• નવાયાર્ડ સ્થિત મેમુ શેડમાં ઉભેલી ટ્રેનમાં આજે વહેલી સવારે આગ લાગતા રેલવે તંત્ર દોડતુ થયું
  • વડોદરા ફાયર બ્રીગેડને જાણ કરાતા ટ્રેનના ડબ્બામાં લાગેલી આગ પર કાબુ મેળવી લેવાયો
  • કોચમાં લાગેલી આગ એટલી વિક્રાળ હતી કે એક બાદ એક ત્રણ કોચ બળીને ખાક થઇ ગયા
  • આ દુર્ઘટનામાં કોઇ જાનહાની પહોંચી ન હતી

WatchGujarat. શહેરના રેલવે સ્ટેશનના નજીક આવેલા નવાયાર્ટ સ્થિત મેમુ શેડમાં ઉભેલી ટ્રેનમાં અચાનક આગ લાગી હતી. બનાવને પગલે આર.પી.એફ અને રેલવેના અધિકારીઓ તાત્કાલીક સ્થળ પર દોડી આવ્યાં હતા. દરમિયાન ફાયર બ્રીગેડની ટીમ સ્થળ પર પહોંચતા ટ્રેનના કોચમાં લાગેલી આગ ર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, આ ટ્રેનમાં કોઇ મુસાફરો ન હતા. જેથી મોટી દુર્ઘટના બનતા ટળી હતી. પરંતુ સવાલ એ છે કે ટ્રેનમાં આગ કંઇ રીતે લાગી, તે દિશામાં રેલવે તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહીં છે.

આ બનાવની વિગત એવી છે કે, નવાયાર્ડ સ્થિત મેમુ શેડમાં મેમુ ટ્રેનના ત્રણ ડબ્બા થોડા સમય સમયથી બંદ હાલતમાં પડી રહ્યાં હતા. તેવામાં આજે સવાર 5-45 વાગ્યાના અરસામાં મેમુ ટ્રેનના એક કોચમાં આગ લાગી હતી. જોત જોતામાં આગે વિક્રાળ સ્વરૂપ ધારણ કરતા એક પછી એક ત્રણ કોચ આગની ઝપેટમાં આવી ગયા હતા. દરમિયાન બનાવની જાણ આર.પી.એફ અને રેલવે તંત્રને થતાં તાત્કાલીક ફાયર બ્રીગેડને જાણ કરવામાં આવી હતી.

ફાયર બ્રીગેડના લાશ્કોર તાત્કાલીક ઘટના સ્થળે પહોંચતા મેમુ ટ્રેનના કોચમાં લાગેલી આગ પર પાણીનો મારી ચલાવી આગ પર કાબુ મેળવી લીધો હતો. સદનસીબે ત્રણે કોચમાં આગ લાગતા કોઇ જાનહાનીની ઘટના બની ન હતી

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud