ગુજરાતના ખેડૂતો બોલે નહિ તો જમીન જશે, મોટી કંપનીઓ અને સરકાર મળીને જમીન છનવી લેશે
દિલ્હીમાં કિસાન આંદોલન લાંબુ ચાલશે, સરકારને નવેમ્બરનો સમય આપ્યો છે, સરકારને જરૂર હશે તો પહેલ કરશે
ખેડૂતોએ 3 કૃષિ કાયદા પાછા ખેંચાવા, પોતાની જમીન, જમીર, પશુ માટે હકની લડાઈ લડવી પડશે
ભરૂચમાં જાતે ટ્રેકટર ચલાવી રાકેશ ટિકેટે લુવારા ગુરુદ્વારા પોહચી શીશ નમાવ્યું
જિલ્લાના ખેડૂત આગેવાનો સાથે કોંગ્રેસી નેતાઓ પણ જોડાયા
WatchGujarat. ગુજરાતના 2 દિવસે પ્રવાસે આવેલા કિસાન આંદોલનના પ્રણેતા રાકેશ ટિકેટ સોમવારે બપોરે ભરૂચ જિલ્લામાં આવી પોહચ્યા હતા. હાઇવે પર જાતે ટ્રેકટર ચલાવી તેઓએ લૂવારા ગુરુદ્વારા પોહચી પોતાનું શીશ ઝુકાવ્યું હતું.
રાકેશ ટિકેટને આવકારવા ભરૂચ જિલ્લા ખેડૂત સમાજના આગેવાનો, કોંગી નેતાઓ અને ખેડૂતો નેશનલ હાઇવે નંબર 48 ઉપર મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. કિસાન આંદોલનના નેતાની એન્ટ્રી ને લઈ કાયદો વ્યવસ્થા જાળવવા ચુસ્ત પોલીસ બન્ડોબસ્ત ખડકી દેવા સાથે સલામતી અને સુરક્ષા અંગે જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમા એ જાતે સ્થળ વિઝીટ કરી હતી.
રાકેશ ટીકેટે જણાવ્યું હતું કે, ગુજરાતમાં માહોલ ઠીક છે, 2 દિવસના ગુજરાતના પ્રવાસમાં મેં જોયું કે, લોકો બોલી રહ્યા નથી, નહિ બોલે તો તેઓની જમીન જશે. મોટી કંપનીઓ અને સરકાર મળીને જમીન છીનવી લેશે. ખેડૂતોએ પોતાની જમીનને બચાવવા લડાઈ લડવી પડશે. પોતાના ભાગની લડાઈ, 3 કૃષિ કાયદા પરત ખેંચવાની લડાઈ નહિ લડે તો આ સરકાર બધું લઈ લેશે. ગુજરાતના દૂધ ઉત્પાદકોને પણ રાકેશ ટીકેટે જાગૃત કરતા કહ્યું હતું કે, દૂધનો એગ્રીમેન્ટ પણ ભારત સરકાર કરવા જઈ રહી છે જેના કારણે તે ગુજરાતના સમગ્ર ખેડૂત સમાજને બરબાદ કરી દેશે.
ગુજરાતના ખેડૂતોએ પણ જમીન અને પશુ બચાવવા સંઘર્ષ કરી લડત અને આંદોલન આપવું પડશે. દિલ્હીનું આંદોલન લાંબુ ચાલશે. સરકાર અમારી સાથે વાત નથી કરી રહી તો અમે પણ ક્યાં સરકાર સાથે વાત કરી રહ્યા છે.
સરકારને જરૂર હશે તો પહેલ કરશે, અમે નવેમ્બરનો સમય આપ્યો છે. સરકારની ફોર્મ્યુલા લૂંટની છે. સરકારે કહ્યું MSP છે અને રહેશે જ, રૂપિયા 3 કિલો મળતું શાક ગોડાઉનમાં જતા જ ₹20 થઈ જાય છે, આમાં ક્યાં MSP આવી, ખેડૂતોને પોતાની ફસલ નું જ કઈ મળી રહ્યું નથી. ગુજરાતનો ખેડૂત સમાજ પણ થોડા દિવસોમાં રસ્તા પર ટ્રેકટરો સાથે ઉતરી પડી કૃષિ આંદોલનના જોડાશે તેઓ તેમણે અંતે આશાવાદ વ્યક્ત કર્યો હતો.
- ગુજરાતના ખેડૂતો બોલે નહિ તો જમીન જશે, મોટી કંપનીઓ અને સરકાર મળીને જમીન છનવી લેશે
- દિલ્હીમાં કિસાન આંદોલન લાંબુ ચાલશે, સરકારને નવેમ્બરનો સમય આપ્યો છે, સરકારને જરૂર હશે તો પહેલ કરશે
- ખેડૂતોએ 3 કૃષિ કાયદા પાછા ખેંચાવા, પોતાની જમીન, જમીર, પશુ માટે હકની લડાઈ લડવી પડશે
- ભરૂચમાં જાતે ટ્રેકટર ચલાવી રાકેશ ટિકેટે લુવારા ગુરુદ્વારા પોહચી શીશ નમાવ્યું
- જિલ્લાના ખેડૂત આગેવાનો સાથે કોંગ્રેસી નેતાઓ પણ જોડાયા