• સ્વૈચ્છિક લોકડાઉનને પગલે વેપારીઓ ચાર દિવસ ધંધો-રોજગાર બંધ રાખશે
  • સ્વૈચ્છિક લોકડાઉનમાં ઇમર્જન્સી સેવાઓ ચાલુ રાખવામાં આવી છે.
  • પવિત્ર રમઝાન માસ હોવાથી સવારે 6થી 9 દુધની દુકાનો અને ફ્રુટની લારીઓ ચાલુ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

WatchGujarat. કોરોના વધતા જતા સંક્રમણને લોકો ભારે દહેશત જોવા મળી રહીં છે. એક તરફ કોરોના પોઝિટીવ દર્દીઓ સતત વધી રહ્યાં છે, ત્યારે બીજી તરફ મૃત્યુ આંકમા પણ એટલો જ વધારો નોંધાઇ રહ્યો છે. તેને જોતા કોરોનાની ચેઇન તોડવા માટે વાઘોડીયામાં ચાર દિવસના સ્વૈચ્છિક લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. સ્વૈચ્છિક લોકડાઉનના પ્રથમ દિવસે વેપારીઓએ પોતાની દુકાનો બંધ રાખી હતી. જેથી રસ્તા સુમસામ બની ગયા હતા. જોકે ઇમર્જન્સી સેવાઓ હાલ ચાલુ રાખવામાં આવી છે.

વડોદરા જિલ્લા વાઘોડીયા ખાતે કોરોનાનુ સંક્રમણ વધતા પ્રજા અને તંત્ર બન્ને ચિંતામાં મુકાયા છે. ત્યારે કોરોનાની ચેઇન તોડવા માટે વાઘોડીયામાં ચાર દિવસ સ્વૈચ્છિક લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. જેમાં 22થી 25 એપ્રિલ સુધી સ્વૈચ્છિક લોકડાઉન પાડવામાં આવશે. જેને પગલે વાઘોડીયાના બજારો સજ્જડ બંધ રહ્યાં છે. જોકે, પવિત્ર રમઝાન માસ હોવાથી સવારે 6થી 9 વાગ્યા સુધી અને સાંજે 4થી 6 વાગ્યા સુધી દૂધની દુકાનો અને ફ્રુટની લારીઓ ચાલુ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

સ્વૈચ્છિક લોકડાઉનને સફળ બનાવવા અને કોરોનાની ચેઇન તોડવા માટે આજે વેપારીઓએ ધંધા-રોજગાર બંધ રાખ્યા હતા. જેથી રસ્તાઓ સુમસામ બન્યા હતા. કોરોનાનુ સંક્રમણ એટલી હદે વધી રહ્યું છે કે, હવે લોકો સ્વૈચ્છિક લોકડાઉન કરવા પર મજૂબર બન્યાં છે. કોરોના પોઝિટીવ દર્દીઓની સંખ્યામાં સતત વધારો નોંધાતા હવે તંત્ર પણ ચિંતામાં મુકાયુ છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud