• હિન્દુ અને મુસ્લિમનુ રાજકારણ વર્ષોથી રાજ્યમાં ચાલી રહ્યું છે.
  • વડોદરા કોમી રમખાણો માટે વિશ્વ વિખ્યાત છે.
  • કાળમુખા કોરોના સામે લડવા અને તમામ ધર્મના પ્રતિનિધીઓ એક થયા છે.
  • હોસ્પિટલમાં બેડની અછત ઉભી થતા મુસ્લીમોએ મસ્જિદની ઉપર કોવિડ સેન્ટર શરૂ કર્યું
  • અટલાદરા સ્વામિનારાયણ સંકુલમાં કોવિડ દર્દીઓ માટે 500 બેડની સુવિધા ઉભી કરાઇ
  • કોઇ ભેદભાવ વગર મુસ્લિમ યુવાને હિન્દુ સંસ્કૃતિ મુજબ મૃતદેહોની અંતિમક્રિયા કરી રહ્યાં છે.

ચિંતન શ્રીપાલી. વડોદરા શહેરની વર્ષોથી એક તાસીર રહીં છે, આ શહેરમાં સાયકલ અથડાય તો પણ બે કોમ ગમે ત્યારે આમને સામને આવી જાય છે. જેના કારણે શહેરની પરિસ્થિતિ એક તબક્કે ડામાડોળ બની જાય છે. પોલીસ દોડતી થાય છે અને પ્રજા હેરાન, પરંતુ હવે શહેરનો મીજાજ બદલાયો છે. કાળમુખા કોરોનામાં સર્જાયેલી પરિસ્થિતિમાં લોકોને પુરતી મદદ મળી રહે તે માટે મુસ્લમાન અને હિન્દુ ભેદભાવ વિના એક થઇ કોરોનાને હરાવવા માટે  હવે મેદાને પડ્યાં છે.

રાજ્ય ભરમાં કાળમુખા કોરોનાએ લોકોને હચમચાવી નાખ્યાં છે. રસ્તાઓ પર દર બીજા વાહને હવે એમ્બ્યૂલન્સ અથવા શબવાહીની જોવા મળી રહીં છે. દિવસ દરમ્યાન રેમડેસિવિર માટે લોકોના ફોન, હોસ્પિટલમાં એડમિટ કરાવવા માટે ફોન, એડમિટ થાય તો સુવિધાના અભાવે ફોન, આપણે સૌ વેઠી રહ્યાં છે. હોસ્પિટલોમાં બેડ ખુટ્યાં છે એટલે જ નવી જગ્યાએ કોવિડ સેન્ટરો ઉભા કરવાની નોબત આવી છે. સ્મશાનોમાં ચિતાઓ ખુટી એટલે જ નવી ચિતાઓ ઉભી કરવી પડી રહીં છે. આ તમામ મુસીબતો વચ્ચે આજે આપણે જીવી રહ્યાં છે.

(અટલાદરા BAPS યજ્ઞપુરૂષ સભાગૃહમાં શરૂ કરાયેલી સુવિધા)

શહેરની ખાનગી તેમજ સરકારી હોસ્પિટલોમાં બેડની અછત સર્જાઇ હોવાની બુમો એક તબક્કે ઉટી હતી. મર્યાદીત ક્ષમતા વાળી સરકારી હોસ્પિટલમાં જેટલી સુવિધા ઉભી કરી શકાતી હતી, તેટલી OSD ડો. વિનોદ રાવ અને તેમની ટીમ દ્વારા કરવામાં આવી છે. પરંતુ હાલની વણસેલી પરિસ્થિતિ હજી ગંભીર બને તેવી શક્યતાઓને ધ્યાનમાં રાખી વધુ બેડની સુવિધાઓ ઉભી કરવામાં આવી રહીં છે.

આ વાત માત્ર કોવિડ પોઝિટીવ દર્દીઓની હતી. કોરોના પોઝિટીવ આવ્યાં બાદ કોરોના પ્રોટોકોલ મૂજબ રોજના અસંખ્ય મૃતદેહોની અંતિમક્રિયા કરવામાં આવી રહીં છે. પછી એ હિન્દુઓનુ સ્મશાન હોય કે મુસ્લિમોનુ કબ્રસ્તાન હોય, મૃત્યુ આંક તો વધ્યો છે. જેના કારણે તંત્રએ આખરે શહેર અને તેની આસપાસના 23 જેટલા સ્મશાનોમાં ચિતાઓની સંખ્યા વધારી દીધી છે. મૃત્યુઆંક વધ્યો છે તે ભલે સરકાર ના કહેતી હોય પણ આ એક વાસ્તવિક હકીકત છે.

(વાડી જહાનગીરપુરા મસ્જિદની ઉપર શરૂ કરાયેલુ કોવિડ સેન્ટર)

દિવસ દરમિયાન જ્યાં અસંખ્ય લોકો કોરોના પોઝિટીવ આવી રહ્યાં છે. તેમની માટે હવે કોમી એકતા કહો કે, માનવતા કહો પણ આજે વડોદરામાં હિન્દુ અને મુસ્લિમ વગર કોઇ ભેદભાવે કોરોના દર્દીની મદદ માટે ત્તપર છે. શહેરના વાડી વિસ્તારમાં આવેલા જહાંગીરપુરા મસ્જિદની ઉપર કોરોના પોઝિટીવ દર્દીઓની સારવાર માટે 50 બેડની સુવિધા ઉભી કરવામાં આવી છે. જ્યાં દર્દીઓને સારવાર માટે 5 ડોકટર અને નર્સિંગ સ્ટાફની સુવિધા પણ કરવામાં આવી છે.

બીજી તરફ અટલાદરા સ્થિત BAPS યજ્ઞપુરૂષ સભાગૃહ ખાતે કોરોના પોઝિટીવ દર્દીઓની સારવાર માટે ઓક્સિજન સાથે 500 બેડની સુવિધા ઉભી કરવામાં આવી છે. આ સેન્ટર IOCLના સહ્યોગથી ગણતરીના દિવસોમાં તૈયાર કરી દેવામાં આવ્યું છે. જ્યાં મંગળવારથી કોરોના પોઝિટીવ દર્દીઓની સારવાર શરૂ કરી દેવામાં આવી છે.

વડોદરાની જે અત્યાર સુધીની તાસીર રહીં છે કોમી રમખાણોની કદાચ આ કિસ્સો કોમી એક્તાનો અમુલ્ય સંજોગ બન્યો છે. પાણીગેટ વિસ્તારના કેટલાક યુવાનો છેલ્લા ઘણા સમયથી વગર કોઇ ભેદભાવે હિન્દુ સંસ્કૃતી મૂજબ કોરોના પ્રોટોકોલ પ્રમાણે મૃતદેહોની અંતિમક્રિયાની પણ ફરજ નિભાવી રહ્યાં છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud