GSFCના મેઇન ગેટ પાસે બ્રીજ નિચે સર્જાયો ગમખ્વાર અકસ્માત
એસ.ટી બસની આડે બાઇક આવતા બે યુવકો ગંભીર રીતે ધવાતા એકનુ ઘટના સ્થળે જ મોત
અકસ્માત સર્જાતા ગંભીર રીતે ઘવાયેલા ઇજાગ્રસ્ત યુવકને સયાજી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો
WatchGujarat એક તરફ માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહીં છે. ત્યાં છાણી નજીક GSFC મેઇન ગેટ પાસે બ્રીજ નિચે એસ.ટી બસની આડે આવેલા બાઇક સવાર બે યુવકો પૈકી એકનુ ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતુ. જ્યારે અન્ય યુવકની હાલત ગંભીર હોવાનુ જાણવા મળી રહ્યું છે. બનાવને પગલે સ્થાનિક પોલીસ વધુ તપાસ હાથ ધરી છે.
બનાવ અંગેની સ્થાનિક સુત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, દુમાડ તરફથી GSFC મેઇન ગેટ થઇ અમદાવાદ જવાના રસ્તે બ્રીજ નિચે રાત્રે 10 વાગ્યાના અરસામાં અકસ્માત સર્જાયો હતો. જેમાં એસ.ટી બસની આડે આવેલા બાઇક સવાર બે યુવકોને ગંભીર ઇજા પહોંચી હતી. અકસ્માતના આ બનાવમાં બાઇક સવાર બે યુવકો પૈકી દિપકકુમાર રામબાબુ સિંગનુ ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતુ. જ્યારે વિવેક નામના યુવકની હાલત ગંભીર હોવાથી તેને સારવાર અર્થે 108 મારફતે હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.
GSFC મેઇન ગેટ પાસે બ્રીજ નિચે સર્જાયેલા આ અકસ્માતમાં બાઇક સવાર બન્ને યુવકો દુમાડ ચોકડીથી અમદાવાદ તરફ જઇ રહ્યાં હતા. તે સમયે એસ.ટી બસની આડે આવતા અકસ્માત સર્જાયો હોવાનુ પ્રાથમિક માહિતી અનુસાર જાણવા મળી રહ્યું છે. અકસ્માતને પગલે છાણી પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.