• આંશિક લોકડાઉનમાં રાહત મળતા બજારોમાં વેપાર-ધંધાની ગાડી પાટા પર આવી રહીં છે.
  • દાંડીબજાર સ્થિત ખારીવાવ રોડ પર ગયેલો યુવક પરત ફરતા ચોંકી ઉઠ્યો
  • સમગ્ર મામલે રાવપુરા પોલીસ સ્ટેશનમાં અરજી કરતા પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી

WatchGujarat. શહેરના દાંડિયાબજાર વિસ્તારમાં રહેતા એક વ્યક્તિની નાની ભૂલના કારણે તેણે પોતાનું વાહન ગુમાવવાનો વારો આવ્યો છે. હાલ, આ મામલે શહેરના રાવપુરા પોલીસ સ્ટેશન માં અરજી કરવામાં આવી છે.

શહેરમાં કોરોનાનો કહેર ધીરે ધીરે નિયંત્રણમાં આવી રહ્યો હોય તેવો સરકારી આંકડાઓ પરથી અંદાજો લગાડી શકાય છે. તો બીજી તરફ વેપાર – ધંધાને આંશિક લોકડાઉનમાં રાહત આપવામાં આવતા માર્કેટ માં વેપાર ધંધાની ગાડી પાટા પર આવી રહી છે. તેવા સમયે શહેરના દાંડિયા બજાર વિસ્તારમાં રહેતા સિદ્ધાર્થ હરીશભાઈ પરદેશએ એક એવી ભૂલ કરી કે આજે તેને તેનું વાહન ગુમાવવાનો વારો આવ્યો છે.

ઘટના અંગે પ્રાપ્ત પ્રાથમિક વિગતો પ્રમાણે, સિદ્ધાર્થ પરદેશી તેના પરિજનને ત્યાં કાકા સાહેબના ટેકર પર ગયો હતો. ત્યાંથી તેના ઘરે પરત ફર્યો હતો. પોતાના ખારીવાવ વિસ્તારમાં આવેલા નિવાસ સ્થાને આવ્યો હતો. ઘરે આવ્યા બાદ તેનાથી ભૂલથી ચાવી ટુ વહીલરમાં જ રહી ગઇ હતી.

પરત બહાર જવા માટે સિદ્ધાર્થ ટુ વહીલર પાસે ગયો તો ત્યાં વાહન ન હતું. આ અંગે આસ પાસ શોધખોળ કરતા વાહનનો પત્તો લાગ્યો ન હતો. આખરે સ્થળ પર લાગેલા કેમેરામાં જોતા કોઈ વ્યક્તિ આવીને વાહનને લઈ ગયો હોવાનું સામે આવ્યું હતું. આખરે સિદ્ધાર્થે સમગ્ર મામલે રાવપુરા પોલીસ સ્ટેશનમાં અરજી કરી તપાસની માંગ કરી હતી. સીસીટીવી માં ચોર એકડમ આસાનીથી ટુ વ્હીલર લઈને નાસી જતો જોવા મળ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, વાહનમાં ચાવી રહી જવી કોઈ નવી બાબત નથી. પરંતુ વાહનમાં ચાવી રહી ગયા બાદ કેટલીક વખત જાગૃત લોકો ચાવી પરત પણ આપી દેતા હોય છે. જ્યારે આ કિસ્સામાં ચાલકની નાની ભૂલના કારણે આજે વાહન ગુમાવવાનો વારો આવ્યો છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud