• એક જ દિવસમાં મેયર સહિત 163 લોકો કોરોના પોઝિટીવ આવ્યાં હતા.
  • એમ.એસ.યુનિ.ની મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓની આગામી 5 એપ્રિલે યોજાનાર હતી પરિક્ષા

WatchGujarat શહેરમાં કોરોનાનો વ્યાપ અટકવાનુ નામ નથી લઇ રહ્યો, ખાનગી તથા સરકારી હોસ્પિટલોમાં કોરોના દર્દીઓની સંખ્યા સતત વધી રહીં છે. તંત્ર દ્વારા દર્દીઓને પુરતી સુવિધા મળી રહે તે માટે બેડની સંખ્યા વધારવામાં આવી રહીં છે. બીજી તરફ હોસ્પિટલમાં દાખલ દર્દીઓને ઓક્સિજનની કમી ન પડે તે માટે પણ ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. તેવામાં મહારાજા સયાજીરાવ યુનિ.ની મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓની આગામી એપ્રિલ માસમાં લેનાર પરિક્ષાઓ હાલની સ્થિતિને જોતા મોકૂફ રાખવાનો નિર્ણય લેવાયો છે.

શહેરના એમ.એસ.યુનિ.ની મેડિકલ કોલેજમાં આગામી 5 એપ્રિલના રોજ M.sc (Medical), M.s., M.D, M.Ch, અને ડિપ્લોમાં ઓફ ફેક્લટી ઓફ મેડિસિનની પરિક્ષાઓ યોજાનાર હતી. પરંતુ હાલની વણસી રહેલી પરિસ્થિતિમાં હોસ્પિટલો કોરોના દર્દીઓથી ઉભરાઇ રહીં છે. આવી પરિસ્થિતિ વચ્ચે પરિક્ષા યોજવી શક્ય ન હોય, જેથી યુનિ.ના સત્તાધીશો દ્વારા તાત્કાલીક નિર્ણય લઇ આગામી એપ્રિલ મહિનામાં યોજાનાર મેડિકલ કોલેજની પરિક્ષાઓ મોકૂફ કરવાનો નિર્ણય કર્યો છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud