• સંગમ ચાર રસ્તા પર જાહેરનામનું ભંગ કરી જાહેરમાં માસ્ક ન પહેરનાર દંપતીએ પોલીસ કાર્યવાહીમાં રૂકાવટ ઉભી કરી
  • માસ્ક ન પહેરવાની સમાધાન પાવતી આપવા જતાં પોલીસકર્મી સાથે ઝપાઝપી કરી મોઢા ઉપર નખોરીયા માર્યા
  • પોલીસ સબ ઇન્સપેક્ટર ને મોઢા ના ભાગે નખોરીયા મારતા દંપતી વિરુદ્ધ વારસિયા પોલીસમાં ફરિયાદ

વડોદરા. કોરોનાની વૈશ્વિક મહામારીને અટકાવવા શહેર પોલીસ વિવિધ વિસ્તારમાં મોઢા પર માસ્ક પહેર્યા અંગેના ચેકીંગની કામગીરી કરી રહી છે. દરમિયાન સંગમ ચાર રસ્તા પાસે કારમાં પસાર થયેલા દંપતી પૈકી પત્નીએ માસ્ક પહેર્યુ ન હતું. પોલીસે દંડ ભરવાનું જણાવતા દંપતીએ પોલીસ સાથે દુર્વ્યવહાર કરી શેનો દંડ હું નહીં ભરુ થાય તે કરી લેજો તેમ કહી ફરજ પરના પોલીસ કર્મી સાથે ઝપાઝપી કરી મોઢા ઉપર નખોરીયા મારતા દંપતી વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે.

શહેરના સંગમ ચાર રસ્તા પાસે ગઈકાલે પોલીસ દ્વારા માસ્ક ન પહેરનાર નાગરિકોને દંડ વસુલવાની કામગીરી કરવામાં આવી રહી હતી. તેવામાં આજવા રોડના રહેવાસી રાકેશ પ્રકાશભાઈ સિંગલા અને તેમની પત્ની ગરિમાબેન કારમાં ત્યાંથી પસાર થઇ રહ્યાં હતા. કાર ચાલક રાકેશભાઇનીમબાજુની સીટ પર બેઠેલા તેમના પત્નીએ મોઢા પર માસ્ક પહેર્યુ ન હતુ. જેથી પોલીસની નજર પડતા કારને રોકવામાં આવી હતી. અને માસ્ક પહેરવા બદલ દંડની પાવતી આપવા માટે મહિલાને નામ પુછતાં તેઓ એકદમ ઉશ્કેરાઇ જઇ શેનો દંડ હું નહીં ભરૂ થયા તેકરી લેજો તેમ કહીં પોલીસ સાથે ઉગ્ર બોલાચાલી કરવામાં આવી હતી.

દરમિયાન કારચાલક રાકેશ પણ બૂમો પાડી તમે પોલીસવાળા ખોટી રીતે દંડ ઉઘરાઓ છો. અને આમ જનતાને પરેશાન કરો છો, તેમ કહી પતિ પત્નીએ હંગામો મચાવ્યો હતો. મહિલાના પતિ રાકેશભાઈએ કારમાંથી નીચે ઉતરી તમે પોલીસવાળા આવા છો તેમ કહી પોલીસ સાથે ઝપાઝપી કરી ફરજ પરના પોલીસ સબ ઇન્સ્પેકટર બી. એસ. જાડેજાના મોઢા પર નખોરીયા મારી દીધા હતા. બનાવ અંગે વારસિયા પોલીસે દંપતી સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud