• શહેર નજીક આવેલા સાવલી તાલુકા પાસેના ગામમાં બનેલી ઘટના
  • ભોગબન્નાર મહિલા બે સંતાનોની વિધવા માતાએ મદદ માટે 181 અભયમને જાણ કરતા પોલીસ ફરીયાદ નોઁધાઇ હતી.
  • પોલીસે બળાત્કારી યુવકની આણંદથી ધરપકડ કરી

WatchGujarat. હેવાનિયતની તમામ હદો વટાવતો એક કિસ્સો વડોદરા નજીક સાવલી તાલુકાના એક ગામમાં બન્યો હતો. હવસની ભૂખ સંતોષવા લંપટ યુવાને ઘરમાં એકલી સૂતી વિધવા મહિલાને બળજબરી પૂર્વક બંધક બનાવી તેની સાથે એક કલાક સુધી બળાત્કારી ગુજાર્યો હતો. જોકે મહિલાએ પ્રતિકાર આપતા યુવાને તેની માર નાખવાની ધમકી આપી ફરાર થઇ ગયો હતો. બનાવને પગલે મદદ માટે મહિલા હેલ્પાઇન પર ફોન કરતા 181 અભયમની ટીમ પહોંચતા પીડીત મહિલાને સાંતવના આપી પોલીસ ફરીયાદ નોંધાવી હતી. પોલીસે ગણતરીના કલાકોમાં જ બળાત્કારી યુવાનની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ બનાવની વિગત એવી છે કે, શહેર નજીક આવેલા સાવલી તાલુકાના ગામમાં રહેતી મહિલા બે સંતાનોની માતા છે. પતિનુ અવસાન થતાં મહિલા એકલવાયુ જીવન વિતાવી રહીં છે. સંતાનો કામ અર્થે બહાર રહેતા હોવાથી મહિલા નાનુ મોટુ કામ કરી પોતાનુ ગુજરાન ચલાવે છે. ગત તા. 21 મેના રોજ રાત્રીના સમયે મહિલા પોતાના ઘરમાં સૂઇ રહીં હતી. દરમિયાન રાત્રે સાડા બારથી એક વાગ્યાની વચ્ચે પ્રવિણસિંહ ઉર્ફે ભુરો ચંપકસિંહ પરમાર તેમના ઘરમાં ઘૂસી આવ્યો હતો.

પ્રવિણસિંહ પરમારે સૂંઇ રહેલી મહિલાને પોતાની હવસ સંતોષવા શિકાર બનાવી હતી. મહિલાને બળજબરીપૂર્વક બંધક બનાવતા તેણીએ બુમો પાડતા અવાજ બંધ કરાવવા મોઢામાં ડુચો નાખી દીધો હતો. જેથી મહિલા તેમનો સામનો ન કરી શકતા આખરે એક કલાક સુધી હવસખોર પ્રવિણએ મહિલાને હવસનો શિકાર બનાવી હતી. જોકે મહિલાએ ત્યારબાદ પ્રતિકાર કરતા પ્રવિણે મારી નાખવાની ધમકી આપી ફરાર થઇ ગયો હતો.

બનાવને પગલે પીડીત મહિલાએ 181 અભયમનો સંપર્ક કર્યો હતો. જેથી અભયમની ટીમને પીડીત મહિલાએ પોતાની આપવીતી જણાવતા તેમીને સાંતવના આપી પોલીસ ફરીયાદ નોંધવામાં આવી હતી. બનાવને પગલે સાવલી પોલીસ સ્ટેશન ખાતે મહિલાની ફરીયાદ નોંધી પોલીસે ગણતરીના કલાકોમાં બળાત્કારી પ્રવિણ પરમારને આણંદથી દબોચી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud