• કોરોના પોઝિટીવ દર્દીઓની સંખ્યા સતત વધતા ગ્રામ પંચાયત દ્વારા નિર્ણય લેવાયો
  • બપોરને 3 વાગ્યાથી તમામ વેપારીઓએ દુકાનો બંધ કરી, માત્ર મેડિક્લ સ્ટોર ચાલુ રાખવા નિર્ણય
  • જરૂરીયાતની ચીજ વસ્તુઓની ખરીદી માટે બપોરે ત્રણ વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રહેશે

WatchGujarat. શહેરમાં કોરોના પોઝિટીવ દર્દીઓની સંખ્યા સતત વધી રહીં છે. ત્યારે ગ્રામ્ય વિસ્તારોમાં પણ કોરોના દર્દીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે. ત્યારે શહેર નજીક આવેલા દશરથ ગ્રામ પંચાયત દ્વારા આગામી 5મી મે સુધી ગામમાં સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કર્યું છે. જેનો ગ્રામજનો અને વેપારીઓ દ્વારા ચુસ્ત અમલ બપોરે 3 વાગ્યાથી શરૂ કરી દેવાયો છે.

શહેર નજીકના દશરથ ગામમાં કોરોના પોઝિટીવ દર્દીઓની સંખ્યા વધતા ગ્રામજનો અને તંત્ર પણ ચિંતામાં મુકાયુ છે. કોરોનાની પરિસ્થિતિ વધુ ન વકરે તે માટે દશરથ ગ્રામ પંચાયત દ્વારા આગામી 5મી મે સુધી ગામમાં સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. જોકે ગ્રામજનોને પુરતા પ્રમાણમાં જરૂરી ચીજવસ્તુઓ મળી રહે તે માટે બપોરે 3 વાગ્યાથી તમામ ખાણી-પીણી સહિત દુકાનો, લારી-ગલ્લાઓ સવારે 6 વાગ્યા સુધી બંધ રાખવા આદેશ કરવામાં આવ્યો છે.

ગામમાં સ્વૈચ્છિક લોકડાઉન જાહેર થતાં વેપારીઓ અને દુકાનદારો દ્વારા તેનો ચુસ્ત અમલ કરવામાં આવ્યો હતો. જેના પરિણામે આજે બપોરે 3 વાગ્યાથી ગામની તમામ દુકાનો વેપારીઓ બંધ કરી લોકડાઉનનુ પાલન કર્યું હતુ. ઉલ્લેખનીય છે કે, વડાદોર જિલ્લાના વાઘોડીયા ખાતે પણ ચાર દિવસનુ સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. જેનો સ્થાનિકો દ્વારા સુસ્તપણે અમલ કરવામાં આવ્યો છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud