• વડોદરાની સમરસ હોસ્પિટલના ત્રીજા માળે મોડી રાત્રે રૂમ નં -304માં ઓક્સિજન લીકેજની ઘટના બની, પરિસ્થિત નિયંત્રણમાં
  • એક જ રૂમમાં ઓક્સિજન લિકેજ થતાં સ્ટાફમાં દોડધામ મચી
  • ત્રીજા માળે દાખલ કોરોના પોઝિટીવ દર્દીઓને અન્ય વોર્ડમાં શીફ્ટ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી
  • ઘટનાની જાણ થતાં OSD ડો. વિનોદ રાવ તાત્કાલીક સરમસ પહોંચ્યાં
  • પીપીઇ કીટ પહેરી ડો. વિનોદ રાવે સમગ્ર ઘટનાનો ચીતાર મેળવ્યો
  • ફાયર બ્રીગેડના જવાનોની અદભૂત કામગીરીથી હોસ્પિટલમાં દાખલ દર્દીઓ સહિસલમાત

WatchGujarat. રાજ્યભરમાં કોરોનાનો કહેર વકરી રહ્યો છે. અન્ય શહેરોની સરખામણીએ વડોદરામાં છેલ્લા બે દિવસમાં કોરોના પોઝિટીવ દર્દીઓની સંખ્યામાં નજીવો ઘટાડો જોવા મળી રહ્યો છે. કોરોના પોઝિટીવ દર્દીઓને પુરતી સારવાર મળે તે માટે સમરસ સહિત અન્ય કોવિડ સેન્ટરો ઉભા કરવામાં આવ્યાં છે. તેવામાં આજ મોડી રાત્રે સમરસ કોવિડ હોસ્પિટલના એક રૂમમાંથી પસાર થતી ઓક્સિજન લાઇનમાં લીકેજ થતાં ભારે દોડધામ મચી હતી. જોકે ફાયર બ્રીગેડના જવાનોએ સમયસુચસક્તા વાપરી તાત્કાલીક સ્થિતિ ઉપર નિયંત્રણ મેળવવા પ્રયાસો હાથ ધર્યા હતા. બનાવની જાણ થતાં જ OSD ડો. વિનોદ રાવ પણ પીપીઇ કીટ પહેરી સમરસ હોસ્પિટલના ત્રીજા માળે પરિસ્થિતિનો ચીતાર મેળવવા પહોંચી ગાય હતા. ઓક્સિજન લાઇનમાં લીકેજ સર્જાતા હોસ્પિટલના તબીબો અને સ્ટાફ દ્વારા  તાત્કાલીક દર્દીઓને અન્ય રૂમમાં શીફ્ટ કરાતા કોઇ સમસ્યા સર્જાઇ ન હતી.

શહેરમાં કોરોનાના દર્દીઓની સંખ્યા રોજે રોજ વધી રહીં છે, તેની સાથે મૃત્યુ આંક પણ એટલો જ વધી રહ્યો છે, જે બાબત નકારી શકાય તેમ નથી. તેવામાં મંગળવારે મોડી રાત્રે પંડ્યા બ્રીજ નજીક શરૂ કરવામાં આવેલી સમરસ કોવિડ હોસ્પિટલના ત્રીજા માળે રીમ નં-304માં ઓક્સિજન લાઇનમાં લીકેજ સર્જાયો હતો.

લીકેજ સર્જાતા હોસ્પિટલમાં ખડેપગ રહેલા તબીબો અને નર્સીંગ સ્ટાફ દોડતો થયો હતો. હોસ્પિટલની બહાર તૈનાત ફાયર બ્રીગેડના સ્ટાફ પાસે મોડી રાત્રે અચાનક બે નર્સો દોડતી આવી અને કહ્યું જલ્દી ચલો ઉપર બુમાબુમ થઇ રહીં છે. નર્સે આટલું જ કહેતા ફરજ પર હાજર ફાયર બ્રીગેડના બે જવાનોને તાત્કાલીક ત્રીજા માળે દોડી ગયા હતા. જ્યાં રૂમ નં-304માં ઓક્સિજન લાઇનમાં લીકેજ સર્જાતા તાત્કાલીક ધોરણે દર્દીઓને અન્ય રૂમમાં શીફ્ટ કરવામા આવ્યાં હતા.

દરમિયાન ઘટના અંગે OSD ડો. વિનોદ રાવને જાણ થતાં તેઓ તાત્કાલીક સ્થલ પર દોડી આવ્યાં હતા. અને સાવચેતીના ભાગરૂપે પીપીઇ કીટ પહેરી તેમણે ફાયર બ્રીગેડના જવાનો  પાસેથી સમગ્ર ઘટનાનો ચીતાર મેળવ્યો હતો. જોકે સદનસીબે આ ધટનામાં કોઇ દર્દીને જીવ ગુમાવવાનો વારો આવ્યો ન હતો. ઓક્સિજનના તમામ જરૂરી દર્દીઓને તાત્કાલીક અનન્ય રૂમમાં શીફ્ટ કરી દેવામાં આવ્યાં હતા.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud