• ખાસવાડી સ્મશાનની એક ગેસ ચીતાનુ મેન્ટેનન્સ કામ ચાલતુ હોવાથી PPE કીટમાં લવાયેલી બોડીને અગ્નીદાહ અપાયો
  • સ્મશાનમાં જોવા મળ્યાં પીપીઇ કીટના ઢગલા
  • પીપીઇ કીટ ઉપર રાત્રીના સમયે શ્વાન આરામ કરતા પણ નજરે પડ્યો
  • તંત્ર દ્વારા સત્તાવાર જાહેર કરાતા કોરોના બુલેટીનમાં એક પણ મોતનો ઉલ્લેખ નથી
  • સ્મશાનમાં પીપીઇ કીટમાં મુકેલા મૃતદેહ કોરોના દર્દીઓ ના ?
  • PPE કીટ પહેરી પરિવારજનોએ જાતે મૃતદેહ ઊંચકી અગ્નીદાહ આપવાનો વારો આવ્યો 
  • નિચે દર્શાવેલી તમામ તસ્વીરો ગુરૂવારે રાત્રે 12 વાગ્યાથી 12-40 વાગ્યાની છે.

WatchGujarat કોરોનાની વિકટ પરિસ્થિતિમાં દર્દીઓની સંખ્યા વધી છે તેનો ખુદ રાજ્યના મુખ્યમંત્રીએ સ્વીકાર કર્યો છે. જે રીતે સ્થાનિક તંત્ર દ્વારા સત્તાવાર બુલેટીન જાહેર કરવામાં આવે છે, તેમાં પણ દર્દીઓની સંખ્યા ત્રણ આંકડામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. પરંતુ કોરોના સંક્રમિત થયેલા દર્દીનુ મોતની સંખ્યા શુન્ય દર્શાવવામાં આવી છે. જોકે watchgujarat.com દ્વારા ગત મોડી રાત્રે ખાસવાડી સ્મશાનની રાત્રે 12 વાગે મુલાકાત લેવામાં આવી હતી.  ત્યારે અંદાજીત 26 મીનિટના અંતરમાં (12ઃ13 થી 12ઃ39 વચ્ચે) સયાજી હોસ્પિટલની એમ્બ્યૂલન્સમાં બે મૃતદેહો અંતિમવિધી માટે લવાયાનુ નજરે પડ્યું હતુ. અલબત સ્મશાનમાં અગાઉથી જ 10 જેટલી ચીતાઓ સળગી રહીં હતી.

હિન્દુ સંસ્કૃતિ અનુસાર જ્યારે પણ કોઇ વ્યક્તિનુ અવસાન થતુ હોય છે, ત્યારે સંધ્યાકાળ પહેલા તેના અંતિમ સંસ્કારની વિધી પૂર્ણ કરી દેવામાં આવે છે. સંધ્યાકાળ બાદના સમયે ભાગેયજ અંતિમવિધી કરવામાં આવે છે તે આપણે જોયુ અને સાંભળ્યુ હશે. પરંતુ કોરોના કાળમાં સંસ્કૃતિ અને નિયમો બધુ જ બદલાતુ જોવા મળી રહ્યું છે. કેટલાક કિસ્સાઓમાં કોરોના સંક્રમિત દર્દી મૃત્યુ પામતા તેને ખાંધ પણ નસીબ થતી નથી.

છેલ્લા 10થી 15 દિવસ દરમિયાન શહેરમાં કોરોના કેસોની સંખ્યા ડબલ ડીજીટથી વધીને ત્રણ આંકડામાં થઇ છે. જે અંગે વડોદરા મહાનગર પાલિકા દ્વારા સત્તાવાર બુલેટીન જાહેર કરવામાં આવે છે. જેમાં ગત રોજ જાહેર કરાયેલા બુલેટીનમાં કોરોના પોઝિટીવ કેસોની સંખ્યા 163 દર્શાવવામાં આવી હતી. જ્યારે મૃત્યુ આંક શુન્ય હતો. પરંતુ રાત્રે 12 વાગે ખાસવાડી સ્મશાનની મુલાકાત લેવામાં આવી ત્યારે 10 જેટલી ચીતાઓ સળગી રહીં હતી. સવા બાર વાગ્યાની આસપાસ SSG હોસ્પિટલની એક એમ્બ્યૂલન્સ આવી હતી. જેમાં પીપીઇ કીટ પહેરી બે વ્યક્તિ બહાર નિકળી અને ત્યારબાદ પીપીઇ કીટમાં મુકેલો મૃતદેહ બહાર કાઢી અગ્નીદાહ આપવામાં આવ્યો હતો.

માત્ર 26 મીનિટના અંતરે સયાજી હોસ્પિટલની એમ્બ્યૂલન્સ પીપીઇ કીટમાં મુકેલો વધુ એક મૃતદેહ લઇ ખાસવાડી સ્મશાન પહોંચી હતી. આ મૃતદેહને ગેસ ચીતામાં અગ્નીદાહ આપવામાં આવ્યો હતો. આમ રાત્રીના 12થી 12-40 વાગ્યા દરમિયાન ખાસવાડી સ્મશાનમાં 12 જેટલી ચીતાઓ સળગી રહીં હતી. જ્યારે તંત્રનો દાવો છે કે, કોરોનાના કારણે એક પણ વ્યક્તિનુ મોત નિપજ્યું નથી. ત્યારે આ દ્રશ્યો જોતા પ્રશ્ન એ ઉભો થાય છે કે, કોરોના સંક્રમિત થયેલા દર્દીનુ જો મોત નિપજ્યું નથી તો મૃતદેહ શા માટે પીપીઇ કીટમાં લવાઇ રહ્યાં છે ? અને કોરોના સંક્રમિત દર્દીના મૃત્યુ થયા છે તો તંત્ર આંકડા છુપાવી રહ્યું છે તે સ્પષ્ટ થઇ રહ્યું છે.

મૃતેદહને PPE કીટમાં ક્યારે મુકવામાં આવે છે.

તબીબી નિષ્ણાંતો અને સરાકરના નિયમ મૂજબ પીપીઇ કીટ કોરોના સંક્રમિત થતા અટકાવવામાં મદદરૂપ સાબીત થાય છે. જેથી કોવિડ વોર્ડમાં દાખલ દર્દીઓને સારવાર આપતો તબીબી સ્ટાફ સતત પીપીઇ કીટ પહેરીને જ કામગીરી કરે છે. જો કોઇ વ્યક્તિ કોરોના સંક્રમિત થયુ હોય અને મૃત્યુ પામે તો તેનો મૃતદેહ પીપીઇ કીટમાં મુકી અંતિમવિધી માટે લઇ જવામાં આવે છે. જેથી પરિવારજનો કે અન્ય કોઇ વ્યક્તિ સંપર્કમાં આવતા સંક્રમિત ના થાય.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud