• ગત રાત્રે શહેરના ખોડીયાર નગર વૈકુંઠ-2 પાસેથી એક મહિલાની લાશ મળી હતી.
  • પોલીસે તપાસ કરતા મહિલા ગોત્રી હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતી હોવાનુ બહાર આવ્યું હતુ
  • પોલીસે હત્યારા પતિની અટકાયત કરી પુછતાછ હાથ ધરતા હત્યાનુ ચોંકાવનારૂ કારણ બહાર આવ્યું હતુ.

#Vadodara - શિક્ષક જયેશ પટેલે પત્નીની શા માટે હત્યા કરી હતી, જાણો

WatchGujarat. Vadodara – સંસ્કારી જીવનમાં દંપતિ વચ્ચે અનેક વખત કોઇને કોઇ બાબતે સામાન્ય બોલાચાલી અને ઝગડા થતા હોય છે. પરંતુ આ ઝગડામાં જ્યારે કોઇએ વ્યક્તિને બીજા પર શંકા ઉપજે તેનુ પરિણામ આવુ આવશે તેવી કોઇએ કલ્પના પણ નહીં કરી હોય. જોકે આવી જ એક ઘટના વડોદરા શહેરના ખોડીયાર નગર વૈકુંઠ-2 પાસે ગત રોજ બની હતી. જેમાં પતિએ પત્નીની હત્યા કરી લાશને રસ્તાની બાજૂમાં ફેંકી દીધા હોવાનુ સામે આવ્યું છે.

શહેરના આજવા રોડ સ્થિત કમલાનગર અમરદિપ હોમ્સમાં રહેતા જયેશકુમાર રમેશભાઇ પટેલ તેમના પત્ની શિલ્પાબહેન અને બે સંતાનો સાથે રહે છે. જયેશ પટેલ આણંદ ખાતે શિક્ષક તરીકે નોકરી કરે છે. અને તેમના પત્ની શિલ્પાબહેન હાલ ગોત્રી હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતા હતા. છેલ્લા કેટલાક સમયથી જયેશ પટેલ અને તેમની પત્ની વચ્ચે નાના મોટી બાબતે ઝગડો થતો હતો. એક સમયે તો જયેશ પટેલે તેની પત્નીને માર પણ માર્યો હતો.

તેવામાં ગત રોજ જયેશ પટેલે તેની પત્ની શિલ્પાબહેનના માથામાં બોથળ પદાર્થ વડે હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધી હતી. પત્નીની હત્યા કર્યા બાદ લાશને ખોડીયાર નગર વૈકુંઠ-2 પાસે ફેંકી દીધી હતી. જોકે રસ્તા પરથી પસાર થતા લોકોની એકા એક નજર લોહીમાં લથબથ પડેલી મહિલા અને એક્ટિવા પર પડી હતી. જેથી આ મામલે પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે સ્થળ પર પહોંચી તપાસ કરતા મહિલા મૃત અવસ્થામાં હોવાનુ જાણવા મળ્યું હતુ. જેથી પોલીસે તપાસનો દોર શરૂ કરતા હત્યારા પતિ જયેશ પટેલને દબોચી લીધો હતો. #Vadodara

#Vadodara - શિક્ષક જયેશ પટેલે પત્નીની શા માટે હત્યા કરી હતી, જાણો

પોલીસે આ મામલે હત્યારા જયેશ પટેલની પુછતાછ હાથ ધરતા, શિલ્પાબહેન તેની ઉપર શંકા રાખતી હોવાના કારણે તેણે આ પગલુ ભર્યું હોવાનુ પોલીસ સૂત્રોએ જણાવ્યું હતુ. જોકે હાલ આ મામલે પોલીસ દ્વારા જયેશ પટેલની કડકાઇથી પુછપરછ કરી સમગ્ર ઘટનાને કંઇ રીતે અંજામ આપવામાં આવ્યો તે દિશામાં પુછતાછ કરવામાં આવી રહીં છે.

 

 

 

More #Teacher #Jayesh patel #Nurse #Wife #Murder #Vadodara News

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud