• વડોદરાના છાણી વિસ્તારમાં રહેતો યુવાન ફેસબુક પર ખંભાત કી શાન નામથી પેજ ચલાવે છે.
  • હાલ ચાલી રહેલા ખેડૂત આંદોલન મુદ્દે યુવાને PM MODI ને આડકતરી રીતે ધમકીઓ આપતી પોસ્ટ લખી
  • ખંભાત પોલીસને આ બાબતની જાણ થતા શૈલેષ પરમારની ધરપકડ કરાઇ

વડોદરાના યુવાને ખેડૂત આંદોલનને લઇ સોશિયલ મીડિયામાં 8 પોસ્ટ લખતા થઇ ધરપકડ, જાણો PM MODI ને શુ ધમકી આપી

WatchGujarat. સોશિયલ મીડિયામાં કોઇના પણ વિશે વિચાર્યા વિના કંઇ પણ લખવુ એ હવે એક પેટર્ન બની ગઇ છે. મન ફાવે તેવી ટીપ્પણીઓ કરવી અથવા તો આડકતરી રીતે ધમકી આપવી એ પણ પેટર્ન બની ગઇ છે. કેટલાક લોકો સોશિયલ મીડિયા પર ગમે તે નામે પેજ બનાવી તેનો કેટલીક હદે દુરઉપયોગ કરતા હોય તેવા અનેક કિસ્સાઓ બન્યાં છે. ત્યારે હાલ ખેડૂતોના ચાલી રહેલા આંદોલન મુદ્દે વડોદરાના એક યુવાને એવી જ હરકત કરતા પોલીસે તેની ધરપકડ કરી હતી. #PM MODI

શહેરના છાણી જકાત નાકા પાસે આવેલા મારૂતિ ટાઉનશીપમાં રહેતો શૈલેષ પરમાર “ખંભાત કી શાન” નામુન ફેસબુક પેજ ચલાવે છે. હાલ ચાલી રહેલા ખેડૂત આંદોલનને ધ્યાનમાં રાખી શૈલે। પરમાર ઉપરોક્ત નામના ફેસબુક પેજ પર દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આડકતરી રીતે ધમકીઓ આપતી 8 જેટલી જુદી જુદી પોસ્ટ મૂકી હતી. એટલુ જ નહીં તેણે વોટ્સઅપ ઉપર પણ આ પોસ્ટ મુકી હતી. દરમિયાન આ બાબત પોલીસના ધ્યાને આવતા રાષ્ટ્રીય એક્તાને તેમજ રાજ્ય વિરૂદ્ધ અને જાહેર શાંતિ જોખમાય તેવી પોસ્ટ ફેસબુક અને વોટ્સઅપ ઉપર મુકનાર શૈલેષને ઝડપી લેવામાં આવ્યો હતો.

ગત તા. 2 નવેમ્બરના રોજ શૈલેષ પરમારે તેના ફેસબુક અને વોટ્સઅપ પર આ 8 પોસ્ટ મૂકી હતી.

  • મોદી જી થોડુ સાંભળજો, તમારા જે બોડી ગાર્ડ છે તે ખેડૂત ના છોકરાઓ છે, ગોળી તમારા ભેજામાં મારીને તાબડતોડ નિર્ણય ના કરી નાખી.
  • મોદી આ ભગતસિંહની ઓલાદ છે, તેમને ઉગાડતા આવડે છે તો ઉખાડતા પણ આવડે છે.
  • હિન્દુ ખેડૂતો ખતરામાં છે, ક્યાં મરી ગયો છો ક્યાં મરી ગયો છો, નકલી, ઢોંગી હિન્દુ સંગઠનો
  • કોમેન્ટ કરો તો દારૂ પીને કરજો, કારણ કે 56 ઇંચ છાતી ત્યારેજ ફુલે છે.
  • મંદિર જવાથી ભલૂ થતુ હોત તો, યોગી આદિત્યનાથ મંદિર છોડીને સાંસદમાં ના આવતો
  • કભી પંજાબની હિલાઇથી ગોરો કી સરકાર આજ પંજાબને હિલાદી ચોરો કી સરકાર
  • કલ મુસલમાન નિકલે થે આજ કિશાન નિકલે હૈ ઓર કલ નૌજવાન નિકલેંગે આખીર એક એક કર કે ક્યું નિકલતે હો એક સાથ પુરે હિન્દુસ્તાની ક્યું નહીં નિકલતે…..
  • સારે કિશાન રાજનીતી કર રહે હૈ કેવલ નરેન્દ્ર મોદી ખેતી કર રહે હૈ
More #Farmer protest #Facebook comment #PM Modi #Vadodara News
Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud