• ગત તા. 13 માર્ચના રોજ ખોડિયાર નગર બગીચા પાસેના ફુટપાથ પરથી મહિલાની લાશ મળી આવી હતી.
  • મહિલાના માથા અને મોઢા ઉપર ઇજાના નિશાન હોવાથી પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો હતો.
  • પોલીસ તપાસમાં મહિલાનો પતી જ તેનો હત્યારો નિકળ્યો
  • હત્યા પાછળનુ કારણ ચોંકવનારૂ
  • પત્ની અવાર નવાર અન્ય પુરૂષો સબંધો રાખતી હોવાની પતિને શંકા હતી

WatchGujarat શહેરના ન્યુ વી.આઇ.પી રોડ પર આવેલા ખોડિયાર નગર પાસેથી ગત તા. 13 માર્ચના રોજ સવારે એક મહિલાની લાશ મળી આવી હતી. પોલીસે આ મામલે તપાસ કરતા મહિલાના મોઢાના ભાગે બોથળ પદાર્થ વડે હુમલો હત્યા કરાઇ હોવાનુ પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતુ. પોલીસે આ મામલે હત્યાનો ગુનો નોંધી હત્યારાની શોધખોળ હાથ ધરી હતી. જેમાં મહિલાની હત્યા તેના જ પતિ દ્વારા કરવામાં આવી હોવાનુ બહાર આવતા તેની ધરપકડ કરવામાં આવી છે.

આ બનાવની વિગત એવી છે કે, ગત તા. 13 માર્ચના રોજ ન્યુ વી.આઇ.પી રોડ ખોડિયાર નગર પાસેના બગીચા નજીક ફુટપાથ પરથી એક મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. મહિલાની ઓળખ છતી કરવા પોલીસે કવાયત શરૂ કરી હતી. જેમાં મહિલા મુળ પંચમહાલના શહેરા તાલુકાના બોરીયાવી ગામ અને હાલ ન્યુ. વી.આઇ.પી રોડ સંતોષનગરમાં રહેતી હોવાનુ જાણવા મળ્યું હતુ. પોલીસે મહિલાના મ-ત્યુ અંગે તપાસ કરતા તેની હત્યા કરાઇ હોવાનુ જાણવા મળ્યું હતુ. જેથી હત્યાનો ગુનો નોંધી પોલીસે હત્યારાની શોધખોળ હાથ ધરી હતી.

(પત્નીની હત્યા કરનાર વજેસિંગ ડાભી)

પોલીસે મૃતક મહિલા કોકીલાબેન ડાભીની હત્યા મામલે ચાર જેટલા શકમંદોની પુછપરછ કરી હતી. જેમાં છેવટે મહિલાના પતીની પોલીસે કડકાઇથી પુછપરછ કરતા તેણે પોતે જ પત્નીની હત્યા કરી હોવાનુ કબુલાત કરી હતી. પોલીસ પુછપરછ દરમિયાન કોકીલાબેનના હત્યારા પતી વજેસિંગ ડાભીએ જણાવ્યું હતુ કે, તેની પત્નીના ચારિત્ર્ય બાબતે બન્ને વચ્ચે અવાર નવર ઝગડા થતા હતા. વજેસિંગને શંકા હતી કે, તેની પત્નીના અન્ય પુરૂષો સાથે સબંધો છે. તેવામાં ગત તા. 12 માર્ચના ફરી એખ વખત બન્ને વચ્ચે ઝગડો થતાં કોકીલાબેન ઘર છોડી નિકળ્યા ગયા હતા. ત્યાર બાદ રાત્રીના 11 વાગ્યાની આસપાસ વજેસિંગે અને પત્ની કોકીલાબેન વચ્ચે ખોડિયાર નગર સ્થિત બગીચા પાસે રાત્રે 11 ફરી ઝગડો થયો હતો. જેમાં હત્યારા પતીએ પહેલા તો પત્નીનુ ગળુ દબાવ્યુ અને ત્યારબાદ રસ્તા પરનો બ્લોક (પત્થર) ઉઠાવી મોઢા ઉપર મારી મોત નિપજાવી દીધુ હતુ. પોલીસ પુછપરછ વજેસિંગએ એમ પણ જણાવ્યું કે, તેની પત્ની અવાર નવાર અન્ય પુરૂષો સાથે સબંધો રાખતી હતી. જેના કારણે બન્ને વચ્ચે ઝગડા થતાં હતા.

હરણી પોલીસે આ મામલે હત્યારા સ્ટોન કિલર પતીની અટકાયત કરી તેનો કોવિડ ટેસ્ટ કરાવતા નેગેટિવ આવતા તેની ધરપકડ કરી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud