સેડ્રિકની N.C.C. થી નૌકાદળ અધિકારી સુધીની સફર ગુજરાત સરકારના યુવા પ્રોત્સાહન થકી રાષ્ટ્રનિર્માણના અભિગમની પરિચાયક
માતૃભૂમિની સેવા કરવાની ઝંખનાએ સેડ્રિકને સફળતા અને ઉત્કૃષ્ટતાના શિખરે પહોંચાડ્યો
NCC ની તાલીમે મારી OLQ (Officers like qwality)નું ઘડતર કર્યું : સબ લેફ્ટેનન્ટ સેડ્રિક સિરિલ
WatchGujarat રાજ્યની નિર્ણાયક સરકાર હોનહાર યુવાઓને NCC અને NSS જેવી રાષ્ટ્રનિર્માણ અને દેશસેવાની પ્રવૃત્તિઓમાં જોડાવા માટે તમામ પ્રોત્સાહન આપી રહી છે. તાજેતરમાં જ સરકાર દ્વારા ગુજરાતના તટવર્તી અને સીમાવર્તી ક્ષેત્રોમાં NCC units પણ વધારવામાં આવી છે. તેવા સમયે અમદાવાદના સેડ્રિક સિરિલે NCC ના માધ્યમથી ભારતીય નૌકાદળમાં અધિકારી તરીકે જોડાઇને માતૃભૂમિ ગુજરાત અને ગુજરાતીઓને અપાર ગૌરવ અપાવ્યું છે.
સેડ્રિકની આ સિદ્ધિ ગુજરાત સરકારના યુવા પ્રોત્સાહન થકી રાષ્ટ્રનિર્માણ અને રાષ્ટ્રસેવાના અભિગમની પરિચાયક છે. આ સિદ્ધિ એ પણ દર્શાવે છે કે ગુજરાતીઓ માત્ર વેપાર-ધંધામાં જ હોનહાર નથી, પણ પોતાની કુનેહ, ઉત્કૃષ્ટતા અને બુદ્ધિક્ષમતાથી સશસ્ત્ર દળોમાં પણ જોડાઇ શકે છે. પરિવાર સાથે ક્રિસમસની ઉજવણી માટે માદરેવતન અમદાવાદ આવેલા સેડ્રિકે જણાવ્યું હતું કે, પહેલા તેનો વિચાર મર્ચન્ટ નૅવીમાં જોડાવાનો હતો, પણ પિતાએ એના બદલે નેવીમાં જઇને દેશ માટે કંઈક કરવા પ્રોત્સાહિત કર્યો હતો. બસ પછી તો પૂછવું જ શું? સેડ્રિકે પોતાના આ સ્વપ્નને પૂર્ણ કરવા બાળપણથી જ કમર કસી લીધી હતી.
દેશ સેવાના સ્વપ્ન સાથે જ સેડ્રિક અમદાવાદમાં આવેલા NCCના ‘1 ગુજરાત નૅવલ યુનિટ’માં જોડાયો અને તેના સ્વપ્નએ હકીકતનું રૂપ ધારણ કરવા તરફ પ્રયાણ કર્યું. સેડ્રિકે ‘1 ગુજરાત નૅવલ યુનિટ’ની મુશ્કેલ પરીક્ષામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન દર્શાવીને ટોપ કર્યું હતું. આ યુનિટમાં જ સેડ્રિકે ત્રણ વર્ષની NCC ની તાલીમ પૂરી કરી હતી. આ તાલીમ દરમિયાન સેડ્રિકે ચાર કૅમ્પ કર્યાં, જે પૈકી તિરૂપતિ ખાતે યોજાયેલા નૅશનલ કૅમ્પમાં સેડ્રિકને ઉત્તમ પ્રદર્શન માટે ગોલ્ડ મેડલ પણ પ્રાપ્ત થયો છે.. આ સફળતાએ સેડ્રિકને વધુ પ્રોત્સાહન પ્રદાન કર્યું હતું.
માતૃભૂમિ માટે કંઈક કરવાની ચાહત સેડ્રિકને NCC થી નૅવીમાં એક અધિકારીના પદ સુધી લઇ ગઇ. સેડ્રિકે NCC ની ત્રીજા વર્ષના અંતે લેવાતી ‘C’ સર્ટિફિકેટની પરીક્ષા આલ્ફા ગ્રેડ સાથે પાસ કરીને ગુજરાત સ્ટેટમાં પ્રથમ ક્રમાંક મેળવ્યો છે. ‘C’ સર્ટિફિકેટની પરીક્ષામાં મળેલી ઉત્તમ સિદ્ધિએ સેડ્રિક માટે ઇન્ડિયન નેવીના દરવાજા ખોલી નાખ્યાં છે. અહીં ખાસ નોંધવું જરૂરી છે કે, યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) દ્વારા લેવાતી કમ્બાઇન્ડ ડિફેન્સ સર્વિસિઝ (CDS) પરીક્ષામાં NCC થકી આવતા કેડેટ માટે 6 બેઠક અનામત હોય છે. મતલબ કે NCC થકી આવેલા હોનહાર ઉમેદવારને CDS ની પરીક્ષા પાસ કરવી પડતી નથી અને સીધો જ તાલીમમાં પ્રવેશ મળે છે.#સબ લેફ્ટેનન્ટ #સેડ્રિક સિરિલે
સેડ્રિકે NCC માટે જે 6 સીટ આરક્ષિત હોય છે તે પૈકીની 1 સીટ સ્થાન પ્રાપ્ત કર્યું હતું. સિલેક્શન સેન્ટર સેન્ટ્રલ ભોપાલ - 20 સર્વિસિઝ સિલેક્શન બોર્ડ ખાતે સાત-આઠ દિવસ સુધી ચાલતા ઉમેદવારોના સઘન તબીબી પરીક્ષણ(SSB) માં પણ સેડ્રિક NCC એન્ટ્રી પૈકી પ્રથમ ક્રમ મેળવીને સિલેક્ટ થયો હતો. કેરળના એઝીમલામાં આવેલી ઇન્ડિયન નૅવલ અકાદમીમાં સેડ્રિકે એક વર્ષની તાલીમ મેળવી.#સબ લેફ્ટેનન્ટ
સેડ્રિકની માતૃભૂમિની સેવા કરવાની ઝંખનાએ સેડ્રિકને સફળતા અને ઉત્કૃષ્ટતાના શિખરે પહોંચાડ્યો અને નવેમ્બર 2020માં કેરળના એઝીમલામાં ઇન્ડિયન નૅવલ અકાદમી (INA)માં યોજાયેલી શાનદાર પાસિંગ આઉટ પરૅડમાં ભારતીય સેનાના વડા જનરલ મનોજ મુકુંદ નરવાણેએ નેવી ઓરિએન્ટેશન કોર્સ (એક્સ્ટેન્ડેડ) માટે સેડ્રિક સિરિલને ‘ચીફ ઑફ ધ નૅવલ સ્ટાફ ગોલ્ડ મેડલ’ એનાયત કરાયો હતો. નેવલ અકાદમીનો તાલીમનો તબક્કો પૂરો થયા બાદ હવે કોચીમાં 27 ડિસેમ્બરથી સેડ્રિકની આગામી ‘C’ ટ્રેનિંગ શરૂ થઈ રહી છે.#સબ લેફ્ટેનન્ટ
ઉલ્લેખનીય છે કે સેડ્રિકના મોટાભાઈ અને ભાભી પણ સેનામાં અધિકારી તરીકે કાર્યરત્ છે. અને સેડ્રિકના માતા પણ NCC માં ભાગ લઇ ચૂક્યા છે, તેથી સેડ્રિકને સહજતાથી દેશ સેવાના સંસ્કાર મળ્યાં હતાં. સેડ્રિકના માતા તાજી સિરિલ જણાવે છે કે, “સંતાન ડિફેન્સ સેવામાં જોડાય એ જ મારું સ્વપ્ન હતું. કોઇને કોઇ વ્યક્તિના સંતાને તો દેશ સેવામાં જોડાવાનુ જ હોય છે, મારા સંતાન દેશ સેવામાં જોડાયા છે જેનો મને ગર્વ છે.”
સેડ્રિકના પિતા લુકોસ સિરિલ કહે છે કે “સેડ્રિક બાળપણથી જ તેજસ્વી હતો. તે નાનપણથી જ ડિફેન્સ બેકગ્રાઉન્ડથી વાકેફ હતો, તેથી જ બાળવયથી જ તેના દિલમાં દેશસેવાની જ્વાળા આકાર લેવા લાગી હતી. આજે મારા સંતાનો મારાથી ભલે દૂર છે પણ દેશ માટે કામ કરે છે તેનો મને ગર્વ છે.” આજે સેડ્રિક સમગ્ર અમદાવાદ નહીં પણ સમગ્ર ગુજરાતના સૈન્ય સેવાઓમાં જોડાવા ઇચ્છુક હોનહાર યુવાઓ માટે સફળતાનું ઉદાહરણ બન્યો છે. દેશ સેવાના સંકલ્પ સાથે સેડ્રિકે ગુજરાતમાં એક નવી મિસાલ પ્રસ્થાપિત કરી છે.#સબ લેફ્ટેનન્ટ
More #સબ લેફ્ટેનન્ટ #સેડ્રિક સિરિલે #NCC #NSS #Gujaratinews #Watchgujarat