• અશોક જૈન અને રાજુ ભટ્ટ સામે ગત તા. 19 સપ્ટેમ્બરના રોજ ગોત્રી પોલીસ સ્ટેશન ખાતે દુષકર્મની ફરીયાદ નોંધાઇ હતી.
  • ચાર્જશીટમાં 72 સાક્ષીઓ, જેમાં બુટલેગર અલ્પુ સિંધી અને તેના સાગરીત બુટલેગર કમલેશ ડાવરને પણ પોલીસે સાક્ષી બનાવ્યાં
  • પોલીસે ચાર્જશીટમાં પેન ડ્રાઇવ અને સી.ડી પણ રજૂ કરી
  • સીસીટીવી કેમેરામાં કોઇ મેમરી કાર્ડ કે ચીપ ન હોવાનો એફ.એસ.એલનો રિપોર્ટ
  • પીડિતાના પિતાને પોલીસે સાક્ષી ના બનાવ્યા
  • પોલીસ ફરીયાદ બાદ પીડિતાએ પોલીસ સમક્ષ કરેલી કબુલાત વિપરીત

WatchGujarat. વડોદરાના નિર્સગ ફ્લેટમાં પીડિતા ઉપર આચરવામાં આવેલા દુષકર્મ મામલે સમગ્ર સમગ્ર રાજ્યમાં ચકચાર મચી હતી. હાઇ પ્રોફાઇલ દુષકર્મ કેસમાં ફરીયાદ નોંધાયા બાદ આશોક જૈન અને રાજુ ભટ્ટ તથા કાનજી મોકરીયા સામે પોલીસે 100માં દિવસે એટલે કે 27 ડીસેમ્બર 2021ના રોજ કોર્ટમાં 350 કરતા વધુ પાનાની ચાર્જશીટ દાખલ કરી છે. આ ચકચારી હાઇ પ્રોફાઇલ દુષકર્મ કેસની પ્રથમ મુદ્દત આગામી 7મી જાન્યુઆરીના રોજ છે. પોલીસે કોર્ટમાં કરેલી ચાર્જશીટમાં કેટલીક મહત્વની બાબતો જાણવા જેવી છે.

ગત તા. 19 સપ્ટેમ્બર 2021ના રોજ પીડિતાએ ગોત્રી પોલીસ સ્ટેશન ખાતે નામંકિત ચાર્ટડ એકાઉન્ટન્ટ અશોક જૈન અને હેમંત ઉર્ફે રાજુ ભટ્ટ સામે દુષકર્મની ફરીયાદ નોંધાવી હતી. જેમાં પીડિતા સાથે અશોક જૈન અને રાજુ ભટ્ટ દ્વારા બળજબરી દુષકર્મ આચરવામાં આવ્યો હોવાની વિગતો સપાટી પર આવી હતી. જોકે આ મામલે પોલીસે તપાસ હાથ ધરી હતી. જેમાં કુલ 72 સાક્ષીઓના નિવેદન લેવામાં આવ્યા છે. તેમજ આ 72 સાક્ષીઓમાં અલ્પુ સિંધી, પીડિતાની માતા અને ભાઇ તથા બુટલેગર કમલેશ ડાવરને પણ સાક્ષી બનાવવામાં આવ્યાં છે.

ચાર્જશીટમાં પુરાવા રૂપે સી.ડી અને પેન ડ્રાઇવ પણ સામેલ છે. જેમાં પીડિતાના શરીર પર પહોંચેલી ઇજાના ફોટા સામેલ છે. પરંતુ આ ફોટા 20 સપ્ટેમ્બર એટલે કે, ફરીયાદ દાખલ થયાના બીજા દિવસના હોવાનુ જાણવા મળી રહ્યું છે. જે ફોટા અત્યાર સુધી વાયરલ થયા છે, તેના સિવાય અન્ય કોઇ ફોટા કે વિડિઓ પુરાવા રૂપે પોલીસ મેળવી શકી નથી. તપાસ દરમિયાન પોલીસે જપ્ત કરેલો કમેરો એફ.એસ.એલમાં મોકલવામાં આવ્યો હતો. જેના રિપોર્ટમાં કેમેરામાં કોઇ મેમરી કાર્ડ અથવા તો કોઇ ચીપ ન હોવાનુ જાણવા મળ્યું છે.

તથા પોલીસે આ સમગ્ર મામલાની તપાસ દરમિયાન કુલ 72 સાક્ષીઓના નિવેદન નોંધ્યા છે. જેમાં પીડિતાના પિતાને સાક્ષી બનાવવામાં આવ્યાં નથી. તથા એક એવી પણ બાબત ચાર્જશીટમાં સામેલ કરાઇ છે કે, પોલીસ ફરીયાદ થયા બાદ પીડિતાનુ જે નિવેદન લેવામાં આવ્યું છે તે વિપરીત છે. પોલીસ ફરીયાદ પ્રમાણે પીડિતાને રાજુ ભટ્ટ જોડે અશોક જૈને પરિચય કરાવ્યો હોવાનો ઉલ્લેખ છે. જ્યારે કે, પીડિતાએ પોલીસ સમક્ષ આપેલા નિવેદનમાં તેણીએ કબુલાત કરી છે કે, તે રાજુ ભટ્ટને અગાઉથી જ ઓળખતી હતી.

આમ આ ચકચારી હાઇ પ્રોફાઇલ કેસ ઉપર હવે સૌ કોઇની નજર છે. આગામી 7મી જાન્યુઆરીના રોજ આ કેસની પહેલી મુદત છે. જેથી કોર્ટ દ્વારા જામીન પર છુટેલા અશોક જૈન અને કાનજી મોકરીયને કોર્ટમાં હાજર રહેવા સમન્સ પાઠવશે, જ્યારે સેન્ટ્રલ જેલમાં રહેલા રાજુ ભટ્ટને પણ કોર્ટમાં લઇ આવવામાં આવશે.

Facebook Comments Box

Videos

Our Partners