• બિચ્છુ ગેંગનો એસ સમયનો મુખ્યસુત્રધાર અસ્લમ બોડિયો હતો
  • શહેરમાં લૂંટ, ખંડણી અને હત્યાના પ્રયાસ જેવા ગંભીર ગુનાઓને અંજામ આપી ચુંકી છે બિચ્છુ ગેંગ
  • બિચ્છુ ગેંગ સામે GujCTOC (Gujarat Control of Terrorism and Organised Crime act) હેઠળ કાર્યવાહી થશે કે કેમ તેવી ચર્ચા ટોક ઓફ ધ ટાઉન
  • ગત તા. 8 જાન્યુઆરીના રોજ ફતેગંજ વિસ્તારમાં વહેલી સવારે ચપ્પુની અણીએ બે શખ્સોને લૂંટી લેવાયા હતા.

બિચ્છુ ગેંગ શહેરમાં ફરી સક્રિય, ફતેગંજમાં વહેલી સવારે થયેલી બે લૂંટને અંજામ આપનાર ત્રણની ધરપકડ, GujCTOC હેઠળ કાર્યવાહી થશે ?

WatchGujarat શહેરમાં એક સમય આતંક મચાનવાર અને પોલીસને નાકે દમ લાવનાર બિચ્છુ ગેંગ છેલ્લા ઘણા સમયથી શાંત થઇ ગઇ હતી. પરંતુ ગત તા. 8 જાન્યુઆરીએ બિચ્છુ ગેંગએ ફરી એક વખત માથુ ઉંચકી વહેલી સવારે ફતેગંજ વિસ્તારમાં બે શખ્સોને ચપ્પુની અણીએ લૂંટી લીધા હતા. બનાવને પગલે ફતેગંજ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. તેવા શહેર ક્રાઇમ બ્રાન્ચે બિચ્છુ ગેંગના ત્રણ સાગરીતોને દબોચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બિચ્છુ ગેંગ સામે ભૂતકાળમાં અસંખ્ય ગુનાઓ નોંધાયેલા છે ત્યારે આવા ગુંડા તત્વો સામે GujCTOC વિરૂધની કાર્યવાહી થશે કે કેમ તે ટોક ઓફ ઘ ટાઉન બની છે.

શહેરના ફતેગંજ વિસ્તારામાં ગત તા. 8 જાન્યુઆરીના રોજ સવારે 6-20થી 6-40ના ટુંકા ગાળામાં મોપેડ પર આવેલા ત્રણ શખ્સોએ ચપ્પુની અણીએ બે યુવકોના મોબાઇલ અને રોકડ રકમ લૂંટી ફરાર થઇ ગયા હોવાનો કિસ્સો ફતેગંજ પોલીસ સ્ટેશન ખાતે નોંધાયો હતો. વહેલી સવારે લૂંટની ઘટનાને અંજામ આપનાર શખ્સોને ઝડપી પાડવા ક્રાઇમ બ્રાન્ચ પણ મેદાનમાં ઉતરી હતી. તેવામાં બિચ્છુ ગેંગના માથાભારે અતિક સબદરહુસેન મલેક, મહમદસીદીક અબ્દુલસત્તાર મન્સુરી અને ફૈઝલ હુસેન શેખની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે શાહનવાઝ ઉર્ફે ચાઇનીઝ બાબા જુલ્ફીકારઅલી સૈયદની શોધખોળ કરવામાં આવી રહીં છે.

ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડેલા ઉપરોક્ત ત્રણે શખ્સો પાસેથી લૂંટનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. આમ પોલીસે ત્રણેય શખ્સો પાસેથી કુલ રૂ. 48,850નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. લૂંટના ગુનાને અંજામ આપનાર બિચ્છુ ગેંગના માથાભારે અતિક મલેક સામે શહેરના જુદા જુદા પોલીસ સ્ટેશનમાં 15 જેટલા ગુનાઓ નોંધાયેલા છે અને બે વખત પાસાની કાર્યવાહી કરવામાં આવી છે. તેમજ ફૈઝલ શેખ સામે સીટી પોલીસ સ્ટેશન અને ક્રાઇમ બ્રાન્ચમાં ગુના નોંધાયેલા છે.

લાંબા સમય બાદ શહેરમાં ફરી એક વખત માથુ ઉંચકનાર કુખિયાત બિચ્છુ ગેંગ સામે GujCTOC (Gujarat Control of Terrorism and Organised Crime act) હેઠળ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે તેવી ચર્ચા ટોક ઓફ ઘ ટાઉન બની છે. ઉલ્લેખનીય છે કે વડોદરા સિવાય રાજ્યના અન્ય શહેરોમાં માથાભારે ગેંગ સામે પોલીસે દ્વારા GujCTOC હેઠળ કાર્યવાહી કરવામાં આવી રહીં છે. જ્યારે વડોદરામાં હજી સુધી એક પણ માથાભારે શખ્સ સામે પોલીસે GujCTOC હેઠળ કાર્યવાહી કરી નથી. ત્યારે ડિસીપ્લીન માટે જાણીતા શહેર પોલીસ કમિશનર સમશેરસિંગ કડક વલણ આપનાવે તેવી શક્યતાઓ સેવાઇ રહીં છે.

 

More #બિચ્છુ ગેંગ #Vadodara #fathegunj #robbery #crime #branch #arrest #3 of #bichcho #gang #Watchgujarat
Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud