• દેવ એન્ટરપ્રાઇઝની આડમાં પેન્ટાઝોશીન ઇન્જેક્શન સપ્લાય કરવામાં આવી રહ્યાં હતા.
  • સ્પેશ્યલ ઓપરેશન ગૃપ દ્વારા ગોત્રી મધર સ્કૂલ પાસેથી સપ્લાયર અને 2 રિસિવરને ઝડપી લેવામાં આવ્યાં
  • પોલીસે કુલ 906 પેન્ટાઝોશીન લેક્ટેટ ઇન્જેક્શન કબજે કર્યાં

WatchGujarat. સહેલાઇથી મળી આવતા ડ્રગ્સના રવાડે ચઢેલી યુવા પેઢીને બર્બાદ કરતા શખ્સો શહેરમાં હજી સક્રિય છે. ત્યારે દેવ એન્ટરપ્રાઇઝની આડમાં પેન્ટાઝોશીન લેક્ટેટ ઇન્જેક્શનનો વેપલો ચાલવામાં આવતો હોવાની જાણકારી એસ.ઓ.જીને મળી હતી. જેના આધારે પોલીસે ગોત્રી મધર સ્કૂલ પાસેથી સપ્લાયર સહિત 3ને દબોચી એન.ડી.પી.એસ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ બનાવની વિગત એવી છે કે, શહેર ગોત્રી વિસ્તારમાં મધર સ્કૂલ પાસે રિક્ષામાં એક શખ્સ પેન્ટાઝોશીન ઇન્જેક્શનની ડિલીવરી કરવા આવનાર છે, તેવી માહિતી એસ.ઓ.જીને મળી હતી. માહિતીના આધારે પોલીસની ટીમ મધર સ્કૂલ પાસે વોચમાં ગોઠવાઇ ગઇ હતી. દરમિયાન રિક્ષામાં આવેલા સપ્લાયર વિજય પંચાલ અને હોન્ડા કારમાં આવેલા સુરજ પટેલ અને હરીશ પંચાલ રિસીવરને પોલીસે સ્થલ પર જ દબોચી લીધા હતા.

પોલીસે ઝડપેલા ત્રણેયની પુછપરછ કરતા જાણવા મળ્યું હતુ કે, દેવ એન્ટરપ્રાઇઝ, જ્યાં ચોકલેટ, સેનેટરી પેડ્સ અને ચાનો વેપાર કરવામાં આવ્યો હતો. તેના ઓથા હેઠળ આ શખ્સો પેન્ટાઝોશીન ઇન્જેક્શન મંગાવી શહેરના જુદા જુદા વિસ્તારોમાં લોકોને પહોંચાડતા હતા. તેમજ વિજય પંચાલ રિક્ષામાં પેન્ટાઝોશીન લેક્ટેટ ઇન્જેક્શન સપ્લાય કરતો હોવાનુ બહાર આવ્યું હતુ. નશો કરવા માટે વપરાતા પેન્ટાઝોશીન ઇન્જેક્શન આ ટોળકી ક્યાંથી અને કોણી પાસેથી મંગાવતા તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.

પેન્ટાઝોશીનનુ વેચાણ કરતા ઝડપાયેલા ત્રણેય શખ્સો પાસેથી પોલીસ કુલ રૂ. 27,180ની કિંમતના 906 ઇન્જેક્શન સહિત રિક્ષા, મોબાઇલ અને કાર મળી કુલ રૂ. 6 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud