• સિગ્નલ તોડવું યુવતીને ભારે પડ્યું
  • વડોદરા શહેર પોલીસે શેર કર્યો એક વિડીયો
  • ક્યારેક નાની ભુલ આપી શકે છે મોટી સજા

WatchGujarat. રોજીંદા જીવનમાં વાહન ઉપયોગ એક જરૂર બની છે. નોકરી-ધંધા, અભ્યાસ અથવા કોઇ પણ પ્રકારના કામ માટે વાહનનો ઉપયોગ કરતા લોકો કેટલીકય વાર ટ્રાફિક નિયમોનુ ઉલ્લંઘન કરતા આપણે જોયા હશે. ટ્રાફિક નિયમોનુ ઉલ્લંઘન કરતા અનેક વખત અકસ્માતના બનાવો પણ બનતા આપણે જોયા છે. રસ્તા પર ટ્રાફિક પોલીસ હાજર હોય છતાંય કેટલીક વખથ સિગ્નલનુ પાલન કરવામાં આવતુ નથી, સિગ્નલની ગ્રીન અને રેડ લાઇટનુ પાલન કરવાનુ હોય છે. પરંતુ શું આપણે આ બધા નિયમનું પાલન કરીએ છીએ? તમે જોતા હશો રેડ લાઇટ હોવા છતાં કેટલાક લોકો પસાર થતા હોય તો વળી સ્ટોપ લાઇન હોય તેનાથી આગળ ઉભા હોય છે. આવી અનેક નાની-નાની બાબતનું ધ્યાન રાખીવુ જરૂરી છે. આપણને લાગતી આવી નાની ભુલ જ ક્યારે મોટી સાબિત થઇ જાય એ નક્કી હોતુ નથી.

CCTV Footage Near Bhimnath Bridge Crossing

હાલમાં વડોદરા શહેર પોલીસે સોશિયલ મીડિયા પર એક વિડીયો પોસ્ટ કર્યો છે. આ વિડીયો ખૂબ વાયરલ થઇ રહ્યો છે. એક યુવતીના સિગ્નલ ક્રોસિંગનો વીડિયો  પોસ્ટ કરીને આ રીતે રોડ ક્રોસ કરવો કેટલુ જોખમી છે, તે માટે સાવધાન કર્યાં છે. અનેક વખત સમજાવવા છતાં જનતામાં જાગૃતતા ન આવવાથી પોલીસ વિભાગ પણ જાગૃતતા લાવવા માટે આ પ્રકારનાં વિડીયો શેર કરીને જનતાને જાગૃત કરવાનો પ્રયાસ કરતી હોય છે. ત્યારે વડોદરા શહેર પોલીસે સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કર્યો છે. આ વિડિઓ શહેરનાં ભીમનાથ બ્રીજ પાસેના ક્રોસિંગનો છે.

ચાર રસ્તા પર સિગ્નલ બંધ છે ત્યારે એક યુવતી સિગ્નલ તોડી રસ્તો ક્રોસ કરે છે. એક્ટિવા લઇને આવતી આ યુવતી સિગ્નલ પર ઉભેલી કાર સાથે ટકરાઇ છે. વડોદરા શહેર પોલીસ દ્વારા મૂકાયેલા આ વિડીયોમાં બતાવાયુ છે કે સિગ્નલ તોડવું કેટલું ભયજનક છે. વડોદરા પોલીસે વીડિયો શેર કરીને લખ્યુ છે કે, ‘સિગ્નલ તોડવું કેટલું ભયજનક હોઈ શકે છે. જોકે કે સદનબિસે આ વાહન ચાલક યુવતિનો જીવ બચ્યો હતો. આ વિડિઓ વડોદરા શહેર પોલીસ દ્વારા લોકોમાં ટ્રાફિક નિયમો અંગે વધુ જાગૃત્તા આવે તે માટે શેર કરવામાં આવ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે આપણે સૌ કોઇને કોઇ રીતે ટ્રાફિકનાં નિયમોનું ઉલ્લંઘન કરતા હોઇએ છીએ, ત્યારે આ વિડીયો થકી એટલુ સમજવું જરૂરી છે કે ક્યારેક નાની ભુલ પણ મોટી સજા આપી શકે છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud