પરણીતાના ફોટાનો ઉપયોગ કરી ફેક એકાઉન્ટ બનાવ્યું
મોબાઇલ રોમીયોએ પરણીતાને મેસેજ કરી બીભત્સ માંગણીઓ કરવાનુ શરૂ કર્યું
પરણીતાએ એકાઉન્ટ બ્લોક કરતા બીજા એકાઉન્ટથી તેના પરિવારજનોને હેરાન કરવાનુ શરૂ કર્યું
[caption id="attachment_13618" align="aligncenter" width="960"] (મોબાઈલ રોમિયો વૈભવ જગદીશરાવ તોડકર, અમદાવાદના નવા નરોડાનો રહેવાસી)[/caption]
વડોદરા. સોશિયલ મીડિયાનો વપરાશ આજના યુગમાં યુવા પેઢીથી લઇને વડીલો પણ કરી રહ્યાં છે. સોશિયલ મીડિયા અને તેની એપ્લીકેશનો દુર રહેતા મિત્રો, પરિવારજનો સાથે સંપર્કમાં રહેવાનુ એક સહેલુ માધ્યમ છે. જેનો કેટલાક લોકો સદઉપયોગ કરી રહ્યાં છે. પરંતુ કેટલાક લોકો તેનો ગેરફાયદો ઉઠાવતા હોવાના અનેક કિસ્સાઓ આપણે જોયા અને સાંભળ્યાં પણ હશે. સોશિયલ મીડિયા યુઝર્સ આજના સમયે નિયમીત પોતાના ફોટા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરી રહ્યાં છે. જે કેટલીક હદે જોખમી સાબીત થઇ રહ્યા છે અને ખાસ કરીને મહિલાઓ અને યુવતિઓ તેનો શિકાર બની રહીં છે. તેવામાં સોશિયલ મીડિયા યુઝર્સ માટે લાલ બત્તી સમાન એક કિસ્સો વડોદરા શહેર નજીક આવેલા સેવાસી ગામે બન્યો હતો.
સેવાસી ગામમાં રહેતા પુજાબેન (નામ બદલ્યું છે) પરણીત છે અને પોતાના પરિવાર સાથે રહે છે. પુજાબેન સોશિયલ મીડિયા પર પોતાનુ ઇનસ્ટાગ્રામ એકાઉન્ટ ધરાવે છે. છેલ્લા ઘણા સમયથી અજાણ્યા શખ્સ દ્વારા પુજાબેનને મેસેજ મોકલી બીભત્સ માંગણીઓ કરી રહ્યો હતો. તદઉપરાંત આ શખ્સે મહિલાના ફોટાનો ઉપ્યોગ કરી જુદા જુદા કેફ એકાઉન્ટ બનાવી દીધા હતા. જે અંગેની મહિલાને જાણ થતાં તેમણે તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આ મામલે ફરીયાદ નોંધાવી હતી.
તાલુકા પોલીસ મથકે નોંધાયેલ ફરિયાદ પ્રમાણે સોશિયલ મીડિયાની ઇન્સ્ટાગ્રામ એપ્લિકેશ ઉપર NICK7_53 નામનું એકાઉન્ટ ધરાવતી વ્યક્તિએ તેઓના એકાઉન્ટ અને ફોટાનો ઉપયોગ કરી WOUNDERLUST_ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવી બીભત્સ લખાણ લખી મેસેજ મોકલવાનું ચાલુ કર્યું હતું. પરિણીતાએ કોઈ રીપ્લાય ન આપતા અજાણ્યા મોબાઈલ રોમિયોએ વધુ ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું.
આ ઉપરાંત અજાણ્યા યુવાને પુજાબેનનાં ફોટોનો ઉપયોગ કરી X8890890થી ફેક એકાઉન્ટ બનાવી અને તે એકાઉન્ટનાં માધ્યમથી ફરી વખત પુજાબેનની સાથે બીભત્સ રીતે વાતચીત શરૂ કરી હતી. અને તેમની પાસે નગ્ન ફોટોની માંગણી કરી હતી. દરમિયાન પરણીતાએ રોમિયોનું એકાઉન્ટ બ્લોક કરી દીધું હતું. પોતાનું એકાઉન્ટ બ્લોક કર્યા બાદ મોબાઈલ રોમિયોએ અન્ય બીજા એકાઉન્ટથી હેરાન પરેશાન કરવાનું શરૂ કર્યું હતું.
મોબાઇલ રોમિયોએ પરણીતા ઉપરાંત તેના પરિવારને પણ હેરાન કરવાનું શરૂ કરતાં તેઓએ તાલુકા પોલીસ સ્ટેશનમાં ઉપરોક્ત બાબતે ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે તાલુકા પોલીસે મોબાઈલ તેમજ સર્વેલન્સ ટીમની મદદથી મોબાઈલ રોમિયો વૈભવ જગદીશરાવ તોડકર,રહે.બી-21 કેશવ પાર્ક સોસાયટી, નવા નરોડા અમદાવાદ ની ધરપકડ કરી છે. 21 વર્ષીય વૈભવ તોડકર જમીન દલાલી નો વ્યવસાય કરતો હોવાનુ પોલીસની પ્રથામિક તપાસમાં જાણવા મળ્યું હતુ.