• અણખોલ ખાતે રોડ ટચ જમીન જોવા બોલાવી ત્રણ શખ્સોએ બિલ્ડર સાથે લુંટ ચલાવી હતી.
  • બિલ્ડરને 7 કલાક સુધી બંધક બનાવી રાખી સોનાની ચેઇન, રોકડ અને મોબાઇલ ફોનની લુંટ ચલાવી હતી.
  • લુંટ ચલાવ્યા બાદ વધુ રૂપિયાની માગણી કરી ફોટો વિડિઓ વાયરલ કરવાની ધમકી આપી હતી.
  • બિલ્ડરની ફરીયાદના આધારે પોલીસે ગુનો નોંધી ત્રણ પૈકીની ધરપકડ કરી એકની શોધખોળ જારી

WatchGujarat. શહેર નજીક અણખોલ ગામ ખાતે રોડ ટચ જમીન વ્યજબી ભાવે અને લાંબા ટર્મસ સાથે વેચવાની હોવાનુ જણાવી બિલ્ડરે ત્રણ શખ્સોએ બંધક બનાવી લુંટ ચલાવી હતી. એટલુ જ નહિં બિલ્ડર સાથે લુંટ ચલાવી વધુ રૂપિયાની માગણી કરી કઢંગી હાલતમાં ફોટો-વિડિઓ ઉતારી વાયરલ કરવાની ધમકી આપવામાં આવી હતી. જોકે બિલ્ડરે બે દિવસમાં બાકીની રકમ ચુંકવવાનો કહેતા માંડ છુટકારો થયો હતો. બનાવને પગલે બિલિડરે વાઘોડીયા પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવતા પોલીસે ગણતરીના કલાકોમાં ત્રણ પૈકી બેની ધરપકડ કરી હતી.

આ બનાવની વિગત એવી છે કે, શહેરના કારેલીબાગ વિસ્તારમાં રહેતા બિલ્ડરે ભૂલથી બ્લૂડ ગે ક્લબહાઉસ ફોર એન્ડરોઇડ નામની એપ્લીકેશન ફોનમાં ડાઉનલોડ કરી હતી. આ એપ્લીકેશન પર બિલ્ડરને મેસેજ મળ્યો હતો કે, અણખોલ પાસે રોડ ટચ જમીન વ્યજબી ભાવે અને લાંબા ટર્મસ સાથે વેચવાની છે. જેથી જમીન જોવા બિલ્ડર પોતાની કારમાં પહોંચ્યો હતો. જ્યાં એક યુવકે કાર પાસે આવી તમે મારી મોપડે પર બેસી જાઓ રસ્તો ઉબળ ખાબળ છે, કાર જઇ શકે તેમ નથી. જેથી યુવકની વાતમાં આવી બિલ્ડર મોપેડ પર બેસી ગયો હતો.

થોડેક આગળ જતા મોપેડ ચાલક યુવક સહિત તેના અન્ય બે સાગરીતો પણ આવી પહોંચ્યા હતા અને અમારી 80 હજારની બે ગાયો ચોરાઇ છે કહીં બિલ્ડરને માર મારી લુંટ ચલાવી સૃષ્ટી વિરૂદ્ધનુ કૃત્ય કરી કઢંગી ફોટો-વિડિઓ ઉતારી વાયરલ કરવાની ધમકી આપી હતી. ત્યારબાદ રૂ. 1 લાખની માગણી કરતા બિલ્ડરે પત્ની પાસેથી રૂ. 12 હજાર મંગાવી આપ્યા હતા. અને રૂ. 50 હજાર બાદમાં આપવાનુ કહેતા ત્રણેય શખ્સોએ તેને છોડી મુક્યો હતો. જેથી બિલ્ડરે વાઘોડીયા પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવતા પોલીસે ત્રણેયને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા હતા.

જેમાં પોલીસે બિલ્ડર પાસે બાકીની રકમ આપવાના બહાને છટકુ ગોઠવ્યુ હતુ. જોકે બિલ્ડર સાથે લુંટ ચલાવનાર શખ્સો શાતીર હોવાથી પોલીસને ગોલ્ડન ચોકડી, વાઘોડીયા ચોકડી તેમજ કપુરાઇ ચોકડી ફેરવી રહ્યાં હતા. દરમિયાન પોલીસને હ્યુમન ઇન્ટેલીજન્સ મારફતે બાતમી મળી કે આ શખ્સો સુંદરપુરા ગામ પાસે છે. જેથી પોલીસે તાત્કાલીક સ્થળ પર પહોંચી બિલ્ડર સાથે લુંટ ચલાવનાર અજય રાજુભાઇ ઠાકોર (રહે. આજવા રોડ) અને રાકેશ રામદેવભાઇ કનોજીયા (રહે. પાણીગેટ, વડોદરા)નાઓની ઝડપી પાડી કુલ રૂ. 1,13,400નો મુદ્દામાલ જપ્ત કરી ટોળકીમાં શામેલ અક્ષય નામના શખ્સની શોધખોળ હાથ ધરી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud