• રાત્રીના 8 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી રાજ્ય સરકાર દ્વારા લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે.
  • વિશ્વામિત્રી બ્રીજ ઉપર કોરોના કર્ફ્યુ દરમિયાન રાત્રે 9-45 વાગ્યાની આસપાસ વૈભવિ કારનો અકસ્માત સર્જાયો
  • કાર ચાલક ચિક્કાર પીધેલી હાલતમાં હોવાનુ નજરે જોનારનુ કહેવુ છે.
  • સદનસીબે કોરોના કર્ફ્યુ હોવાથી બ્રીજ વાહનોની અવર જનર નહીં વત હતી
  • અકસ્માત સર્જાતા એરબેગ ખુલી જતા કાર ચાલકનો પણ આબાદ બચાવ થયો હતો.

WatchGujarat. શહેરની પોલીસ 8 વાગતાની સાથે કોરોના કર્ફ્યુનો ચુસ્ત અમલ કરાવવા માટે રસ્તા ઉપર તૈનાત થઇ જાય છે. છતાંય ખાલી રસ્તા પર અકસ્માત સર્જાય તે આશ્ચર્યની વાત છે. રાત્રી કર્ફ્યુ દરમિયાન પોલીસ તેનુ કામ તો કરી જ રહીં છે. પરંતુ ખરેખર જરૂરી કામથી નિકળતા લોકોને હેરાનગતીનો સામનો કરવો પડે છે. ત્યારે આવા નબીરાઓ ખાલી રોડ જોઇ બેફામ કાર હંકારી પોતાની સાથે અન્ય લોકોના પણ જીવ જોખમમાં મૂકી રહ્યાં છે. આવા લોકો પોલીસની નજરથી કંઇ રીતે બચી જાય છે, તે વિચારવા જેવી બાબત છે.

કોરોનાની સ્થિતિ શુ છે અને શુ ચાલી રહ્યું છે આપણે સૌ સારી રીતે જાણીયે છીએ, એટલે એ વાતનો ઉલ્લેખ કરવો હાલ યોગ્ય નથી. પરંતુ કોરોના સંક્રમણને અટકાવવા માટે રાજ્ય સરકારે જે રીતે 8 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી કોરોના કર્ફ્યુ લાદ્યો છે. કોરોના કર્ફ્યુનો શહેરીજનો ચુસ્ત પાલન કરી રહ્યાં છે. કારણ કે બધાને પોતાનો જીવ વ્હાલો છે. છતાંય પોલીસની ફરજ છે કાયદો અને વ્યવસ્થા જાળવવાની એટલે 8ના ટકોરે પોલીસ તેના નિર્ધારીત પોઇન્ટ ઉપર હાજર થઇ જ જાય છે.

કામ સિવાય ઘરની બહાર નિકળવુ નહીં અને રાત્રીના સમયે આવશ્કય કામ અથવા મેડિક્લ ઇમર્જન્સી હોય તો જ ઘરની બહાર નિકળવુ તે બાબત ખૂબ સ્પષ્ટ છે. અને તેનુ પોલીસ ચુસ્ત પાલન કરાવે છે. છતાય કોરોના કર્ફ્યુ દરમિયાન ગુજરાત ટ્રેકટરથી માંજલપુર તરફ પૂરઝડપે જતી કાર વિશ્વામિત્રી બ્રીજ ઉપર પહોંચતા ધડાકાભેર ડીવાઇડર સાથે ભટકાઇ હતી. કાર ડીવાઇડર સાથે અથડાતા કારની અંદરની એરબેગ ખુલી ગઇ હતી અને બોમ્બ ધડાકો થયો હોય તેવો પ્રચંડ અવાજ આવતા આસપાસમાં રહેતા લોકો બ્રીજ ઉપર દોડી આવ્યાં હતા.

આ ઘટનાને નજરે જોનારના જણાવ્યા મૂજબ કાર ચાલક દારૂ પીધેલી હાલતમાં હતો. અકસ્માત સર્જાતા તેના હોશ ઉડી ગયા હતા. જોકે બ્રીજ ઉપર લોકોના ટોળા એકત્ર થતાં કાર ચાલક પલાયન થવા રસ્તો શોધી રહ્યો હતો. સદનસીબે બ્રીજ પર વાહનોની અવર જવર ન હોવાથી મોટી દુર્ઘટના બનતા અટકી હતી.

નોંધઃ- સામાન્ય પ્રજા જો રાતના 8 વાગ્યા પછી ઘરની બહાર નિકળે તો જાણે કેટલો મોટો ગુનો કરી નાખ્યો તેવો વ્યવહાર પોઇન્ટ પર હાજર પોલીસ કરતી હોય છે. પરંતુ આ શખ્સો જ્યારે કારમાં સવાર હોય ત્યારે પોલીસને કેમ દેખાતા નથી તે સમજાતુ નથી.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud