• સ્ટાર ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના સંચાલક દંપતિ સહિત ત્રણ મળતીયાઓ સામે રૂ. 1 કરોડ 98 લાખની છેતરપીંડી મામલો કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો.
  • વિદેશ પ્રવાસ માટે ટુરિસ્ટ વિઝાના નામે અસંખ્ય લોકો સાથે કરોડો રૂપિયાની છેતરપીંડી કરી ઓફિસને તાળા મારી દીધી હતા
  • 3 વર્ષથી ફરાર ઠક્કર દંપતિની આખરે કારેલીબાગ પોલીસે ધરપકડ કરી
  • ઠક્કર દંપતિનુ એક જ રટણ “અમારી પાસે આટલા રૂપિયા હોત તો શુ આવુ કામ કરતા હોત ?”
  • વર્ષ 2018માં સ્ટાર ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ સામે ભરૂચ ડીવીઝનમાં પણ છેતરપીંડીનો ગુનો નોંધાયો હતો.

WatchGujarat શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલી નાંમકિત સ્ટાર ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના સંચાલકે ટુરિસ્ટ વિઝાના નામે અસંખ્યા લોકો પાસેથી કરોડો રૂપિયા પડાવી લીધા હતા. કરોડોનુ ફુલેકુ ફેરવી સંચાલક ઠક્કર દંપતિ ઓફીસને તાળા મારી ફરાર થઇ જતા રૂ. 1.98 લાખ ઉપરાંતની રકમની કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઇ હતી. વર્ષ 2018માં ફરાર થઇ ગયેલા ઠક્કર દંપતિને આખરે પોલીસે અમદાવાદથી શોધી કાઢી તેમની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલા પુલીન ઠક્કર અને તેમના પત્ની બિન્દ્ર ઠક્કર સ્ટાર ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ નામની ઓફિસ ચલાવતા હતા. જેમાં વિદેશ પ્રવાસે જવા ઇચ્છુકોને તેઓ ટુરિસ્ટ વીઝા અપાવવાની કામગીરી કરતા હતા. તેવામાં વર્ષ 2018માં ઠક્કર દંપતિએ જુદા જુદા લોકો પાસેથી રૂ. 1,98, 98,317નુ ફુલેકુ ફેરવી ઓફીસને તાળા મારી ફરાર થઇ ગયા હતા. વીઝા તો ઠીક રૂપિયા પણ પરત ન મળતા સ્ટાર ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના સંચાલક દંપતિ સહિત પાંચ લોકો સામે કારેલાગ પોલીસ સ્ટેશનમાં છેરપીંડી ફરીયાદ નોંધાઇ હતી.

સ્ટાર ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના સંચાલક સહિત અન્ય લોકો સામે છેતરપીંડીનો ગુનો નોંધાતા ઠક્કર દંપતિ ફરાર થઇ ગયુ હતુ. પોલીસે આ મામલે અગાઉ ત્રણ લોકોની ધરપકડ કરી હતી. જ્યારે ઠક્કર દંપતિનો કોઇ પત્તો લાગ્યો ન હતો. છેલ્લા ત્રણ વર્ષથી સ્ટાર ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના દંપતિની શોધખોળ કરતી પોલીસને આખરે સફળતા મળતા અમદાવાદાના નારણપુરા વિસ્તારમાંથી પુલિન ઠક્કર અને તેમના પત્ની બિન્દ્રા ઠક્કરની ધરપકડ કરવામાં આવી હતી.

આ અંગે કારેલીબાગ પોલીસ સ્ટેશનના ઇન્સપેકટર આર.એ જાડેજાએ માહિતી આપતા જણાવ્યું કે, સ્ટાર ટુર્સ એન્ટ ટ્રાવેલ્સના સંચાલક દંપતિની અમદાવાદથી ધરપકડ કરવામાં આવી છે. જેઓ છેલ્લા ત્રણ વર્ષથી શ્રી ઓમપ્રકાશ ફુડ ટીફીન સર્વીસનુ કામ કરતા હતા. હાલ તેઓના કોરોના ટેસ્ટ કરવાની કામગીરી હાથ ધરી રિમાન્ડ અંગેની તજવીજ હાથ ધરી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud