CID ક્રાઈમે PSI ડી. બી રાઠોડ અને હેડ કોન્સ્ટેબલ મહેશ રાઠવા સહિત બે આરોપીને વોન્ટેડ જાહેર કર્યા
ગુજરાત હાઈકોર્ટે CID ક્રાઈમના અધિકારીને તપાસમાં કોઈપણ પ્રકારની કચાસ બાકી ન રહી જાય તેની ટકોર કરી
CID ક્રાઈમે વધુ ત્રણ કલમ પુરાવાનો નાશ, ખોટા પુરાવા ઉભા કરવા અને શાક્ષિઓ ફોડવાની કલમનો ઉમેરો કર્યો છે.
લાપતા શેખ બાબુ પ્રક્રણમા પુત્રએ હાઇકોર્ટમાં હેબિયસ કોર્પસ દાખલ કરતા પોલીસે એક્શનમાં આવી હતી.
WatchGujarat. શેખ઼બાબુ કસ્ટોડિયલ ડેથ કેસમાં ગુજરાત હાઈકોર્ટેના આદેશથી તત્કાલીન પીઆઇ સહિત 6 પોલીસ કર્મીઓ વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત CID ક્રાઈમ દ્વારા દાખલ કરવામાં આવેલી અંદાજીત 1200 પાનાની ચાર્જશીટમાં 105 લોકોને સાક્ષી તરીકે લેવાયા છે. જ્યારે વધુ બે આરોપીઓ ફરાર હોવાનું જણાવ્યું છે.
વડોદરાના ફતેગંજ પોલીસ સ્ટેશનમાં ગત તા. 10 ડીસેમ્બર – 2019 ના રોજ ચકચારી શેખ઼બાબુ કસ્ટોડિયલ ડેથ મામલો બન્યો હતો. આ પ્રકરણ લાંબા સમય બાદ પોલીસના ધ્યાને આવતા ગુપ્ત રાહે તેની તપાસ કરવામાં આવી હતી. એસીપી કક્ષાના અધિકારી દ્વારા સમગ્ર મામલે તપાસ કરતા અનેક પુરાવા એકઠા કરવામાં આવ્યાં હતા. આખરે 6 જૂલાઇના રોજ ACP એસ.જી પાટીલએ ફતેગંજ પોલીસ સ્ટેશન ખાતે તત્કાલીન પી.આઇ, પી.એસ.આઇ સહીત 6 પોલીસ કર્મીઓ સામે ફરીયાદ નોંધાવી હતી.
આ મામલે સ્થાનિક પોલીસ દ્વારા લાંબા સમય સુધી તપાસ કરવામાં આવી હતી. પરંતુ કોઇ નક્કર પુરાવા ન મળતા આખરે સમગ્ર મામલાની તપાસ CID ક્રાઇમને સોંપવામાં આવી હતી. CID ક્રાઇમ દ્વારા આ મામલે જીણવટભરી તપાસ કરતા અનેક મહત્વના પુરાવા મળી આવ્યાં હતા. દરમિયાન CID ક્રાઇમ 6 પોલીસ કર્મીઓની ધરપકડ કરી રિમાન્ડ મેળવ્યા બાદ હતા. પોલીસ કર્મીઓના રિમાન્ડ પૂર્ણ થતાં તમામને જેલ હવાલે કરાયા હતા. છતાં શેખ બાબુની લાશનો કોઇ પત્તો મળ્યો ન હતો. તેવામાં CID ક્રાઇમને મળેલી માહિતી અનુસાર તબક્કા વાર છાણી સ્થિત નર્મદા કેનાલ ખાલી કરી શેખ બાબુની લાશ શોધવામાં આવી હતી. પરંતુ CID ક્રાઇમને કોઇ સફળતા મળી ન હતી.
તેવામાં શેખ બાબુ કેસમાં તપાસ એજન્સી CID ક્રાઈમ દ્વારા અંદાજીત 1200 પાનાની ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. જેમાં તપાસ એજન્સીએ 105 સાક્ષી, મહત્વના પુરાવા સહીત 6 પંચ બતાવવામાં આવ્યાં છે. તદઉપરાંત CID ક્રાઇમની તપાસમાં વધુ બે પોલીસ કર્મી પી.એસ.આઇ ડી.બી રાઠોડ અને કોન્સટેબલ મહેશ રાઠવાની સંડોવણી બહાર આવી હતી. જેથી તેમની શોધખોળ કરતા તેઓ મળી ન આવતા તેમને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યાં છે.