોકો પણ આ પોર્ટલનો ઉપ્યોગ કરી કંઇ હોસ્પિટલમાં બેડ ખાલી છે તેની માહિતી મેળવી શકે છે. આ સીસ્ટમના કારણે હોસ્પિટલોમાં વેઇટીંગ નથી અને એમ્બ્યૂલન્સોની લાઇનો નથી પડતી.

ડેથ મેનેજમેન્ટ માટે એક વર્ષથી અધિકારીની નિમણૂંક કરી છે.

આવી જ રીતે મૃતકોની અંતિમક્રિયા માટે ખાસ અધિકારીની નિમણૂંક કરવામાં આવી છે. જે છેલ્લા એક વર્ષથી માત્ર ડેથ મેનેજમેન્ટની કામગીરી કરી રહ્યાં છે. જેમાં મૃતદેહની અંતિમક્રિયા માટે શબવાહિનીની સુવિધા સહિતની તમામ કામગીરી કરવામાં આવી રહીં છે.

હું રાત્રે ઉંઘમાં પણ કોવિડ જ જોઉં છું – ડો. વિનોદ રાવ

વડોદરામાં જરૂરીયાતની સામે વધારે ફેસીલીટી તૈયાર રાખવામાં આવી છે. આ તૈયારીઓ પાછળ પૂર્વઆયોજન, નિર્ણય, અને અમલીકરણની નીતિ સફળ સાબીત થઇ છે. અમે ભૂતકાળની પરિસ્થિતિ જોઇ છે, તેને સમજ્યા છે અને તેમાં શીખ્યા પણ છીએ. હું જ્યારે આદેશ કરૂ ત્યારે કામ થયું છે કે નહીં તેનુ નિરિક્ષણ જાતે સ્થળ પર જઇને કરૂ છું. નિયમીત ગોત્રી અને સયાજી હોસ્પિટલની મુલાકાત લઉં છું. હાલ 24 / 7 કોવિડની કામગીરીમાં જોડાયેલો છું અને રાત્રે ઉંઘમાં પણ કોવિડ જ જોઉં છુ. સંયુક્ત પ્રયાસોને પગલે આવનાર સમયમાંથી પણ પાર પડી જવાશે તેવુ OSD ડો. વિનોદ રાવએ જણાવ્યું હતુ.

નોંધઃ વડોદરાની પરિસ્થિતિનો ચીતાર તો આપણે મેળવી લીધો છે. જે રીતે ડો. વિનોદ રાવ અને તેમની ટીમ કામ કરી રહીં છે. તેના પરિણામે જ આજે વડોદરાની હોસ્પિટલમાં બેડ છે, ઓક્સિજન છે, વેન્ટીલેટર પણ છે. પણ જ્યારે અમદાવાદ, સુરત, રાજકોટ સહીત અન્ય શહેરોની હાલત જોઇએ છીએ ત્યારે આંખો ભરાઇ આવે છે. ડો. વિનોદ રાવની આ એડવાન્સ પ્લાનીંગ સીસ્ટમ પર જો સરકાર અને અન્ય શહેરનુ તંત્ર કામ કરે તો મુશ્કેલીઓનો અંત વહેલી તકે આવી શકે છે. 

 

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud