• શહેર નજીકના નંદેસરી ઓવર બ્રીજ પર બનેલી ઘટના
  • બહેનના ઘરે જવા નિકળેલા યુવકના ગળામાં પતંગની દોરી ભરાતા લોહીની પીચકારીઓ ઉડી
  • પતંગનો ઘાતકી દોરો 19 વર્ષીય યુવકના ગળામાં ભરાતા ઘટના સ્થળે જ મોત નિપજ્યું

WatchGujarat ઉત્તરાયણની ઉજવણી કરવા માટે એકનો ભાઇ એક કેલનપુરથી વડોદરા નજીક સોજીત્રી ગામે રહેતી બહેનના ઘરે જવા માટે બાઇક પર નિકળ્યો હતો. જોકે રસ્તા પર લટકતો ઘાતકી પંતગના દોરો બાઇક સવાર યુવકના ગળામાં ભરાતા લોહીની પીચકારીઓ ઉડી હતી. અકસ્માતમાં યુવકનુ ઘટના સ્થળે જ કરૂણ મોત નિપજ્યું હતુ.

બનાવ અંગેની મળતી માહિતી અનુસાર, શહેર નજીક આવેલા કેલનપુર સ્થિત ભીલાપુર ખાતે રહેતા 19 વર્ષીય દીપક વાલજીભાઇ રબારી વડોદરા નજીકના સોજીત્રી ગામ સ્થિત પારેજ ગામમાં રહેતી બહેનના ઘરે ઉત્તરાયણની ઉજવણી કરવા માટે બાઇક પર નિકળ્યો હતો. બપોર બાદ બહેનના ઘરે જવા નિકળેલો દિપક પોતાની બાઇક લઇ નંદેસરી ઓવર બ્રીજ પરથી પસાર થઇ રહ્યો હતો. તે સમયે અચાનક જીવલેણ પંતગની દોરી તેના ગળામાં ભરાઇ ગઇ હતી.

બહેનના ઘરે પહોંચે તે પહેલા જ યુવકના ગળામાં પતંગની દોરી ભરાતા લોહીની પીચકારીઓ ઉડી હતી. અકસ્માતને પગલે યુવક બાઇક પરથી રસ્તા ઉપર પટકાયો હતો. પતંગની દોરી એટલી ધારદાર હતી કે રસ્તા પર લોહીના ખાબોચીયા ભરાઇ ગયા હતા. લોહીમાં લથબથ યુવકને તાત્કાલીક સારવાર મળી રહે તે માટે રાહદારીઓ દ્વારા 108 બોલાવી હતી. જોકે યુવકને હોસ્પિટલમાં સારવાર મળે તે પહેલા જ તેને અંતિમ શ્વાસ લીધો હતો. બનાવને પગલે નંદેસરી પોલીસે ઘટના સ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud