• ગત રોજ બપોરના સમયે અતુલ ઘરેથી ઇનોવા કાર લઇને નિકળ્યો ત્યાર બાદ પરત જ ન આવ્યો
  • મોડી સાંજે સેવાસી તળાવ પાસેની ઝાડીઓમાંથી અતુલનો મૃતદેહ મળી આવ્યો હતો.
  • મહિલા સાથેના પ્રેમસબંધમાં અતુલના મિત્રોએ જ તેની હત્યા કરી હોવાનુ જાણવા મળી રહ્યું છે.

WatchGujarat. શહેર નજીકના સેવાસી સ્થિત તળાવ પાસેની ઝાડીઓમાંથી ગત રાત્રે ગોરવાના યુવકની હત્યા કરી ફેંકી દેવાયેલી લાશ મળી આવી હતી. જોકે મોડી રાત્રે મૃતકના પરિવારજનોએ ઓળખ છતી કરતા તાલુકા પોલીસે આ મામલે હત્યાનો ગુનો નોંધી યુવકના હત્યારાઓની શોધખોળ હાથ ધરી હતી. આ બનાવમાં મહત્વની બાબત એ છે કે, ઘરેથી કાર લઇને નિકળેલા યુવકની કાર અને તેને પહેરેલી સોનાની ચેઇન અને વીટીઓ પણ ગાયબ હોવાનુ જાણવા મળી રહ્યું છે. જોકે તાલુકા પોલીસને યુવકની હત્યાનો ભેદ ઉકેલવામાં સફળતા મળી હોવાનુ જાણવા મળી રહ્યું છે. અતુલના જ મિત્રોએ તેની હત્યા કરી લાશ ઝાડીઓમાં ફેંકી દીધી હતી.

બનાવ સંદર્ભે રમેશભાઇ ઠાકોરએ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યું હતુ કે, તેમનો પુત્ર અતુલ ડ્રાઇવીંગનો વ્યવસાય કરે છે. ગત રોજ બપોરના સમયે અતુલ ઘરેથી સફેદ રંગની ઇનોવા કાર લઇ કામ અર્થે બહાર નિકળ્યો હતો. પરંતુ તે ક્યાં જઇ રહ્યો છે તે બાબતે કોઇને જાણ કરી ન હતી. અતુલ ઘરેથી નિકળ્યાને 4 ક્લાક જેટલો સમય વિતી ગયો હતો. જેથી પરિવારજનોએ તેના મોબાઇલ પર સંપર્ક કરતા કોઇ પ્રતિઉત્તર મળ્યો ન હતો. ચિંતાતુર થયેલા પરિવારે અતુલની શોધખોળ શરૂ કરી હતી.

દરમિયાન મોડી સાંજે ભાયલી ખાતે રહેતા સબંધીને પરિવારે સંપર્ક કર્યો હતો. પરંતુ અતુલ ત્યાં પણ મળી આવ્યો ન હતો. તેવામા રાત્રે 8 વાગ્યાના અરસામાં અતુલના પરિવારને જાણવા મળ્યું કે, સેવાસી ગામની સીમમાંથી એક લાશ મળી આવી છે, જેને સયાજી હોસ્પિટલ ખાતે લઇ જવાઇ છે. જેથી પરિવારજનો તાત્કાલીક હોસ્પિટલ ખાતે પહોંચ્યાં હતા. જ્યાં એમ્બ્યૂલન્સમાં મુકેલા મૃતદેહને જોતા અતુલ હોવાની ઓળખ પરિવારે કરી હતી.

અતુલનો મૃતદેહ જોતા તેના મોઢા અને શરીરના અન્ય ભાગે તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કરાયો હોવાના નિશાનો જોવા મળ્યાં હતા. તેમજ માથામાં બોથડ પદાર્થ વડે હુમલો કરી લોહી લુહાણ કરી નાખ્યો હોવાનુ પણ જણાઇ આવ્યું હતુ. તથા અતુલે ગળામાં પહેરેલી સોનીની ચેઇન અને હાથમાં પહેરેલી બે જેટલી વીટીઓ પણ ગાયબ હોવાનુ જોવા મળ્યું હતુ. જેથી પરિવારે અતુલની હત્યા થઇ હોવાની તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી હતી.

ઉપરોક્ત બનાવમાં અતુલ ઠાકોર મહિલા બુટલેગરનો પુત્ર હોવાનુ જાણવા મળી રહ્યું છે. અને અતુલની હત્યા અન્ય મહિલા સાથેના પ્રેમસંબંધ મામલે તેના જ મિત્રો દ્વારા કરાઇ હોવાનુ જાણવા મળી રહ્યું છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud