• જિલ્લા પોલીસની દારૂ – ચિકન પાર્ટી પરની આ રેઇડ રાજકીય હોવાની ચર્ચા
  • વડોદરા નજીક આવેલા સોખડા સ્થિત મીરસાપુરા ગામમાં આવેલા ફાર્મ હાઉસમાં ચાલી રહીં હતી દારૂ-ચીકન પાર્ટી
  • જિલ્લા એલ.સી.બીએ ફાર્મ હાઉસમાં રેઇડ કરતા 8 જેટલા ખાનદાની નબીરાઓ દારૂ પીધેલી હાલતમાં મળી આવ્યાં
  • પોલીસે તમામ ખાનદાની નબીરાઓની અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી

WatchGujarat. જેમ અગાઉ અનેક વખત કહ્યું છે કે, પોલીસ હાલ કોરોનાની અતિ ગંભીર પરિસ્થિતિમાં માસ્ક દંડ ઉઘરાવવામાં અતિ વ્યસ્ત હોવાથી બુટલેગરો અને દારૂના રસીયાઓ તો એમ જ સમજી રહ્યાં છે કે, પોલીસ આરામના મુડમાં છે. પરંતુ આ માનસિક્તા તદ્દન ખોટી છે તે સાબીત કરતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં શહેર નજીક આવેલા સોખડા સ્થિત એક ફાર્મ હાઉસમાં દારૂ- ચિકન પાર્ટી કરતા ખાનદાની નબીરાઓ પોલીસના હાથે ઝડપાયા હતા.

આ બનાવની વિગત એવી છે કે, શહેર નજીક આવેલા સોખડા સ્થિત મીરસાપુરા ગામ ખાતે આવેલા એક ફાર્મ હાઉસમાં દારૂ પાર્ટી ચાલી રહીં હોવાની બાતમી જિલ્લા પોલીસને મળી હતી. બાતમીના આધારે પોલીસે ફાર્મ હાઉસમાં દરોડો કરતા નામકિંત વ્યક્તિઓના નબીરાઓ પાર્ટીમાં શામેલ હોવાનુ જાણવા મળી રહ્યું છે. પોલીસે એક તબક્કે રહેમ નજર દાખવવાનુ નક્કી પણ કર્યું હશે પરંતુ આ પાર્ટીની વાત ચીતરાઇ જતા પોલીસે ભીનુ સંકેલવાને બદલે તમામની અટકાયત કરી હતી.

રવિવારે સોખડા સ્થિત મિરસપુરા ગામમાં આવેલા ફાર્મ હાઉસમાં ચાલી રહેલી દારૂ-ચીકન પાર્ટીમાં ઝપાયેલા 8 પૈકી મોટા ભાગના છાણી ગામના પટેલો હોવાનુ જાણવા મળી રહ્યું છે.

દારૂ-ચીકન પાર્ટી કરતા ઝડપાયેલા નબીરાઓ

–      અંકિત પટેલ

–      અપુર્વ પટેલ

–      ઝીલ  અમીન

–      ગૌરવ  મહેતા

–      નેમી  પટેલ

–      જતીન  પટેલ

–      પંકીલ  પટેલ

–      ચીરાગ પટેલ

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud