શહેર પોલીસની મહત્વની શાખા ક્રાઇમ બ્રાન્ચમાં એક સામટા 37 પોલીસ કર્મીઓની બદલી કરાઇ
તાજેતરમાંજ પીસીબીનો કોન્સ્ટેબલ દારૂ પીધેલી હાલતમાં બે બોટલ સાથે પકડાયા બાદ ફરાર થયો હોવાની ઘટના બની હતી.
બદલી કરાયેલા 37 કર્મીઓને શહેરના 17 જુદા જુદા પોલીસ સ્ટેશનમાં પરત મોકલી દેવાયા
WatchGujarat શહેર પોલીસની મહત્વની શાખા ગણાતી ક્રાઇમ બ્રાન્ચમાંથી એક સામટા 37 પોલીસ કર્મીઓને છુટ્ટા કરી મૂળ સ્થાને પરત બદલી કરી દેવા પોલીસ કમિશ્નરે હુકમ કર્યો છે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ પોલીસની આબરૂના ધજાગ્રા ઉડાડનાર પી.સી.બીના કોન્સ્ટેબલની હરકતો સામે આવી હતી. ત્યાર બાદ પી.સી.બીમાંથી તાત્કાલીક ધોરણે 7 પોલીસ કર્મીઓને છુટ્ટા કરી મૂળ સ્થાને મોકલી દેવામાં આવ્યાં હતા.
વડોદરા ક્રાઇમ બ્રાન્ચમાં કામ કરવુ એ કેટલાક અધિકારીઓ અને કર્મીઓ માટે ગર્વ અનુભવવા જેવી બાબત માનવામાં આવે છે. ક્રાઇમ બ્રાન્ચનુ નામ પડતા જ ભલભલાને પસીના છોડાવી દે તેવી આ શાખાની ધાક હોય છે. તેવામાં વડોદરા ક્રાઇમ બ્રાન્ચમાં કામ કરવા માટે કેટલાક પોલીસ કર્મીઓ લાગવગ લગાવી પણ લાંબા સમયથી પોતાની પકડ જમાવી બેઠા હતા. તેવામાં શહેર પોલીસની પી.સી.બી શાખામાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ શૈલેન્દ્રસિંહ તાજેતરમાંજ દારૂ પીધેલી હાલતમાં પોલીસના હાથે ચઢ્યા હતા અને તેની કારમાંથી બે બોટલો પણ મળી આવી હતી.
આમ શહેર પોલીસને વધુ એક વખત લાંછન પહોંચડતી આ ઘટનાએ સમગ્ર પોલીસ વિભાગને નિચુ દેખાડવાનો વારો લાવી દીધો હતો. જેથી શહેર પોલીસ કમિશ્નરે આ કોન્સ્ટેબલને તાત્કાલીક સસ્પેન્ડ કરી પી.સી.બીમાં ફરજ બજાવતા અન્ય 7 કર્મીઓની તાત્કાલીક બદલી કરી તેમના મૂળ સ્થાને (પોલીસ સ્ટેશન) બદલી કરી દેવામાં આવી હતી. તેવામાં ક્રાઇમ બ્રાન્ચમાં ચાલતા અંધેર વહીવટની જાણ પોલીસ કમિશ્નરના કાને પડતા એક સામટા 37 પોલીસ કર્મીઓની ક્રાઇમ બ્રાન્ચમાંથી બદલી કરી તેમના મૂળ સ્થાને મોકલી દેવા આદેશ કર્યો છે.
શહેર ક્રાઇમ બ્રાન્ચમાં ફરજ બજાવતા 37 પોલીસ કર્મીઓની બદલી કરી ટ્રાફિક શાખા, કંટ્રોલ રૂમ, સયાજીગંજ, સીટી, રાવપુરા, કારેલીબાગ, હરણી, બાપોદ, વારસીયા, પાણીગેટ, વાડી, ફતેગંજ, જવાહરનગર, માંજલપુર, છાણી, નંદેસરી, જે.પી રોડ પોલીસ સ્ટેશનમાં પરત મોકલી દેવામાં આવ્યાં છે.