• કોરોના સંક્રમણ વઘતા પાલિકા અને તંત્ર દ્વારા લેવાયો નિર્ણય
  • વડોદરા બહારના દર્દીઓ વધુ સારવાર મેળવવા શહેરમાં આવી રહ્યાં છે.
  • પાલિકા દ્વારા વોર રૂમ તૈયાર કરી 14420 ડાયલ કરનારને હોસ્પિટલમાં બેડ સહિતની તમામ માહિતી પુરી પાડશે
  • વડોદરા અને તેની આસપાસના 8 જિલ્લાઓના ડેટાની પુરતી માહિતી 14420 ડાયલ કરવા પર મળશે

WatchGujarat. કોરોના વાઇરસ દેશભરમાં હાહાકાર મચાવી રહ્યો છે. કોરોના પોઝિટીવ દર્દીઓની સંખ્યા ધટવાનુ નામ નથી લઇ રહીં, તેવામાં દર્દીઓને હોસ્પિટલમાં પુરતી ન મળતા મોટા શહેરોમાં દોડી રહ્યાં છે. ત્યારે એવા અનેક કિસ્સા સામે આવ્યાં છે કે, વડોદરા બહારથી આવનાર દર્દીને હોસ્પિટલમાં સુવિધા ન મળતા મોતનો સામનો કરવો પડી રહ્યો છે. જેથી તંત્ર દ્વારા આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી 14420 વોર રૂમ નંબર જાહેરા કરવામાં આવ્યો છે. શહેર બહારથી આવતા દર્દીઓને સારવાર મેળવવા માટે આ નંબર ઉપર કોલ કરવો પડશે.

આ અંગે પાલિકા આઇ.ટી અધિકારી મનિષ ભટ્ટએ માહિતી આપતા જણાવ્યું હતુ કે, શહેરમાં બહારથી આવતા દર્દીઓને હોસ્પિટલમાં સારવાર મેળવવા માટે અગવળ ન પડે તે માટે વોર રૂમ શરૂ કરવામાં આવ્યો છે. જેથી શહેર બહારથી આવતા દર્દીઓ પહેલા આ નંબર (14420) ઉપર કોલ કરે, જેથી તેમની જરૂરીયાત મૂજબની માહિતી તેઓને પુરી પાડવામાં આવશે, જેમ કે ઉદાહરણ રૂપે ભરૂચથી કોઇ દર્દીના સ્વજનનો ફોન આવે તો તેને તાત્કાલીક નજીકની હોસ્પિટલમાં જરૂરીયાત પ્રમાણેની સુવિધી ઉપલબ્ધ હોય તો તતેની માહિતી આપવામાં આવશે. જેથી દર્દીને સારવાર મેળવવામાં હાલાકી ન ભોગવવી પડે.

વધુમાં તેઓએ જણાવ્યું કે, અમારી પાસે વડોદરા સહિત, છોટાઉદેપુર, પંચમહાલ, ખેડા, આણંદ જેવી આસપાસના 8 જિલ્લાના હોસ્પિટલની પુરતી માહિતી ઉપલબ્ધ છે. જેથી કોઇ દર્દીના સ્વજન (14420) ડાયલ કરશે તો તેમને નજીકની હોસ્પિટલની, તેમની જરૂરીયાત પ્રમાણેની માહિતી ઉપલબ્ધ કરવામાં આવશે. તેમણે એમ પણ જણાવ્યુ કે, રાજકોટ, સૌરાષ્ટ્ર, કચ્છના કોરોના દર્દીને સારાવર માટે વડોદરા આવવુ હોય તો, તેઓ પહેલા (14420) ડાયલ કરે, જેથી તેમણે વહેલી તકે નજીકની હોસ્પિટલની માહિતી મળી રહીં અને દર્દીને સારવાર મળે.

નોંધઃ- તંત્ર કોરોનાની આ વિકટ પરિસ્થિતમાં લાચર છે, સરકાર પણ જેટલી મદદ કરી શકે તેટલી કરી રહીં છે. પોતાની અને પરિવારની સુરક્ષા માટે આપણે પોતેજ જાગૃત થવુ પડશે, માસ્ક અવશ્ય પહેરો, સમયસર હાથ સેનેટાઇઝ કરવા watchgujarat.comની અપિલ છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud