માંજલપુર પોલીસ સ્ટેશનમાં હર્ષિલ લિમ્બાચીયા સામે થોડા દિવસો પહેલા જ રાયોટીંગનો ગુનો નોંધાયો હતો.
સરકારી નોકરી અપાવવાના બહાને ગાંધીનગરના 6થી 7 યુવકો પાસેથી રૂ. 45 લાખ પડાવી લીધા હોવાનો હર્ષિલ સામે આક્ષેપ કરાયો હતો.
હર્ષિલની કારમાંથી પોલીસની બે ટોપી અને પોલીસ લખેલી પ્લેટ પણ મળી આવી હતી
માંજલપુર પોલીસ સ્ટેશનને હર્ષિલ પોતાનુ બીજુ ઘર માની બેઠો છે.
વડોદરા. માંજલપુર પોલીસ સ્ટેશનને પોતાનુ બીજુ ઘર સમજી બેઠેલા હર્ષિલ લિમ્બાચીયાનુ વધુ એક કરસ્તાન સામે આવ્યુ છે. માંજલપુર પોલીસને પેટ્રોલીંગ દરમિયાન શંકાસ્પદ કાર પસાર થતી જોવા મળતા તેને રોકી તપાસ કરવામાં આવી હતી. પોલીસને કારમાંથી પોલીસ અધિકારીની બે કેપ અને પોલીસ લખેલી પ્લેટ મળી આવી હતી. જોકે આ કારમાં સવાર હર્ષિલ લિમ્બાચીયા જે પોલીસ અધિકારી ના હોવા છતાં પોતાની કારમાં પોલીસની કેપ અને પ્લેટ લગાવી ફરી રહ્યો હતો. જેથી પોલીસે આ મામલે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
શહેરના કલાલી વિસ્તારમાં રહેતા હર્ષિલ લિમ્બાચીયા સામે થોડા દિવસો પહેલા જ માંજલપુર પોલીસ સ્ટેશનમાં રાયોટીંગનો ગુનો નોંધાયો હતો. જેમાં હર્ષિલે સરકારી નોકરી અપાવવાના બહાને 6થી 7 યુવકો પાસેથી રૂ. 45 લાખ જેટલી રકમ પડાવી લીધી હતી. જોકે યુવકોને નોકરી તો ના મળી પણ આપેલા રૂપિયા પરત માંગવા જતા હર્ષિલ અને તેની ટોળકીએ યુવકોને ઢોર માર મારી તેમને ગાડી પણ તોડી નાખી હતી. જેથી મામલે માંજલપુર પોલીસ સ્ટેશને પહોંચતા પોલીસે હર્ષિલની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
દરમિયાન ગત રોજ દિવાળીના તહેવાર નિમીતે કોઇ અનબનાવ ના બને તે માટે માંજલપુર પોલીસ વિસ્તારમાં પેટ્રોલીંગ કરી હતી. તેવામાં વડસર બ્રીજ પાસે એક શંકાસ્પદ કાર જોવા મળતા પોલીસે તેની અટકાવી હતી. કારમાં તપાસ કરતા ડેસ્ક બોર્ડ ઉપરથી અંગ્રેજીમાં ગુજરાત પોલીસના સીમ્બોલવાળી જી.પી.એસ લખેલી તથા અશોક સ્થંભ લગાડેલી બ્લ્યુ બેરેટ કેપ તથા ભુરા રંગની કેપ જેના ઉપર ગુજરાત પોલીસના સીમ્બોલ વાળી કેપ મળી આવી હતી. તદઉપરાંત પોલીસને કારમાંથી અંગેર્જીમાં POLICE લખેલુ બ્લ્યુ અને લાલ રંગનુ બોર્ડ મળી આવ્યું હતુ. જેથી આ અંગે કાર ચાલક હર્ષિલની પોલીસ પુછતાછ કરતા તેને ઉડાવ જવાબો આપવાનુ શરૂ કર્યું હતુ.
ગુનાહિત ઇતિહાસ ધરાવતો હર્ષિલ લિમ્બાચીયા પોતે પોલીસ ના હોવા છતાં કારમાં પોલીસની કેપ અને પ્લેટ લગાડીને ફરતો હોવાથી તેની સામે કાર્યાવાહી હાથ ધરવામાં આવી હતી. માંજલપુર પોલીસે આ મામલે ગુનો નોંધી હર્ષિલની ધરપકડ કરી કાર જપ્ત કરી હતી.
જોકે મહત્વની બાબત તો એ છે કે હર્ષિલની કારમાંથી મળી આવેલી પોલીસ અધિકારીઓ પહેરે તેવી બે કેપ કોની છે ? હર્ષિલ અનેક પોલીસ અધિકારીઓ સાથે ઘરોબો ધરાવતો હોવાની વાત જગજાહેર છે અને માંજલપુર પોલીસ સ્ટેશનને તો તે પોતાનુ બીજુ ઘર માની બેઠો છે. ત્યારે શહેર પોલીસના કયા અધિકારી ગુનાહિત ઇતિહાસ ધરાવતા હર્ષિલની મોંઘી દાટ કારનો ઉપ્યોગ કરે છે. કે પછી રોફ ઝાડવા માટે હર્ષિલ પોતાની કારમાં પોલીસની કેપ અને પ્લેટ લગાડી ફરતો હતો ? જો આ મામલે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે તો અનેક પોલીસ કર્મીઓના નામ બહાર આવી શકે છે.
- માંજલપુર પોલીસ સ્ટેશનમાં હર્ષિલ લિમ્બાચીયા સામે થોડા દિવસો પહેલા જ રાયોટીંગનો ગુનો નોંધાયો હતો.
- સરકારી નોકરી અપાવવાના બહાને ગાંધીનગરના 6થી 7 યુવકો પાસેથી રૂ. 45 લાખ પડાવી લીધા હોવાનો હર્ષિલ સામે આક્ષેપ કરાયો હતો.
- હર્ષિલની કારમાંથી પોલીસની બે ટોપી અને પોલીસ લખેલી પ્લેટ પણ મળી આવી હતી
- માંજલપુર પોલીસ સ્ટેશનને હર્ષિલ પોતાનુ બીજુ ઘર માની બેઠો છે.