• સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં રાજ્યમાં કોરોના દર્દીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો નોંધાયો
  • કોરોના દર્દીઓની સંખ્યા એકા એક વધતા તંત્રમાં દોડધામ મચી
  • અમદાવાદ, સુરત બાદ વડોદરામાં બાગ-બગીચા બાદ ટ્યુશન ક્લાસ બંધ
  • વડોદરામાં 2200 દર્દીઓ સારવાર હેઠળ હોસ્પિટલમાં 4500નો બેડની સુવિધા – OSD વિનોદ રાવ

WatchGujarat. રાજ્યમાં થોડા સમય પહેલા યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં દરમિયાન રેલીઓ, સભાઓ અને જાહેર સ્થળે મોટી સંખ્યમાં લોકો એકત્ર થયા હોવાના અનેકો કિસ્સાઓ આપણે નજરે જોયા છે. ચૂંટણી દરમિયાન કેટલાક મોટા ગજાના નેતાઓ પણ કોરોના સંક્રમિત થયા હતા. જેમાં રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીનો પણ સમાવશે થયા છે. કોરોના સંક્રમિત થયા બાદ ટુંક જ સમયમાં સાજા થઇ મુખ્યમંત્રી પ્રચાર પ્રસારમાં લાગી ગયા હતા. જોકે ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પરિણામો પણ જાહેર થઇ ગયા. જેમાં ભારતીય જનતા પાર્ટીએ બહુમત હાસીલ કરી છે તે આપણે જોયુ છે. આ સમય દરમિયાન કોરોના કોઇને યાદ સુદ્ધા ન આવ્યો પરંતુ ચૂંટણી પ્રક્રિયા અને પરિણામો જાહેરા થયા બાદ એકા એક રાજ્યમાં કોરોનાનો જાણે વિસ્ફોટ થયો હોય તેવી પરિસ્થિતિનુ નિર્માણ થવા પામ્યુ છે.

વર્ષ 2020 એપ્રિલ મહિનામાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોનાની વકરી રહેલી પરિસ્થિતિને ધ્યાનમાં રાખી સમગ્ર દેશમાં લોકડાઉન જાહેરા કરી દીધુ હતુ. આ સમયે કોરોના વિશ્વના તમામ દેશો માટે એક નવો વાયરસ હતો. જેની કોઇને જાણ નહોતી. કોરોના વાયરસથી બચવા માટે ફેસ માસ્ક, સમયસર સેનિટાઇસિંઝ એક માત્ર નિવારણ હતુ. થોડા સમય બાદ ભારતે કોરોનાની વેક્સિન પણ શોધી કાઢી, જેનો સમગ્ર વિશ્વ લાભ લઇ રહ્યો છે. છતાંય કોરોનાનો અંત આવ્યો હોય તેવો એક પણ અણસાર દેખાતો નથી.

આવી પરિસ્થિતિ વચ્ચે  થોડા સમય પૂર્વે રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાઇ જેમાં રાજકીયા પાર્ટીઓ દ્વારા જંગી રેલીઓ અને સભાઓ યોજવામાં આવી હતી. આ રેલીઓ અને સભાઓમાં તમારા મારા જેવા અનેક લોકો બેફીકર થઇ શામેલ થયા હતા. ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થઇ ભાજપે પૂર્ણ બહુમત હાસીલ કરી છે તેના આપણે સૌ કોઇ વાકેફ છીએ. ત્યારે ફરી એક વખત એપ્રિલ 2020ના દિવસો યાદ અપવાતી ઘટનાનુ પુનઃ નિર્મણ થઇ રહ્યું છે.

વર્ષ 2020માં કોરોના પણ નિયંત્રણ મેળવવા માટે રાજ્ય સરકારે OSD ડો. વિનોદ રાવને વડોદરા મોકલ્યાં હતા. કેટલીક હદે ડો. વિનોદ રાવની સ્ટ્રેટજી અને તેમના નિર્ણયો ફળદાયક નિવળ્યાં હતા. પરંતુ એક વર્ષ બાદ શહેરમાં કોરોનાની પરિસ્થિતનુ પુર્ણવર્તન થતું જોવા મળ્યું રહ્યું છે.

અમદાવાદ અને સુરત બાદ વડોદરામાં કોરોનાની પરિસ્થિતિ વણસી છે તેવું ખુદ OSD ડો. વિનોદ રાવ માની રહ્યાં છે. જેના પરિણામે બાગ-બગીચા બાદ શહેરના તમામ ટ્યુશન ક્લાસીસ તાત્કાલીક ધોરણે બંધ કરી દેવામાં આદેશ કરવામાં આવ્યો છે. ડો. વિનોદ રાવ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, શહેરમાં હાલ 2200 દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે તંત્ર દ્વારા તમામ હોસ્પિટલમાં 4500 બેડની સુવિધા ઉપલ્બધ કરવામાં આવી છે. જેથી કહીં શકાય કે હજી 30% દેટલા બેડ ખાલી છે. તેમણે માહિતી આપતા એમ જણાવ્યું છે કે, વડોદરામાં કોરોના કેસોની સંખ્યા ઝડપથી વધી રહીં છે, જેથી શહેરજનોને કોવિડની સરકારી ગાઇડલાઇનનો ચુસ્ત અમલ કરવા માટે અપીલ કરી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud