• હોસ્પિટલમાં અંદાજીત 17 જેટલા કોવિડના દર્દીઓ સારવાર હેઠળ હતા. 
  • હોસ્પિટલમાં દાખલ તમામ દર્દીઓને સ્ટાફ, સ્થાનિકો અને ફાયર બ્રીગેડની મદદથી સહીસલાત રેસ્કયૂ કરી અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં
  • હોસ્પિટલમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનુ પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું 
  • માંડવી જમનાબાઇ હોસ્પિટલ સામેની વિજય વલ્લભ હોસ્પિટલમાં એકા એક આગ લાગતા દોડધામ મચી
  • હોસ્પિટલમાં દાખલ દર્દીઓ અને તેમના સગાઓ ચિંતાતુર થતાં નાસભાગના દ્રશ્યો સર્જાયા
  • ફાયર બ્રીગેડ મેજર કોલ જાહેર કરતા લાશ્કરો સાથે 6થી 7 ફાયર બ્રીગેડની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી
  • દર્દીઓને અન્ય હોસ્પિટલમાં ખસેડવા સ્થાનિકો મદદે દોડી આવ્યાં
  • હોસ્પિટલમાં અંદાજીત 40 જેટલા દર્દીઓ દાખલ હતા
  • શહેરના નવનિયુક્ત મેયર, સ્થાનિક નેતાઓ તથા મ્યુનિસીપલ કમિશ્નર પી. સ્વરૂપ ઘટના સ્થળે પહોંચ્યાં

WatchGujarat શહેરના માંડવી વિસ્તારમાં આવેલા વિજય વલ્લભ હોસ્પિટલમાં મોડી રાત્રે અચાનક આગ લાગી હતી. હોસ્પિટલમાં આગ લાગવાના કારણે ધુમાડો પ્રસરી ગયો હતો. જેથી હોસ્પિટલમાં દાખલ દર્દીઓ અને તેમના સગાઓમાં ભારે નાસભાગ મચી હતી. બનાવની જાણ થતાં ફાયર બ્રીગેડના લાશ્કરો તાત્કાલીક સ્થળ પર પહોંચી ગયા હતા. અને હોસ્પિટલમાં દાખલ દર્દીઓને રેસ્ક્યૂ કરી બહાર કાઢી અન્ય હોસ્પિટલમાં ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી રહીં છે. જોક હાલ આગની આ ઘટનામાં દાખલ દર્દીઓને કોઇ જાનહાની પહોંચી ન હતી. હોસ્પિટલમાં આગ કંઇ રીતે લાગી તે અંગે હજી સુધી ચોક્કસ જાણકારી મળી નથી, તેમજ હોસ્પિટલમાં ફાયર સેફટીના પુરતા સાધનો છે કે નહીં તેની પણ તપાસ કરવામાં આવી રહીં છે.

શહેરના માંડવી વિસ્તારમાં આવેલા જમનાબાઇ હોસ્પિટલની સામે સાંકળી ગલીમાં આવેલા વિજય વલ્લભ હોસ્પિટલમાં રાત્રે 9 વાગ્યાના અરસામાં અચાનક આગ લાગી હતી. હોસ્પિટલમાં આગની ઘટના બનતા દર્દીઓ અને તેમના સગાઓમાં નાસભાગના મચી હતી. આગની જાણ થતાંની સાથે જ સ્થાનિકો દર્દીઓનો જીવ બચાવવા માટે દોડી આવ્યાં હતા. દરમિયાન ઘટનાની જાણ થતાં ફાયર બ્રીગેડના લાશ્કરો પણ ઘટના સ્થળે દોડી આવ્યાં હતા. જ્યાં ફાયર બ્રીગેડના લાશ્કરો, સ્થાનિકો અને હોસ્પિટલના સ્ટાફ દ્વારા દર્દીઓને રેસ્ક્યૂ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહીં છે.

હાલ મળતી માહિતી અનુસાર, હોસ્પિટલમાં અંદાજીત 40 જેટલા દર્દીઓ સારવાર હેઠળ હતા. દર્દીઓ સાથે તેમના સગાઓ પણ હોસ્પિટલમાં હાજર હતા. આગની ઘટના બનતાની સાથે જ દર્દીઓ અને તેમના સગાઓમાં ફફળાટ ફેલાયો હતો. જોકે સ્થાનિકો અને ફાયર બ્રીગેડના લાશ્કરો દ્વારા જીવના જોખમે દર્દીઓને બહાર કાઢી અન્ય હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં રહ્યાં છે. વિજય વલ્લભ હોસ્પિટલમાં કોવિડના 17 જેટલાક દર્દીઓને પણ સારવાર આપવામાં આવી રહીં હોવાનુ જાણવા મળી રહ્યું છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud