ગોત્રી GMERS હોસ્પિટલને ડેડિકેટડ કોવિડ હોસ્પિટલ જાહેર કરવામાં આવી છે.
તૌકતે વાવઝોડાના કારણે ભારે પવન ફુંકાતા હોસ્પિટલની બિલ્ડીંગનુ કાંચનુ એલીવેશન ધડાકાભેર તૂટી નીચે પડ્યું
હોસ્પિટલમાં ફરજ બજાવતી નર્સ ઉપર કાંચુ એલિવેશન પડતા ઇજાગ્રસ્ત થઇ હતી.
કાંચનુ એલીવશન છુટ્ટુ પાડતા હોસ્પિટલમાં હાજર સ્ટાફ દોડતો થયો અને સમયસુક્તા વાપરી તાત્કાલીક દર્દીઓને અન્ય વોર્ડમાં ખસેડ્યા હતા.
હોસ્પિટલના સાતમાં મળે બનેલી આ દુર્ઘટના લાઇવ વિડિઓ
WatchGujarat. રાજ્યભરમાં કોરોનાની અતિ પરિસ્થિતિ સર્જાઇ છે. તેવામાં તૌકતે વાવાઝોડાએ સમગ્ર રાજ્યને ફરી એક વખત હચમચાવી નાખ્યું છે. વાવાઝોડાના કારણે ફુંકાતા ભારે પવન સાથે વરસાદના કારણે અનેક શહેરો અને જિલ્લાઓમાં તબાહી મચી જવા પામી છે. તેવામાં વહેલી સવારથી તૌકતે વાવાઝોડાની અસર શહેરમાં જોવા મળી રહીં છે. ત્યારે ગોત્રી GMERS હોસ્પિટલના સાતમાં માળે કાંચનુ એલિવેશન અચાનક તૂટી પડતા મોટી દુર્ઘટના બનતા ટળી હતી. હોસ્પિટલના વોર્ડની એક તરફનુ કાંચનુ એલિવેશન દર્દીના બેડ ઉપર જ પડ્યું, જ્યારે બીજી તરફનો ભાગ આંખના પલકારે તૂટી પડ્યો હતો.
https://youtu.be/Q5VjvTPMr1U
શહેરની ગોત્રી GMERS હોસ્પિટલને ડેડિકેટેડ કોવિડ હોસ્પિટલ જાહેર કરવામાં આવી છે. સયાજી હોસ્પિટલ બાદ સૌથી વધુ કોરોનાના દર્દીઓને અહીં સારવાર આપવામાં આવી રહીં છે. જેથી દર્દીઓ તેમના સગા અને ડોકટર સહિત નર્સિંગ સ્ટાફચોવીસ કલાક ખડેપગ દાખલ દર્દીઓની સારવાર કરી રહ્યાં છે. કોરોનાની આફત વચ્ચે તૌકતે વાવાઝોડાએ તબાહી મચાવી છે. ત્યારે ભારે પવનના કારણે ગોત્રી હોસ્પિટલમાં દાખલ દર્દીઓની હાલત પણ કફોડી બની છે.
તૌકતે વાવાઝોડાના કારણે વહેલી સવારથી ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે ગોત્રી હોસ્પિટલના સાતમાં માળે લાગેલુ કાંચનુન એલિવેશન પલક ઝપકતાની વારમાં તૂટી પડ્યું હતુ. આ દુર્ઘટનામાં એક નર્સ ઇજાગ્રસ્ત થઇ હતી. જોકે દુર્ઘટના સમયનો વિડિઓ સામે આવતા જોઇ શકાય છે કે, કાંચના એલિવેશનનો એક ભાગ વોર્ડની અંદરની તરફ દર્દીના ખાટલા ઉપર પડ્યો હતો. જોકે એલિવેશન દિવાલથી છુટ્ટુ પડતા હોસ્પિટલ સ્ટાફે સમયસુચકતા વાપરી તાત્કાલીક દર્દીઓને અન્ય વોર્ડમાં શીફ્ટ કરી દીધા હતા.
હજી તો હોસ્પિટલનો સ્ટાફ દર્દીઓને અન્ય વોર્ડમાં શીફ્ટ કરી રહ્યો હતો ત્યાં તો કાંચના એલિવેશનનો લટકી પડેલો ભાગ પલક ઝપકતાની સાથે તૂટી નીચે પડ્યો હતો.