• વડોદરા સેન્ટ્રલ જેલની પાછળના ભાગે વિશ્વામિત્રી નદી આવેલી છે.
  • નદી અને સેન્ટ્રલ જેલ વચ્ચેની જગ્યા સરકાર હસ્તક છે.
  • સરકાર હસ્તકની જગ્યાની ફાળવણી સેન્ટ્રલ જેલને કરવામાં આવી છે.

વડોદરા. જેલ અને તેમાં રહેતા કેદીઓ ખેતી કરી એ વાત ગળે ઉતરે તેમ નથી. કારણ કે જેલમાં રહેતા કેદીઓ તો માથાભારે અને રીઢા ગુનેગાર હોય છે તેવી આપણી માનસ્કિતા છે. પરંતુ જેલમાં સજા ભોગવતો દરેક કેદી પહેલા માનવી છે એ આપણે ભુલવુ ન જોઇએ. તેના કરેલા કર્મોની સજા તે ભોગવી જ રહ્યો છે. પરંતુ જેલમાં કેદીઓની સુધારણાની કામગીરી અંતર્ગત ચાલતી અનેક પ્રવૃતિઓ દ્વારા તેમના જીવનમાં પરિવર્તન પણ આવ્યાં છે. ત્યારે વડોદરા સેન્ટ્રલ જેલમાં કેદીઓ માટેની ચાલતી અનેક પ્રવૃતિમાં વધુ એક સમાવશે કરાયો છે. જેના થકી હવે જેલમાં સજા ભોગવી રહેલા કેદીઓ ખેતી કામ કરી પાકનુ ઉતપાદન કરી રહ્યાં છે.

સમાન્ય રીતે રાજ્યની દેરક જેલમાં સજા ભોગી રહેલા કેદીઓની સુધારણાની કામગીરી કરવામાં આવે છે. ત્યારે કેદીઓ માટે જેલમાં વાંચનથી લઇને અભ્યાસ, સુથાર કામ સહીત અનેક પ્રવૃતિઓ ચલાવવામાં આવે છે. આ પ્રકારના કામ કરી કેદીઓ આત્મનિર્ભર બની પોતાની આવક ઉભી કરી ખર્ચ કાઢી શકે તે માટે વિવિધ પ્રવૃતિઓ જેલમાં કરાતી હોય છે. ત્યારે વડોદરા સેન્ટ્રલ જેલની માલિકીની જમીનમાં ખેતીના જાણકાર કેદીઓ હવે શાકભાજીની ખેતી કરતા નજરે પડી રહ્યાં છે.

વડોદરા સેન્ટ્રલ જેલની પાછળ આવેલી જમીનની માલિકીમાં સખ્ત સજા પામેલા પાકા કામના કેદીઓની મદદથી ખેતી કરવામાં આવી રહ્યું છે. જેલમાં સજા અને કેદી સુધારણાના ભાગરૂપે અહી અંતેવાસીઓ પરસેવો વહાવીને કૃષિનો ઉદ્યમ કરે છે. અત્યાર સુધી જેલ કેદીઓના પરિશ્રમથી હરિયાળા રહેતા આ ખેતરમાં પરંપરાગત પદ્ધતિથી પાકને પાણી આપવામાં આવતું. આ પદ્ધતિમાં પાણીનો વધુ વપરાશ થાય છે. તેને અનુલક્ષીને હવે પાણી બચાવતી અને ખેતી સુધારતી ટપક સિંચાઇની જેલ ખેતરમાં વ્યવસ્થા કરવામાં આવી છે.

સેન્ટ્રલ જેલના અધિક્ષક બળદેવસિંહ વાઘેલાના જણાવ્યા પ્રમાણે જેલની પાછળના ભાગે જેલ હસ્તકની વિશાળ જમીન આવેલી છે. જ્યાં કેદીની મદદથી શાકભાજીની ખેતી કરવામાં આવે છે. તાજેતરમાં નેટાફિમ કંપનીના સહયોગથી આ જેલ ખેતરની 15 વિંઘા જમીનમાં જળ સંરક્ષક અદ્યતન ડ્રિપ સિસ્ટમ બેસાડવામાં આવી છે. જેની મદદથી હવે ટપક સિંચાઇથી ખેતી નવો આયામ ઉમેરાયો છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud