• મકરપુરા GIDCમાં આવેલી શ્રીજી અગરબત્તીમાં વહેલી સવારે 4 વાગે અચાનક આગ લાગી હતી.
  • કંપનીમાં કેમિકલ હોવાથી આગ કંટ્રોલમાં આવ્યાં બાદ ફરી વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહીં છે – નિકુંજ આઝાદ (ફાયર ઓફીસર)

WatchGujarat શહેરની મકરપુરા જીઆઇડીસીમાં અગરબત્તી બનાવતી શ્રીજી કંપનીમાં આજે મળસ્કે અચાનક જ આગ લાગી હતી. જોત જોતા કંપનીમાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા આસપાસના લોકોમાં ફફળાટ ફેલાયો હતો. બનાવની જાણ ફાયર બ્રીગેડને કરાતા 15 જેટલી ફાયર બ્રીગેડની ગાડીઓ તાત્કાલીક સ્થળ પર પહોંચી હતી. જ્યાં આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. પરંતુ ઘટનાને 10 કલાક જેટલો સમય વિતી ગયા છતાં ભીષણ આગ પર કાબૂ મેળવાયો નથી. હજી બેથી ત્રણ કલાક જેટલો સમય લાગે શકે તેવુ ફાયર ઓફીસર નિકુંજ આઝાદે જણાવ્યું હતુ.

મકરપુરા GIDCમાં આવેલી શ્રીજી અગરબત્તી વર્કસ નામની કંપનીમાં આજે સવારે 4 વાગ્યાની આસપાસ અચાનક આગ લાગી હતી. આગે વિકરાળ સ્વરૂપ ધારણ  કરતા ઘુમાડાના ગોટે ગોટા વળી ગયા હતા. બીજી તરફ આગની જ્વાળાઓ એટલી વિકરાળ હતી કે, આસપાસના લોકોમાં ફફળાટ ફેલાયો હતો. બનાવ અંગે ફાયર બ્રીગેડને જાણ કરતા 15 જેટલી ગાડીઓ તાત્કાલીક સ્થળ પર પહોંચી હતી. જ્યાં ફાયર બ્રીગેડના લાશ્કરો દ્વારા આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યાં હતા. સતત 10 કલાકથી ચાલી રહેલી કામગીરી દરમિયાન એક તબક્કે આગ પર કાબૂ મેળવવામાં સફળતા મળી હતી.

પરંતુ કંપનીના ગ્રાઉન્ડ ફ્લોર પર લાકડાના પાર્ટીશનથી અભરાઇ બનાવાવામાં આવી છે. જ્યાં કેમિકલ સ્ટોર સ્ટોર કરવામાં આવ્યું છે. જેથી સતત કેમિકલ પડતુ હોવાથી આગ કાબૂમાં નથી આવી રહીં, સવારે 4 વાગ્યાથી ફાયર બ્રીગેડના લાશ્કરો આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી છે, જોકે કંપનીમાં લાગેલી આગ પર કાબૂ મેળવવામાં હજી 2થી 3 કલાક જેટલો સમય લાગી છે, તેવુ ફાયર ઓફીસર નિકુંજ આઝાદે જણાવ્યું છે.

 

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud