• એસઓજીનો સપાટો, ટ્રાન્સપોર્ટ કંપનીમાંથી વિદેશી દારૂનાં પાર્સલની હેરાફેરીનો કર્યો પર્દાફાશ
  • ટ્રકમાંથી વિદેશી દારૂનાં પાર્સલ ઝડપી લઈ વિવિધ બ્રાન્ડની 240 બોટલો કબ્જે કરી
  • એસઓજી પોલીસે વિદેશી દારૂની હેરાફેરી કરતા 4 શખ્સોને ઝડપી પાડ્યા
  • સેફ એક્સપ્રેસ ટ્રાન્સપોર્ટના ટ્રક સહિત કુલ રૂ, 16.31 લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો
  • વિદેશી દારૂના પાર્સલ પર બોગલ વે બિલ અને ઇન્વોઇસ બિલ પણ લગાવ્યા હતા

# RAJKOT - બુટલેગરે વિદેશી દારૂનો જથ્થો કઈ રીતે શહેરમાં મંગાવ્યો, જાણો

WatchGujarat રાજ્યમાં દારૂ ઘુસાડવા માટે બુટલેગરો અવનવા કીમિયાઓ અપનાવતા હોય છે. ત્યારે રાજકોટનો આ કિસ્સો જાણી તમે પણ અચરજ પામશો. રાજકોટના બુટલેગરે ટ્રાન્સપોર્ટ મારફતે હરિયાણાથી દારૂનો જથ્થો મંગાવ્યો હતો.ત્યારે બાતમીના આધારે એસઓજી પોલીસે નામચીન ટ્રાન્સપોર્ટ કંપનીમાં થતી વિદેશી દારૂની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે. એસઓજી પોલીસે સેફ એક્સપ્રેસ ટ્રાન્સપોર્ટ કંપનીનાં ટ્રકમાંથી વિદેશી દારૂનાં પાર્સલ ઝડપી લઈ વિવિધ બ્રાન્ડની 240 બોટલો સાથે 4 શખ્સોને ઝડપી લીધા છે. એસઓજી પોલીસે 1.21 લાખની મતાના દારૂના જથ્થો અને ટ્રક સહિત કુલ રૂ. 16.31 લાખનો મુદ્દામાલ કબ્જે લઈ આરોપીઓ સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી વિગતો મુજબ કુવાડવા રોડ પર IOC પ્લાન્ટની સામે સેફ એક્સપ્રેસ ટ્રાન્સપોર્ટ કંપનીનાં ટ્રકમાં વિદેશી દારૂનો મોટો જથ્થો હોવાની બાતમી એસઓજી પોલીસને મળી હતી. જેને આધારે વોચ ગોઠવી રેડ કરતા પાર્સલમાં પેક કરેલી વિદેશી દારૂની 240 બોટલો મળી આવી છે. પાર્સલ પર બોગલ વે બિલ અને ઇન્વોઇસ બિલ પણ લગાવવામાં આવ્યા હતા. પોલીસે પૂછપરછ કરતાં ત્યાં હાજર શખ્સોએ બોક્સમાં કિચનવેરની આઇટમ હોવાનું રટણ રટ્યું હતું.

bootlegger

જો કે પોલીસે પાર્સલ ખોલતાં જ તેમનો ભાંડો ફૂટી ગયો હતો. એ અંદરથી રૂ.1,21,200ની કિંમતનો 240 બોટલ દારૂનો જથ્થો મળી આવ્યો હતો. દારૂનો જથ્થો બૂટલેગરે ક્રિષ્ના એન્ટરપ્રાઇઝના નામે હરિયાણામાંથી મંગાવ્યો હોવાનું પણ પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. પોલીસે સ્થળ પરથી આ ટ્રાન્સપોર્ટ ઓફિસના ત્રણ મેનેજર પ્રવીણ શિવનારાયણ ભાવસાર, શૈલેન્દ્રસિંહ વિકેસીંગ રાણા, અજીત રામકેર યાદવ તેમજ ટ્રકનાં ડ્રાઇવર રામારામ મંગારામ જાટને પણ ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

એસઓજીએ કબ્જે લીધેલ મુદ્દામાલ

  • બ્લેન્ડર પ્રાઈમ વિસ્કી બોટલો નંગ-24 જેની કિ.રૂ. 20,400
  • મેકડોવેલ્સ વહીસ્કી બોટલો નંગ-72 જેની કિ.રૂ. 28,800
  • રોયલ ચેલેન્જ વ્હિસ્કી બોટલો નંગ-144 જેની કિ.રૂ. 72,000
  • અશોક લેલન ટ્રક જેના રજીસ્ટ્રેશન જેની કિ. રૂ. 15 લાખ
  • મોબાઇલ ફોન નંગ 2 કિ.રૂ. 10,500 સહિત કુલ રૂ. 16,31,700નો મુદ્દામાલ
#RAJKOT

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud