શહેરના બે પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયેલા દારૂના જથ્થાનો આજે સરકારી રાહે નાશ કરાયો
ઉચ્ચ પોલીસ અધિકારીઓની હાજરીમાં ચીખોદરા ગામની સીમમાં દારૂ
WatchGujarat રાજ્યામાં દારૂ બંધી હોવા છતાં બુટલેગરો અવાર નવાર અવનાવ નુશકા અપનાવી દારૂની હેરાફેરી કરે છે. દારૂની હેરાફેરી અટકાવવા માટે પોલીસ સતત પ્રયાસો કરે છે. પરંતુ તે સંપૂર્ણ રીતે સફળતા થતાં જોવા મળતા નથી. પોલીસ સ્ટેશનોમાં જગ્યા ખુટી જાય એટલી માત્રમાં દારૂનો જથ્થો ઝડપાય છે. જેથી એક તબક્કે ઝડપાયેલા દારૂનો સરકારી રાહે નાશ કરવામાં આવે છે. ત્યારે છેલ્લા ત્રણ વર્ષમાં શહેરના માત્ર બે પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ત્રણ વર્ષમાં 87.65 લાખનો દારૂ પોલીસે ઝડપી પાડ્યો હતો. જે દારૂનો આજે સરકારી રાહે નાશ કરવામાં આવ્યો હતો.
શહેરના વાડી પોલીસ સ્ટેશનમાં વર્ષ 2018થી 2020 સુધીમાં 132 પ્રોહીબીશનના ગુના નોંધાયા હતા. જેમાં પોલીસે કુલ રૂ. 15,31,273 લાખનો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. જ્યારે પાણીગેટ પોલીસ સ્ટેશનની વાત કરવામાં આવે તો વર્ષ 2018થી 2020 સુધીમાં કુલ 189 પ્રોહીબીશનના ગુના નોંધાયા હતા. જેમાં પોલીસે કુલ રૂ. 72,33,875 લાખનો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. આમ બન્ને પોલીસ સ્ટેશનમાંથી દારૂ અને બીયરનો જથ્થો મળી પોલીસે કુલ રૂ. 87,65,148 લાખની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
https://twitter.com/WatchGujarat/status/1337029440186929154?s=19
આજે કોર્ટના આદેશ અનુસાર પોલીસ ઝડપી પાડેલા દારૂ અને બીયરનો જથ્થો શહેર નજીક આવેલા ચીખોદરા ગામની સીમમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓની હાજરીમાં સરકારી રાહે બુલડોઝર ફેરવી નાશ કરાયો હતો.
More #પોલીસ સ્ટેશનમાં #Liquor #Destroyed #Police # Vadodara News