• 138 78 મીટરની સંપૂર્ણ સપાટીએ ડેમ સ્પર્શ્યા બાદ 2 વર્ષથી ભરૂચ પણ નંદનવન બની રહ્યું છે
  • જૂનો ગોરા ડૂબા ડૂબ બ્રિજ ડૂબવાના આરે, હાલ ડેમની સપાટી 124.52 મીટર, ઉપરવાસમાંથી પાણીની 1300 ક્યુસેક આવક, મુખ્ય કેનાલમાં 10000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે
  • ડેમમાં ભર ઉનાળે 2037 મિલિયન ક્યુબીક મીટર પાણીનો જથ્થો

Watchgujarat. 168 કિલોમીટરના ડાઉન્સ્ટ્રીમમાં ભરૂચ જિલ્લાની પ્રજા છેલ્લા ઘણા વર્ષોથી ખારા જળ વચ્ચે નર્મદા નદી પાણી વિહોણી બનતા અનેક હાલાકીનો સામનો કરી રહી હતી. ખેતી, જમીન અને પીવાના પાણી સહિત માછીમારોને નીચાણવાસમા મુશ્કેલીનો સામનો પડી રહ્યો હતો. જોકે 121.29 મીટર થી 30 દરવાજા મૂકી ડેમની ઊંચાઈ 138.68 મીટર કરાતા છેલ્લા 2 વર્ષમાં ડાઉન સ્ટ્રીમમાં ખારપટ સહિતની સમસ્યા હલ થઈ ગઈ છે.

આગામી ચોમાસાની આગાહી વચ્ચે હાલ નર્મદા બંધ માં 2037 મિલિયન ક્યુબીક મીટર પાણી નો જથ્થો ભરેલો છે ત્યારે તંત્ર દ્વારા RBPH ના 6 ટર્બાઇન પૈકી રીવરબેડ પાવર હાઉસના 2 ટર્બાઇનો ચાલુ કરી 24 કલાક ચાલવામાં આવી રહ્યા છે. જેનાથી નર્મદા નદીમાં 31 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવતા ચોમાસા પહેલ નર્મદા નદી 2 કાંઠે વહેતી થઈ છે અને ગોરા બ્રીજ પણ ડૂબી ગયો છે. એટલે હવે નર્મદા નદીમાં પાણી ભરાતા આગામી દિવસો માં ક્રુઝ બોટ ફરી ચાલુ થશે.

હાલ નર્મદા ડેમના ઉપરવાસ માંથી 1300 ક્યુસેક પાણી ની આવક થઈ રહી છે. નર્મદા ડેમની જળ સપાટી 124.52 મીટર પર છે. નર્મદા કેનાલ માં 10 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમના રીવરબેડ પાવર હાઉસના 2 ટર્બાઇનો 24 કલાક ચાલતા હોવાથી નર્મદા નદીમાં 31000 ક્યુસેક પાણી ડિસ્ચાર્જ થતા ચોમાસા પહેલા નર્મદા નદી બે કાંઠે વહેતી થઈ છે.

જૂનો ગોરા બીજ ડૂબવાની સ્થિતિમાં આવી ગયો છે. ચોમાસાની આગાહી વચ્ચે નર્મદા બંધમાં 2037 મિલિયન ક્યુબીક મીટર પાણીનો જથ્થો હાલ ભરેલો છે, ત્યારે તંત્ર દ્વારા રીવરબેડ પાવર હાઉસના 2 ટર્બાઈનો ચાલુ કરી 24 કલાક ચલાવવામાં આવી રહ્યા છે. જેનાથી નર્મદા નદીમાં 31 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવતા ચોમાસા પહેલા નર્મદા નદી બે કાંઠે વહેતી થઈ છે, ગોરાબ્રિજ જ પણ ડૂબવાની તૈયારીમાં છે.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

ઉલ્લેખનીય છે કે, નવો પુલ બન્યો છે જેના કારણે રાહદારીઓને કોઈ તકલીફ નહિ પડે અને આમ પણ જૂનો પુલ હાલ બિનઉપયોગી જ છે. નર્મદા નદીમાં પાણી ભરાતા આગામી દિવસોમાં કુઝ બોટ ફરી ચાલુ થશે તેવી શક્યતાઓ છે. હાલ નર્મદા ડેમના ઉપરવાસમાંથી 1300 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે અનેનર્મદા ડેમની જળ સપાટી 124.52 મીટર પર છે. નર્મદા કેનાલમાં 10,000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. આમ ભર ઉનાળે વિના વરસાદે નર્મદા બે કાંઠે વહેતી થઈ છે. ઉપરવાસમાંથી 1300 ક્યુસેક પાણીની આવક સામે મુખ્ય કેનાલમાં 10,000 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud