• વતનમાં કમ્પાઉન્ડર તરીકે રહેલા ઝોલછાપોએ ઔદ્યોગિક ગઢ ભરૂચ જિલ્લામાં ખોલી દવાખાનાઓની હાટડીઓ
 • ડિગ્રી વગરના તબીબો પરપ્રાંતીય શ્રમિકો, ગરીબોને ટાર્ગેટ બનાવી ઔદ્યોગિક વિસ્તારો અને ગ્રામ્ય પંથકમાં ચલાવતા ધીકતો ધંધો
 • દહેજમાં 6, અંકલેશ્વર ગ્રામ્યમાં 4, શહેરમાં 3 અને ઉમલ્લામાંથી 1 ઝબ્બે

WatchGujarat. ભરૂચ જિલ્લામાં કોરોનાકાળમાં લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા ડિગ્રી વગરના 14 પરપ્રાંતિયો બોગસ તબીબોની હાટડીઓ ઉપર છાપા મારી પોલીસે ₹ 2.08 લાખની દવાઓ, ઇન્જેક્શન સહિતના મેડિકલ સાધનો સાથે જેર કર્યા છે.

જિલ્લામાં મેડિકલ ડિગ્રી કે સર્ટીફિકેટ વગર ગેરકાયદેસર મેડિકલ પ્રેકટીસ કરી અલગ અલગ જગ્યાએ દવાખાના ચલાવતા 14 નકલી ડોકટરોની ધરપકડ કરાઈ છે. હાલમાં ચાલી રહેલ કોરોના મહામારીના સમયમાં લોકોની નકલી ડોકટરો પાસેની સારવાર તેઓના સ્વાથ્યને જોખમમાં મુકે છે તેમજ કોરોના સંક્રમણ જેવા કિસ્સામાં ક્યારેક મૃત્યુ નીપજાવે છે.

ઔદ્યોગિક ગઢ ભરૂચ જિલ્લામાં ડિગ્રી કે સર્ટીફિકેટ વગર ગેરકાયદેસર મેડીકલ પ્રેકટીસ કરતા નકલી ડોકટરોને શોધી કાઢવા પોલોસે ડ્રાઈવ ચલાવી હતી. બહુધા પરપ્રાંતીય વસ્તી ધરાવતા GIDC વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ દવાખાના ખોલી ગેરકાયદેસર મેડીકલ પ્રેકટીસ કરતા નકલી ડોકટરોને ત્યા અલગ અલગ ટીમો બનાવી રેઇડ કરતા 1 મહિલા સહિત પશ્ચિમ બંગાળના 14 બોગસ ડોકટરોને એલોપેથિક દવાઓ , મેડીકલ સાધનો તથા વિવિધ ઈજેકશનના કુલ ₹ 2.08 લાખના જથ્થા સાથે ઝડપી પાડવામાં આવ્યા છે.

બોગસ તબીબો મુન્નાભાઈઓને ઝબ્બે કરવાની પોલીસની ઝુંબેશમાં દહેજમાંથી 6, અંકલેશ્વર શહેરમાં 3, ગ્રામ્યમાં 4 અને 1 ઉમલ્લામાં દવાખાનું ખોલી પરપ્રાંતિયો, શ્રમિકો, ગરીબ અને આદિવાસી લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ખીલવાડ કરી પોતાની હાટડીઓ ધમધમાવતા હતા. તમામ 14 નકલી તબીબો પશ્ચિમ બંગાળમાં કમ્પાઉન્ડર તરીકે જે તે દવાખાનામાં ફરજ બજાવતા હોવાથી દવાઓ અને પ્રાથમિક સારવારનું જ્ઞાન ધરાવતા હતા.

પશ્ચિમ બંગાળના કમ્પાઉન્ડરમાંથી ભરૂચમાં બોગસ તબીબનો વેપલો કરતા 14 ઝોલા છાપ

 1. બીટન બીપુલ પોદ્દાર રહે.બી -2 , મીરાબીકા સોસાયટી , ભરૂચ
 2. રૂદ્રરાય નારાયણ રાય રહે.અંબીકાનગર , ગડખોલ પાટીયા, અંકલેશ્વર
 3. સર્વેશ્વર રાધાક્રિષ્ણ તિવારી રહે.અંબીકાનગર , ગડખોલ પાટીયા
 4. બ્રાતીશ બિપુલ પોદાર રહે . જોલવાગામ , વાગરા
 5. અનિતાબેન સુમંતા બિધાન બિસ્વા રહે . દહેજ વાડી ફળીયુ
 6. નમોરંજન સાઓ જતીંદ્રનાથ બિસ્વાસ રહે . દહેજ વાડી ફળીયુ
 7. મધુમંગળ જયદેવ બિસ્વાસ રહે . જાગેશ્વરગામ , તા.વાગરા
 8. બિશ્વજીત ત્રિનાથ બિસ્વાસ રહે . જાગેશ્વર ગામ, વાગરા
 9. સુકુમાર સ્વપનકુમાર પાલ રહે . લખીગામ , વાગરા
 10. સ્વપનકુમાર મનોરંજન મલ્લીક રહે. શિવાંજલી સોસાયટી, જીતાલી
 11. નીવાસ રાધાકાંત બિસ્વાસ રહે . રામનગર , બાકરોળ , તા.અંકલેશ્વર
 12. અનિમેષ અખીલ બિસ્વાસ રહે . રાઠવા નગર , બાકરોળ , અંકલેશ્વર
 13. રાબીન જગદીશ રાય રહે . સકાટા ચોકડી , પાનોલી જી.આઇ.ડી.સી.
 14. બીકાસકુમાર કુમોદભાઇ બિસ્વાસ રહે . ઇંદોરગામ , ઝઘડીયા
Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud