રાજ્યમાં કોરોનાના વધી રહેલા વ્યાપને પગલે ડીજીપીના આદેશ પોલીસની સ્પેશીયલ ડ્રાઇવ શરૂ
શહેરના ચાર દરવાજા વિસ્તારમાં પોલીસે ઉચ્ચઅધિકારીઓ સાથે સ્પેશીયલ ડ્રાઇવ હાથ ધરી
ઘરમાંથી બહાર નિકળનાર દરેક વ્યક્તિને માસ્ક પહેરવા સમજ પણ આપવામાં આવી
કોરોનાથી બચાવા નિયમીત માસ્ક પહેરવુ અને હાથ સેનેટાઇઝ કરવા WatchGujarat.com ની અપીલ
WatchGujarat રાજ્યમાં છેલ્લા 15 દિવસથી કરતા વધુ સમયથી કોરોનાની સ્થિતિ ખૂબ જ વિકટ બની છે. સતત કોરોના પોઝિટીવ કેસોની સંખ્યામાં વધારો નોંધાતા તંત્ર દોટતુ થયું છે. ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓને દાખલ કરવા માટે બેડની પુરતી સુવિધાઓ ન હોવાની બુમો ઉઠી રહીં છે. બીજી તરફ રેમડેસીવર ઇન્જેક્શનની અછત ઊભી થતાં દર્દીઓના સગા ઇન્જેકશન મેળવવા દોડધામ કરી રહ્યાં છે. ત્યારે કોરોનાના વકરી રહેલા વ્યાપને અટકાવવા માટે હવે પોલીસે પણ કડકાઇ અપનાવવાનુ શરૂ કર્યું છે. કોરોનાથી પોતાનો સુરક્ષિત રાખવા માસ્ક પહેરવુ જરૂરી બન્યું છે. ત્યારે શહેરના ગીંચ વિસ્તારોમાં તેનો પુરતો અમલ ન થતાં પોલીસે ચાર દરવાજા વિસ્તારમાં સ્પેશીયલ ડ્રાઇવ હાથ ધરી છે.
કોરોનાના વધતા જતા કહેર વચ્ચે રાજ્યના ચાર મહાનગરોમાં કોરોના દર્દીઓની સંખ્યા સતત વધતી જોવા મળી રહીં છે. ત્યારે રાજ્યના ડીજીપી આશિષ ભાટીયા દ્વારા તમામ જિલ્લાઓમાં માસ્કના નિયમનુ કડક પાલન કરાવવા આદેશ કરવામાં આવ્યો છે. જેના પરિણામે શહેર પોલીસ દ્વારા ચાર દરવાજા વિસ્તારમાં સાંજના સમયે સ્પેશીય ડ્રાઇવર હાથ ધરવામાં આવી હતી. શહેરના ગીંચ વિસ્તાર સમા પાણીગે, માંડવી સહિત આસપાસના વિસ્તારમાં પોલીસ દ્વારા જૂદી જૂદી ટીમો બનાવી ફુટ પેટ્રોલીંગ કરવામાં આવી રહ્યું છે. જેમાં ઘરની બહાર નિકળનાર લોકોને કોરોનાથી બચવા માટે ફરજીયાત માસ્ક પહેરવાની સમજ આપવામાં આવી રહીં છે.
સાથો સાથ જે લોકો પાસે માસ્ક ન હતા તેવા લોકોને પોલીસે માસ્ક આપ્યા હતા અને જેમની પાસે માસ્ક હોવા છતાં બેદરકારી દાખવી માસ્ક નથી પહેર્યા તેવા લોકોને પોલીસે દંડની પાવતીઓ ફટકારી હતી. પોલીસ દ્વારા કરવામાં આવી રહેલી આ કામગીરી સરહાનીય છે. ત્યારે WatchGujarat.Com દ્વારા અપીલ કરવામાં આવે છે કે, કોરોનાથી બચવા માટે દરેક વ્યક્તિએ માસ્ક ફરજીયાત પહેરવુ જોઇએ અને નિયમીત હાથને સેનેટાઇઝ કરવા જરૂર છે. પોતાની અને પરિવાર સહિત અન્ય લોકોની સુરક્ષ માટે આટલુ કરવુ અત્યંત જરૂરી છે.