• સીઆઇડી ક્રાઇમની સીઆઈસેલની ટીમે ભરી બપોરે સીટી પોલીસ સ્ટેશન સામેની સુપર સેલની દુકાનમાં દરોડા પાડ્યા
  • પોલીસે રૂ, 59.28 લાખના ડુપ્લીકેટ સૂઝ કબ્જે કરી દુકાન માલિકની ધરપકડ કરી
  • દિવાળી પેહલા બનાવટી વસ્તુઓ વેંચતા વેપારીઓને ત્યાં પોલીસના ધામા

વડોદરા. તહેવારોની સીઝન ચાલુ થઇ છે, ત્યારે બ્રાન્ડેડ કંપનીના નામે નકલી વસ્તુઓ વેંચતા વેપારીઓ સામે પોલીસે લાલ આંખ કરી છે. એક તરફ વિધાનસભા પેટચૂંટણીના બંદોબસ્તમાં પોલીસ વ્યસ્ત હતી. ત્યારે બીજી તરફ પાણીગેટ માંડવી રોડ પર આવેલી સુપર સેલ નામની દુકાન અને ગોડાઉનમાં ગાંધીનગર CID ક્રાઇમની સીઆઇસેલની ટીમે દરોડા પાડી બ્રાન્ડેડ કંપીનાના નામે ડુપ્લીકેટ શૂઝ વેચાણનું કૌભાંડ ઝડપી પાડ્યું હતું. પોલીસે અંદાજે રૂ. 59 લાખનો ડુપ્લીકેટ શૂઝનો જથ્થો જપ્ત કરી વેપારી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ગાંધીનગર CID ક્રાઇમની સીઆઈ સેલની ટીમને બાતમી મળી હતી કે, વડોદરાના માંડવી પાણીગેટ રોડ ઉપર સીટી પોલીસ સ્ટેશનની નજીક આવેલી સુપર સેલની દુકાનમાં અને ગોડાઉનમાં બ્રાન્ડેડ કંપનીના ડુપ્લીકેટ શૂઝનું મોટાપાયે વેચાણ કરવામાં આવી રહ્યું છે. જેથી સીઆઇડી ક્રાઇમની ટીમે સિટી પોલીસ સ્ટેશનના કર્મીઓને સાથે રાખી મંગળવારે બોપોરે સુપર સેલની દુકાન અને ગોડાઉનમાં દરોડો પાડ્યો હતો. આ ઉપરાંત મંગળબજારમાં આવેલી અન્ય બે દુકાનોમાં પણ તપાસ શરૂ કરી હતી. પોલીસે દુકાન અને ગોડાઉનમાંથી નાઈકી, અંડર આર્મર, એસિક્સ, એડિડાસ અને પુમા કંપનીના રૂ,59.28 લાખ ડુપ્લીકેટ શૂઝનો જથ્થો કબ્જે કર્યો હતો.

CID ક્રાઇમ સીઆઈ સેલના ઇન્સ્પેકટર જે. એસ, કંડોરીયાએ  જણાવ્યું હતું કે, દુકાનના વેપારીની પુછપરછ હાથ ધરતા તેણે પોતાનું નામ મોહંમદ સલીમ અબ્દુલગની મેમન (રહે, મેમન કોલોની, આજવા રોડ)જણાવ્યું હતું. અને આ ડુપ્લીકેટ શૂઝનું વેચાણ તે હોલસેલમાં તેમજ રીટેયલર તરીકે કરતો હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું.  ઉપરાંત સલીમની ઊંડી પુછપરછ કરતા તે આ ડુપ્લીકેટ સુઝનો જથ્થો દિલ્હી ખાતે થી લઈને આવતો હોય અને વડોદરામાં વેચાણ કરતો હોવાનું કબલ્યું હતું, પોલીસે રૂ,59.19 લાખના ડુપ્લીકેટ સૂઝ, 1મોબાઈલ અને 4030 રોકડ મળી કુલ રૂ,59.28 લાખનો મુદ્દામાલ કબ્જે કરી સલિમની ધરપકડ કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં પોલીસે રાજમહેલ રોડ ઉપર પણ ચાર વેપારીઓને ત્યાં દરોડા પાડી ડુપ્લીકેટ મોબાઈલ એસેસરીઝનો જથ્થો કબ્જે કર્યો હતો.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud