વાયલાઇન કંપની લેબોરેટરી, સાયન્ટિફિક ઈકવિપમેન્ટ અને ગ્લાસની અન્ય પ્રોડકટો બનાવતી કંપની છે.
6 થી વધુ ફાયર ફાઈટરોએ દોડી આવી પાણીનો મારો ચલાવતા 2 કલાકે આગ પર કાબુ મેળવાયો
ગોડાઉનમાં પેકેજીંગ, પૂંઠા, પ્લાયની પ્લેટો, ભૂંસા અને ઘાસના લીધે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું
જાનહાનિ કે ઇજાની સદનશીબે કોઈ ઘટના નહિ
WatchGujarat ઝઘડિયામાં દુ:બોરીદરમાં આવેલી વાયલાઇન નામની ગ્લાસ ફેકટરીના ગોડાઉનમાં આકસ્મિક રીતે આગ ભભૂકી ઉઠી હતી. ગોડાઉનમાં ગ્લાસ પેકેજીંગનો સામાન હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા દોડધામ મચી ગઇ હતી.
આકરી ગરમીમાં ભરૂચ ઔદ્યોગિક વિસ્તારોમા આવેલી વિવિધ કંપનીઓમાં આગની ઘટનાઓ ઘટવાના બનાવો વધી જતાં હોય છે. ગુરૂવારે સવારે 10 કલાકના અરસામાં ઝઘડિયાની ગ્લાસ બનાવતી દુ: બોરિદ્રા ગામે આવેલી વાયલાઇન કંપનીમાં આગની ઘટના ઘટી હતી.
વાયલાઇન કંપનીના ગોડાઉનમાં એકાએક આગ ભભૂકી ઉઠી હતી. ગ્લાસનાં પેકેજીગ માટે ગોડાઉનમાં મોટા પ્રમાણમાં પૂંઠા, ઘાસ, કાગળો, લાકડાની પ્લાય, પ્લેટોનો જથ્થો રહેલો હોવાથી આગ જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરતા દોડધામ મચી ગઇ હતી.
[embed]https://youtu.be/cpSjF-Qmo1E[/embed]
નોટિફાઇડ એરિયા અને અન્ય ઔદ્યોગિક વિસ્તસરના ફાયર ફાઈટરોને ઘટનાની જાણ કરતા 6 થી વધુ ફાયર ફાઈટરો સ્થળ પર દોડી આવી આગ ને કાબુમાં લેવા પાણીનો મારો ચલાવ્યો હતો.
બીજી તરફ કંપનીમાં કામ કરતા અને ગોડાઉનમાં રહેલા કર્મચારીઓ બહાર દોડી આવતા ઘટનામાં સદનશીબે કોઇ જાનહાનિ કે ઇજા થઇ નથી. 2 કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. આગના ગોટ ગોટા આકાશમાં ઊંચે સુધી પ્રસરતા ભયનો માહોલ ફેલાયો હતો.
ઘટનામાં ઝઘડિયા પોલીસ, જીપીસીબી અને ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફટીના અધિકારીઓ દોડી આવ્યા હતા. આગ લાગવાનું કારણ હજી અકબંધ રહ્યું છે. તંત્રની તપાસ બાદ આગ આકસ્મિક રીતે કે શોર્ટ સર્કિટ સહિત અન્ય કોઈ કારણસર લાગી છે તે બહાર આવી શકે તેમ છે.

[embed][/embed]