• લક્ષ્મીપુરા વિસ્તારમાં રહેતી 19 વર્ષીય યુવતિ કબડ્ડી પ્લેયર હતી
  • ગુરૂવારે સવારે પોતાના ઘરમાં જ દુપટ્ટા વડે યુવતિએ ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો
  • યુવતિના આપઘાત મામલે પોલીસે જરૂરી નમૂના લઇ તપાસ હાથ ધરી

WatchGujarat. શહેરના લક્ષ્મીપુરા વિસ્તારમાં રહેતી અને રાજ્ય કક્ષાએ કબડ્ડી રમતી 19 વર્ષીય યુવતિએ પોતાના જ ઘરમાં ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. યુવતિએ આપઘાત કરતા અનેક શંકા-કુશંકાઓ ઉભી થઇ હતી. જેથી લક્ષ્મીપુરા પોલીસે આ મામલે તપાસનો દોર શરૂ કર્યો છે. કબડ્ડી પ્લેયર યુવતિનો આ રીતે જીવનનો અંત લાવવા પાછળ પોલીસ તપાસમાં ચોંકવનારૂ કારણ સામે આવે તેવી પુરેપુરી શક્યતાઓ સેવાઇ રહીં છે.

બનાવ અંગેની મળતી પ્રાથમિક વિગત એનુસાર, શહેરના લક્ષ્મીપુરા વિસ્તારમાં રહેતી 19 વર્ષીય યુવતિ છેલ્લા ઘણા સમયથી કબડ્ડી રમતી હતી. જોકે અચાનક તેણીએ પોતાના જ ઘરમાં દુપટ્ટા વડે ગળે ફાંસો ખાઇ જીવન ટુંકાવી લીધુ હતુ. ઘટનાની જાણ પિતાને થતાં તેઓએ દિકરને બચાવવા માટે તાત્કાલીક 108માં ગોત્રી હોસ્પિટલ ખાતે લઇ ગયા હતા. જોકે ફરજ પરના તબીબો દ્વારા તપાસ કરતા યુવતિને મૃત જાહેર કરવામાં આવી હતી. દિકરીના મોતની જાણ થતાં પરિવાર ઉપર આભ તુટી પડ્યું હતુ.

બનાવની જાણ લક્ષ્મીપુરા પોલીસને થતાં પોલીસે યુવતિના આપઘાત મામલે તપાસ હાથ ધરી છે. જોકે આ બનાવમાં યુવતિ સાથે અજુકતુ બન્યુ હોવાનુ ચર્ચાઇ રહ્યું છે. પરંતુ આ મામલે હજી સુધી પોલીસ દ્વારા કોઇ સ્પષ્ટતા કરવામાં આવી નથી, જોકે પોલીસ તપાસમાં યુવતિના આપઘાત મામલે ચોંકવનારૂ કારણ બહાર આવે તો નવાઇ નહીં. બનાવની ગંભીરતાને જોતા પોલીસે મૃતદેહના જરૂરી નમૂના લઇ તપાસ અર્થે મોકલી આપ્યાં હોવાનુ જાણવા મળી રહ્યું છે. 19 વર્ષીય માસુમ યુવતિ સાથે બનેલી આ ઘટનાની તલસ્પર્શી તપાસમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ જોડાયા છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud