સયાજીગંજ વિસ્તારમાં આવેલી અદિતી હોટલના રૂમ નં-202માં બની ઘટના
યુવિત પારૂલ યુનિવર્સિટીની વિદ્યાર્થીની હોવાનુ પોલીસ સૂત્રોએ જણાવ્યું
ગુરૂવારે સવારે જ યુવતિએ હોટલમાં રૂમમાં બુક કરાવી ચેકઇન કર્યું હતુ
બપોરે સગા સબંધીઓ મળવા આવતા રિસેપ્શન પરથી ફોન કરતા જવાબ ન મળ્યો અને દરવાજો ખોલતા લટકતી લાશ મળી
WatchGujarat શહેરના સયાજીગંજં વિસ્તારમાં આવેલી નામંકિત અદિતી હોટલમાં બિહારની 22 વર્ષીય યુવતિએ ગળે ફાંસો ખાઇ જીવન ટુંકાવી લીધુ હતુ. બનાવને પગલે સયાડજીગંજ પોલીસે હોટલના રૂમમાં તપાસ કરતા યુવતિએ આપઘાત કરતા પહેલા એક સ્યૂસાઇડ નોટ લખી હતી જે પોલીસને મળી આવી હોવાનુ જાણવા મળી રહ્યું છે.
બનાવ અંગેની પ્રાથમિક માહિતી અનુસાર, સયાજીગંજ વિસ્તારમાં આવેલી અદિતી હોટલમાં આજે સવારે બિહારના મુઝફરપુરની વતની 22 વવર્ષીય સોનમ કુમારીએ રૂમ બુક કરાવી ચેકઇન કર્યું હતુ. હોટલના રૂમ નં-202માં ગયા બાદ બપોરના સમયે સોનમને મળવા માટે તેના સગા આવ્યા હતા. જેથી રિસેપ્શન પરથી સોનમના રૂમમાં ફોન કરવામાં આવ્યો હતો. વારંવાર ફોન કરવા છતાં કોઇ જવાબ મળ્યો ન હતો. ત્યારબાદ સોનમના મોબાઇલ પર પણ સંપર્ક કરવામાં આવ્યો હતો. તેમ છતા કોઇ જવાબ મળ્યો ન હતો. જેથી હોટલના મેનેજર અને લેડિઝ સ્ટાફ રૂમની માસ્ટર કી લઇ પહોંચ્યા હતા.
જ્યાં રૂમ પાસે પહોંચતા ટીવીનો જોર જોરથી અવાજ આવી સંભળાઇ રહ્યો હતો. જેથી રૂમનો દરવાજો માસ્ટર કી વડે ખોલતા સોનમ પંખા સાથે ગળે ફાંસો ખાધેલી હાલતમાં જોવા મળી હતી. બનાવને પગલે હોટલના સ્ટાફ દ્વારા તાત્કાલીક આ મામલે પોલીસ કંટ્રોલરમૂને દાણ કરી હતી. જેથી સયાજીગંજ પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો. જ્યાં રૂમમાં તપાસ કરતા 22 વર્ષીય યુવતિએ આપઘાત કરતા પહેલા એક સ્યૂસાઇડ નોટ લખી હોવાનુ જાણવા મળી રહ્યું છે. જે પોલીસે કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.